ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પ 8 વર્ષ બાદ આસિયાન સમિટમાં આપશે હાજરી, જિનપિંગ સાથે કરી શકે બેઠક

APEC સમિટ / ટ્રમ્પ 8 વર્ષ બાદ આસિયાન સમિટમાં આપશે હાજરી, જિનપિંગ સાથે કરી શકે બેઠક

Published By: Vishal Dave

Last Updated: 11:08 PM, 25 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ કેરોલિન લેવિટએ જણાવ્યું છે કે ટ્રમ્પ ગુરુવારે શી જિનપિંગ સાથે બેઠક કરશે. હાલ બંને નેતાઓ વચ્ચે કયા વિષયો પર ચર્ચા થશે તે સ્પષ્ટ નથી, પરંતુ આ મુલાકાત APEC સમિટનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો બની શકે છે.

ADVERTISEMENT

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શુક્રવારે રાત્રે વોશિંગ્ટનથી એશિયાના પાંચ દિવસના પ્રવાસે નીકળ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ મલેશિયા, જાપાન અને દક્ષિણ કોરિયાની મુલાકાત લેશે. જાન્યુઆરીમાં પદભાર સંભાળ્યા પછી આ તેમનો એશિયાનો પહેલો પ્રવાસ છે અને અત્યાર સુધીનો સૌથી લાંબો વિદેશ પ્રવાસ પણ છે.

ટ્રમ્પના પ્રવાસનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો મહિનાના અંતે આવશે, જ્યારે તેઓ દક્ષિણ કોરિયામાં યોજાનારી APEC સમિટ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મળી શકે છે. આ બેઠકમાં વેપાર સંબંધો અને તાઇવાન મુદ્દા પર ચર્ચા થવાની અપેક્ષા છે. આ મુલાકાતને ચીન સાથેના તણાવમાં રાહત લાવવાનો, દક્ષિણ કોરિયાની વેપાર ચિંતાઓ દૂર કરવાનો અને દક્ષિણપૂર્વ એશિયામાં સ્થિરતા લાવવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.

વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ કેરોલિન લેવિટએ જણાવ્યું છે કે ટ્રમ્પ ગુરુવારે શી જિનપિંગ સાથે બેઠક કરશે. હાલ બંને નેતાઓ વચ્ચે કયા વિષયો પર ચર્ચા થશે તે સ્પષ્ટ નથી, પરંતુ આ મુલાકાત APEC સમિટનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો બની શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ બેઠકથી અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર તણાવમાં ઘટાડો થવાની શક્યતા છે, જે વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓને અસર કરી રહી છે.

ટ્રમ્પે તાજેતરમાં સંકેત આપ્યો હતો કે તેઓ ચીની નિકાસ પર લગાવેલા ટેરિફમાં ઘટાડો કરવાનો વિચાર કરી શકે છે, પરંતુ તેના બદલામાં તેમણે બેઇજિંગ પાસેથી કેટલીક છૂટછાટોની માંગણી કરી છે. તેમાં અમેરિકન સોયાબીનની ખરીદી ફરી શરૂ કરવી અને ફેન્ટાનાઇલ ઉત્પાદનમાં વપરાતા રસાયણોના પુરવઠાને રોકવું જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. જો આ તણાવ ઓછો નહીં થાય, તો તે પહેલાથી જ ટ્રમ્પની નીતિઓથી પ્રભાવિત અમેરિકન ઉદ્યોગોને વધુ નુકસાન પહોંચાડી શકે છે.

આ પ્રવાસ દરમિયાન ટ્રમ્પ અને શી જિનપિંગ તાઇવાન મુદ્દા પર પણ ચર્ચા કરી શકે છે. કેટલાક નિરીક્ષકોનું કહેવું છે કે શી જિનપિંગના દબાણને કારણે ટ્રમ્પ તાઇવાન માટે અમેરિકન સમર્થન નરમ કરી શકે છે.

આ પણ વાંચોઃ અમેરિકા આતંકવાદ વિરુદ્ધ હોવાનો ડોળ જ કરતું, પાકિસ્તાનને તમામ સહાય આપતું હતું: CIA અધિકારીનો ઘટસ્ફોટ

ટ્રમ્પ રવિવારે મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં યોજાનારી આસિયાન સમિટમાં પણ હાજરી આપશે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે 10 આસિયાન દેશોએ ગયા વર્ષે અમેરિકાને $312 બિલિયનની નિકાસ કરી હતી, જે 2017માં $142 બિલિયન હતી. 2017 પછી ટ્રમ્પ પ્રથમવાર આ સમિટમાં હાજરી આપવા જઈ રહ્યા છે. ત્યાં તેઓ વિયેતનામ અને થાઇલેન્ડના નેતાઓ સાથે પણ મળશે, જ્યાં ચર્ચાનો મુખ્ય મુદ્દો અમેરિકાની વેપાર ખાધ ઘટાડવા પર કેન્દ્રિત રહેશે. ટ્રમ્પનો આ પ્રવાસ એશિયામાં વધતા રાજકીય અને વેપાર તણાવ વચ્ચે સંતુલન સાધવાનો મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

APEC Summit Asia Visit Donald Trump

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ