ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
આ મહિલાએ ગો ફાઉન્ડ મી એપ પર જેક્સનની પોસ્ટ મૂકી છે
આ મહિલાએ ગો ફાઉન્ડ મી એપ પર જેક્સનની પોસ્ટ મૂકી છે. આ એપ પર લોકો તેમની ખોવાયેલી વસ્તુને શોધવા માટે મદદ અને ઇનામની જાહેરાત મૂકતા હોય છે. મહિલાને જેક્સન પ્રત્યે એટલી બધી લાગણી છે કે તેને શોધવા બે કલાક માટે તેણે ભાડેથી પ્લેન પણ લીધું. આ પ્લેન માટે તેણે ૮પ હજાર રૂપિયા ખર્ચ્યા. એમિલીએ જેક્સનને શોધવા વેબસાઈટ www.bringjacksonhome.com પણ બનાવી છે એટલું જ નહીં પણ સાન ફ્રાન્સિસ્કો શહેર પોલીસે પણ તેમના ટ્વિટર એકાઉન્ટ પર જેક્સનને શોધવા પોસ્ટ મૂકી છે. એમિલીએ અનેક લોકોને જેક્સનને શોધવા માટે આજીજી કરી છે. પાંચ વર્ષના જેક્સનનું વજન ૧૩ કિલો અને આંખો ભૂરી છે. એમિલી રોજ એ જ આશાએ ઊઠે છે કે આજે જેક્સન તેની પાસે આવી જશે.
સંકળાયેલા મુદ્દાઓ