બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઈ-સ્ટેમ્પિંગ લાગુ કર્યા બાદ પણ જનતાને સ્ટેમ્પ પેપર માટે ખાવા પડે છે ધક્કા, કમિશનના દર નજીવા હોવાથી વેન્ડરો ઘટ્યા

હાલાકી / ઈ-સ્ટેમ્પિંગ લાગુ કર્યા બાદ પણ જનતાને સ્ટેમ્પ પેપર માટે ખાવા પડે છે ધક્કા, કમિશનના દર નજીવા હોવાથી વેન્ડરો ઘટ્યા

Published By: Mahadev Dave

Last Updated: 04:59 PM, 24 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જનતાને સ્ટેમ્પ પેપર ખરીદવામાં મુશ્કેલી ન પડે અને ભ્રષ્ટાચાર ન થાય તે માટે સરકારે ઈ સ્ટેમ્પિગની સુવિધા શરૂ કરી છે. પરંતુ પ્રજાને પડતી મુશ્કેલી જેમની તેમ જ છે. ઓછા કમિશન રેટને કારણે વેન્ડર્સ આ કામ છોડી રહ્યા છે, અને વેન્ડર્સ ઘટવાથી ઈ સ્ટેમ્પિંગની પ્રક્રિયા સ્લો થઈ ગઈ છે.

દેશ અને દુનિયા ડિજીટલ થઈ રહી છે. જેના ભાગ રૂપે સરકારના જુદા જુદા કામો પણ ડિજિટલ થઈ રહ્યા છે. ખાસ કરીને કેન્દ્ર સરકારે ભ્રષ્ટાચાર ન થાય અને જનતાના સ્ટેમ્પિંગને લગતા કામ સરળ બને તે માટે ઈ સ્ટેમ્પિંગની શરૂઆત કરી છે. પરંતુ આ ડિજિટલ યુગમાં પણ પણ મહામહેનતે સ્ટેમ્પ પેપર મળે તેવી સ્થિતિનું નિર્માણ સ્ટેમ્પ પેપર માટેની ખામીયુક્ત પોલિસીના લીધે થયું ર્યું છે. અત્યાર સુધી સ્ટેમ્પ પેપરના વિકલ્પે બેન્કોની ફ્રેન્કિંગ પ્રવૃત્તિ ખૂબ સારી રીતે ચાલતી હતી પણ સરકારે તેના પર લગામ કસીને ઈ-સ્ટેમ્પિંગ પર ભાર મૂક્યો છે. ત્યારથી સામાન્ય માણસથી માંડીને તવંગર સુધીના સૌ કોઈને સ્ટેમ્પ પેપર ખરીદવામાં મુશ્કેલી પડી રહી છે. જેનું કારણ એ છે કે સરકારે ફ્રેન્કિંગ સિસ્ટમના વિકલ્પે અપનાવેલા ઈ-સ્ટેમ્પિંગમાં સ્ટેમ્પ વેન્ડરોને ખૂબ જ નજીવું કમિશન મળતું હોવાથી વેન્ડરોને સ્ટેમ્પ વેચાણમાં બહુ રસ રહ્યો નથી.

E stamping

કોઈપણ વ્યક્તિને મિલકતની લે-વેચ કરવી હોય ત્યારે કે વિવિધ પ્રકારના એફિડેવિટ કરવામાં સ્ટેમ્પ પેપરની જરૂર પડતી હોય છે. આ માટે હાલમાં ગુજરાતમાં મુખ્ય બે વ્યવસ્થા છે. એક વ્યવસ્થા ઈ-સ્ટેમ્પિંગની છે અને બીજી વ્યવસ્થા બેંકો દ્વારા કરી આપવામાં આવતા ફ્રેન્કિંગની છે. પરંતુ જૂન-2023થી ગુજરાતમાં ફ્રેન્કિંગ સિસ્ટમ ખૂબ જ મર્યાદિત કરી દેવામાં આવી હોવાથી હાલ એક માત્ર ઈ-સ્ટેમ્પિંગ જ વિકલ્પ બચ્યો છે. પરંતુ ઈ-સ્ટેમ્પિંગ પદ્ધતિમાં કમિશનના દર ખૂબ જ નજીવા હોવાથી ઈ-સ્ટેમ્પિંગના વેન્ડરોને તેમાં બહુ રસ રહ્યો નથી. ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં દિન-પ્રતિદિન નવી મિલકતોના નિર્માણની સંખ્યા ખૂબ જ વધી રહી છે. જેના લીધે આ નવી મિલકતો ખરીદનારાઓએ તેમના વેચાણ દસ્તાવેજ, બાનાખત જેવા દસ્તાવેજો કરવા માટે હાજરોની સંખ્યામાં સ્ટેમ્પ પેપરની જરૂર પડતી હોય છે. આવી જ રીતે ગામડાઓ અને નાંઆ શહેરોમાંથી આવીને આ શહેરોમાં વસનારાઓની સંખ્યા પણ ખૂબ મોટી છે. તેઓ મકાન ઓફિસ-મકાન ભાડે રાખે છે. તેમાં પણ ભાડા કરાર અને અન્ય એફિડેવિટ કરવા માટે સ્ટેમ પેપરની જરૂરિયાત ખૂબ જ રહે છે.

રૂ. 50થી લઈને લાખોની કિંમતના સ્ટેમ્પ મેળવવામાં ભારે હેરાનગતિ

આવી સ્થિતિમાં સ્ટેમ્પ પેપર સરળતાથી ઉપલબ્ધ થાય તે ખૂબ જરૂરી બની રહે છે. પરંતુ સ્ટેમ્પ પેપરમાં કોઈ કૌભાંડ ન થાય તે માટે સરકારે ફિઝિકલ સ્ટેમ પેપર બંધ કરીને ઇ-સ્ટેમ્પિંગ પર ભાર મૂક્યો છે. જેમાં ગત્ વર્ષ સુધી વિવિધ બેન્કોને ફ્રેંકિંગ માટે લાઇસન્સ આપવામાં આવેલા હતા. જેના લીધે લોકોનું કામ ચાલી જતું હતું. પરંતુ તેમાં પણ કૌભાંડની આશંકા જતાં સરકારે ગત્ જૂન-2023થી ફ્રેન્કિંગ સેન્ટરો ખૂબ જ ઘટાડી દીધા છે. અને જે બેન્કો કાર્યરત છે તેમને પ્રતિ વ્યક્તિ રૂપિયા 10,000ની મર્યાદા લાદી દેતાં બેન્કોને પણ હવે આ કામગીરીમાં રસ રહ્યો નથી. બીજી બાજુ સરકારે ફ્રેન્કિંગના વિકલ્પે ઇ-સ્ટેમ્પિંગની નવી સિસ્ટમ દાખલ કરી છે. આ નવી સિસ્ટમમાં ઇ-સ્ટેમ્પિંગના વેન્ડરોને માત્ર 0.15 ટકા એટલે કે સો રૂપિયાના સ્ટેમ્પ પેપર પર માત્ર પંદર પૈસા કમિશન મળે છે. કમિશનનો આ દર ખૂબ જ ઓછો હોવાથી ઇ-સ્ટેમ્પ વેન્ડરોને ઇ-સ્ટેમ્પ વેચાણમાં ખાસ રસ રહ્યો નથી. જેના લીધે લોકોને 50 રૂપિયાથી લઈને લાખો રૂપિયાની કિંમતના સ્ટેમ્પ પેપર મેળવવામાં ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્ટેમ્પ વેન્ડર એસોસિએશન સાથે જોડાયેલા મોક્ષ મહેતાએ જણાવ્યું હતું કે."અગાઉ 500 રૂપિયા સુધી 3 ટકા કમિશન આપવામાં આવતું હતું. જેની સામે અન્ય કોઈ ખર્ચ નહોતો થતો. જ્યારે ઇ-સ્ટેમ્પિંગ આવતાં તેમાં બધી વિગતો ઓનલાઈન ભરવાની હોવાથી તે કામગીરી માટે ફરજિયાત એક માણસ રાખવો પડે છે. વળી, આમાં કમિશન માત્ર પંદર પૈસા મળતું હોવાથી માણસ રાખીને કામ કરાવવું પોસાય તેમ નથી. વિગતો ભરવા માટે ફરજિયાત કોમ્પ્યુટર સિસ્ટમ વસાવવી પડે. ઈન્ટરનેટ રાખવું પડે. આ બધા ખર્ચ જોતાં વળતર નજીવું છે. જેના લીધે કોઈ વેન્ડરને પોસાતું નથી."

Stamping

તો બીજી તરફ અધિક સ્ટેમ્પ ડ્યૂટી સુપ્રિન્ટેન્ડન્ટ એ. આર. ચૌધરીનું કહેવું છે કે,"હાલમાં ગુજરાતમાં કુલ 149 બેન્કો ફ્રેન્કિંગની કામગીરી કરી રહી છે. પરંતુ 30 જૂન, 2025 સુધીમાં સમગ્ર રાજ્યમાં ફ્રેન્કિંગ બંધ કરી દેવામાં આવશે. જેની સામે સમગ્ર ગુજરાતમાં હાલ કુલ 4,894 ઇ-સ્ટેમ્પિંગ સેન્ટર એટલે કે ACC (AUTHORISED COLLECTION CENTER) કાર્યરત છે. જેને પ્રતિ સ્ટેમ્પ પેપર 10 રૂપિયા અને 0.15 ટકા કમિશન આપવામાં આવી રહ્યું છે. પરંતુ હજુ સુધી કોઈ વેન્ડરે ફરિયાદ કરી નથી કે તેમણે કમિશન ઓછું પડે છે. ગત્ વર્ષે બે કરોડ નંગ ઇ-સ્ટેમ્પ પેપર વેચવામાં આવ્યા હતા.જેની સરકારને કુલ 9,500 કરોડની આવક થઈ હતી." એટલે એક તરફ સ્ટેમ્પ પેપર વેન્ડર્સને કમિશન ઓછું પડી રહ્યું છે, બીજી તરફ સરકારનું કહેવું છે કે ઓછા કમિશન અંગે તેમના સુધી કોઈ રજૂઆત જ નથી પહોંચી. પરંતુ આ બંનેની વચ્ચે જનતા પિસાઈ રહી છે.

વધુ વાંચો: સ્માર્ટ મીટરના વિવાદ વચ્ચે ગુજરાતના ઉર્જા વિભાગે લીધો મહત્વનો નિર્ણય, રિચાર્જમાં અપાઇ આ રાહત, જાણો શું

ઇ-સ્ટેમ્પ વેન્ડરોને ત્યાં ધક્કા ખાવાના દહાડા

અમદાવાદના રહેવા આવેલા રવિન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે તેમને ભાડા કરાર માટે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપરની જરૂર હતી. જે મેળવવામાં તેમણે ચારેક નોટરી અને ઇ-સ્ટેમ્પ વેન્ડરોને ત્યાં ધક્કા ખાવા પડ્યા હતા. નોટરીએ તેમનો નોટરીનો ચાર્જ પણ વધુ લીધો. કારણકે નોટરીઓ દ્વારા ઇ-સ્ટેમ્પના નજીવા કમિશનનું વળતર નોટરી ચાર્જ વધારીને મેળવવામાં આવી રહ્યું છે. વળી, ભાડા કરાર એક દિવસ મોડો થયો હતો.આવી જ રીતે રીઅલ એસ્ટેટ સાથે સંકળાયેલા સાંજે પટેલ નામના ડેવલપરે જણાવ્યું હતું કે અમારે અમારી સ્કીમની દુકાનો અને મકાનના વેચાણ દસ્તાવેજ મોટી સંખ્યામાં સ્ટેમ પેપરની જરૂર પડતી હોય છે. જે અગાઉ સરળતાથી મળી જતાં હતા પરંતુ હવે ઇ-સ્ટેમ્પ આવી જવાના લીધે અમારે એક ઇ-સ્ટેમ્પ વેન્ડર હાયર કરી લેવા પડ્યા છે. જે માત્ર અમારું જ કામ કરે. જેના લીધે અમારે તેનો ખર્ચ ભોગવવો પડે છે.

building site

મોટા મોટા બિલ્ડર્સ, ડેવલપર્સ તો યેનકેન પ્રકારે ઇ-સ્ટેમ્પની વ્યવસ્થા કરી લે

આમ, હાલ મોટા બિલ્ડર્સ, ડેવલપર્સ તો યેનકેન પ્રકારે ઇ-સ્ટેમ્પની વ્યવસ્થા કરી લે છે. પરંતુ સામાન્ય માણસ કે જેને રોજ-બરોજ ભાડા કરાર, વિવિધ પ્રકારના એફિડેવિટ કરાવવા માટે સો રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા સુધીના સ્ટેમ્પ પેપરની જરૂર રહે છે તેમણે હેરાનગતિ ભોગવવી પડી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

E stamping issue સ્ટેમ્પ પેપર ઈ-સ્ટેમ્પિંગ

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ