ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / સ્માર્ટ મીટરના વિવાદ વચ્ચે ગુજરાતના ઉર્જા વિભાગે લીધો મહત્વનો નિર્ણય, રિચાર્જમાં અપાઇ આ રાહત, જાણો શું

ગાંધીનગર / સ્માર્ટ મીટરના વિવાદ વચ્ચે ગુજરાતના ઉર્જા વિભાગે લીધો મહત્વનો નિર્ણય, રિચાર્જમાં અપાઇ આ રાહત, જાણો શું

Last Updated: 09:28 AM, 24 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્માર્ટ વીજ મીટરનાં વિવાદ વચ્ચે ઉર્જા વિભાગનો મોટો નિર્ણય કર્યો હતો. ઉર્જા વિભાગ દ્વારા હાલ રિચાર્જમાં જૂનાં પેન્ડિંગ બિલની રકમ ન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

સમગ્ર રાજ્યમાં સ્માર્ટ વીજ મીટરના વિવાદ વચ્ચે ઉર્જા વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રિચાર્જમાં જૂના પેન્ડિંગ બિલની રકમ ન લેવાનો નિર્ણય કર્યો હતો. તેમજ જૂના પેન્ડિંગ બીલની રકમ અલગથી વસૂલવાનો આદેશ કરાયો છે. જૂના બિલનાં કારણે લોકોને ગેરસમજ થઈ હોવાનું તારણ બહાર આવ્યું છે. જૂના પેન્ડિંગ બિલની રકમનાં 180 હપ્તા કરવાનો આદેશ આપ્યો છે. સ્માર્ટ મીટરનાં દરરોજની વપરાશની સાથે રકમ કપાતી હતી. એક-એક દિવસનું પેન્ડિંગ બિલ ઉમેરી રકમ કપાતી હતી. જેનાં કારણે ગ્રાહકોમાં ગેરસમજ ઉભી થઈ હોવાનું તારણ આવ્યું છે.

vlcsnap-2024-05-21-17h22m52s753

લોકોમાં ગેરસમજ દૂર કરવા રાજ્ય સરકાર દ્વારા ગતરોજ મહત્વનો નિર્ણય કરાયો

સ્માર્ટ વીજમીટરને લઈ રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. સ્માર્ટ વીજમીટર સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે. ગ્રાહકોમાં ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવવામાં આવશે. જૂના વીજમીટરની માગ કરનાર ગ્રાહકો માટે નિર્ણય લેવામાં આવ્યો છે. સ્માર્ટ વીજમીટર સામે લોકોના સતત વિરોધને લઈને કાર્યવાહી કરવામાં આવી છે.

વધુ વાંચોઃ રાજ્યમાં ગરમીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, આ તારીખથી ગરમીમાં થશે ઘટાડો

સ્માર્ટ મીટરનો મુદો હાઈકોર્ટમાં પહોંચ્યો

સ્માર્ટ મીટરના મુદ્દા હાઈકોર્ટમાં પણ પડકારવામાં આવ્યો છે. વડોદરાના બાજવાના એક નાગરિકે MGVCLના ડાયરેક્ટર અને ઉર્જા વિભાગના સચિવ સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે રજૂઆત કરી છે કે સ્માર્ટ મીટર ફરજિયાતપણે ઈન્સ્ટોલ કરવાનું કાયદામાં દર્શાવ્યું નથી. સ્માર્ટ મીટર લગાડવા પાછળ લાખો ગ્રાહકોનું હિત જોવામાં આવ્યું નથી. સ્માર્ટ મીટરના મેઈલ જણાવ્યા મુજબ સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરીટીના ઈન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના એમેન્ડમેન્ટના જાહેરનામાનો સંદર્ભ આપી સ્માર્ટ મીટર ઈન્સ્ટોલ કરાશે તેમ જણાવ્યું હતું. વધુમાં અરજીકર્તાએ જણાવ્યું કે, દેશની પાર્લામેન્ટમાં ફેબ્રુઆરી 2019થી ફેબ્રુઆરી 2024 સુધીમાં સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરીટીના 2006ના ઈન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના સુધારા બિલને મંજુરી મળી નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Power Department Decision Vadodara Smart Meter Protest Surat Smart Meter
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ