ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / Dog pooed in woman mouth London

OMG / શ્વાને મહિલાના મોઢામાં જ કરી દીધી પૉટી, તબિયત એવી બગડી કે હોસ્પિટલમાં થવું પડ્યું દાખલ

Published By: Mayur

Last Updated: 01:54 PM, 28 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકો પોતાના પાલતુ કૂતરાંને ખૂબ પ્રેમ કરે છે અને તેને પોતાના બેડ પર સાથે સૂવડાવે પણ છે. પરંતુ લોકો એ નથી સમજતાં કે પ્રાકૃતિકરૂપથી પ્રાણીઓને મનુષ્ય જેવું જીવન જીવવાની આદત હોતી નથી. લોકોને એ સમજવું જરૂરી છે કે જ્યારે કૂતરાંઓ બીમાર પડે છે ત્યારે તેને પોતાની સાથે સૂવડાવાથી મનુષ્યમાં પણ તેનો ચેપ લાગી શકે છે. આવી જ એક ઘટના લંડનમાં રહેતી એક મહિલા સાથે બની છે. બીમાર કૂતરાંને સાથે સૂવડાવાથી કૂતરાંએ કંઇક એવું કર્યું કે જેનાથી મહિલાને 3 દિવસ સુધી હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું.

ADVERTISEMENT

  • એક મહિલા સાથે બની અજબ ઘટના
  • પાલતુ કૂતરાંએ કરી મહિલાને બિમાર
  • મોઢામાં જ કરી દીધી પૉટી

મહિલાનાં મોઢામાં કરી ગંદકી
3 બાળકોની માતા, 51 વર્ષીય અમૈડા ગોમો ઇંગ્લેન્ડ બ્રિસલમાં રહે છે. તેની દિકરીએ ઘરમાં ચૂવાવા બ્રીડનો એક કૂતરો પાળ્યો છે જેનું નામ બેલે છે.આ બ્રીડના કૂતરાં સાઇઝમાં ઘણાં નાના હોય છે.
માહિતી અનુસાર મહિલા તેને પોતાના હાથ પર લઇને સૂતી હતી. રીપોર્ટ અનુસાર સુવા સમયે અમૈડાનું મોઢું ખુલ્લું રહે છે. અચાનકથી મોઢાની અંદર કંઇક ભીનાશવાળા પદાર્થનો અનુભવ થયો. તેની ઊંઘ તરત જ ઊડી ગઇ. અને આંખો ખોલીને જોયું તો તેમના કૂતરાંએ મહિલાનાં મોઢામાં પૉટી કરી હતી.

કૂતરો હતો બિમાર
આ જોતાં જ અમૈડા બાથરૂમ તરફ દોડી પણ એ વખતે તેમનો પુત્ર સ્નાન કરી રહ્યો હતો તેથી મોઢું સાફ કરવામાં અને ગંદકીને મોઢામાંથી કાઢતાં થોડો સમય લાગી ગયો. બ્રશ કર્યો છતાં પણ ગંદકીની દુર્ગંધ ન ગઇ. તેની દિકરી તરત જ કૂતરાંને ડૉક્ટરની પાસે લઇ ગઇ તો તેમણે જણાવ્યું કે મહિલાને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઇ ગયું છે અને એન્ટિબાયોટિક્સ આપી.

મહિલાને 3 દિવસ દાખલ થવું પડ્યું 
મહિલાના પેટમાં પૉટી જવાથી તેને પણ કૂતરાંની જેમ જ ઇન્ફેક્શન થઇ ગયું. વારંવાર બાથરૂમ જવું પડતાં તે ડૉક્ટર પાસે ગઇ અને દવાઓ લીધી પણ તબિયત સુધરવાની જગ્યાએ વધુ બગડતી હતી. તેથી તેને તરત જ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઇ જવું પડ્યું. ત્યાં તેને ડ્રીપ ચઢી અને 3 દિવસો સુધી દાખલ રહેવું પડ્યું. મહિલાને કૂતરાંની ગંદકીને લીધે ગેસ્ટ્રો ઇન્ટસ્ટાઇનલ ઇન્ફેક્શન થઇ ગયો. 

સંકળાયેલા મુદ્દાઓ

London dog પાલતું કૂતરાં OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ