બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 900 કરોડને પાર ધુરંધર 2નું કલેક્શન, પાકિસ્તાને માંગ્યો કમાણીનો 80% હિસ્સો

મનોરંજન / 900 કરોડને પાર ધુરંધર 2નું કલેક્શન, પાકિસ્તાને માંગ્યો કમાણીનો 80% હિસ્સો

Published By: Nirav Kumar

Last Updated: 10:35 PM, 25 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'ધુરંધર 2'એ વર્લ્ડ વાઈડ 900 કરોડની કમાણી કરી છે. જેમાં હવે પાકિસ્તાનના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેઓ કમાણીનો હિસ્સો માંગી રહ્યા છે.

રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. જેને અગાઉના કમાણીના રેકોર્ડ તોડી નાખ્યા છે. તે ગ્લોબલ લેવલે ધૂમ મચાવી રહી છે. 'ધુરંધર 2' એ વર્લ્ડ વાઈડ  900 કરોડની કમાણી કરી છે. તેની સ્ટોરી પાકિસ્તાન, કરાચી અને લ્યારીમાં સેટ છે જેના કારણે પડોશી દેશમાં પણ હલચલ જોવા મળી હતી.  

એક ઓનલાઈન વીડિયો સામે આવ્યો છે જેમાં લ્યારીના રહેવાસીઓ ધુરંધર 2 ની કમાણીથી ગુસ્સે છે. જેમાં તેઓ ફિલ્મની કમાણીનો હિસ્સો માંગી રહ્યા છે. ધુરંધરના આટલા મોટા વધારાથી રહેવાસીઓ ચોંકી ગયા હતા. વાયરલ વીડિયોમાં જ્યારે રહેવાસીઓને ધુરંધરના  વર્લ્ડ વાઈડ બીઝનેસ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે એક વ્યક્તિએ કહ્યું, "મને લાગે છે કે તેમને કમાણીનો 80 ટકા હિસ્સો લ્યારીને આપવો જોઈએ.

vtv app promotion

જેમાં બીજાએ કહ્યું કે, "તેઓએ 800 કરોડ રૂપિયા સુધી કમાયા છે.  તેમને કહો કે તેઓ જે કંઈ કમાયા છે તેનાથી ચીલ ચોકને ફરીથી કલર કરાવે. તેમને ચીલ ચોકનો નજારો બતાવો, તેમને કહો કે, તેને રીનોવેટ કર. તમે આ ચીલ ચોક દ્વારા નફો કર્યો છે. ઓછામાં ઓછું આ ચીલ ચોક માટે કંઈક કરો."

પાકિસ્તાનના લોકોની આ પ્રતિક્રિયા ભારતીય ફેંસમાં વાયરલ છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે આ ફિલ્મ પાકિસ્તાનમાં શૂટ થઈ નથી. આદિત્ય ધરની ટીમે થાઈલેન્ડમાં પાકિસ્તાનના લ્યારીને  રીક્રીએટ કર્યું છે. ચીલ ચોકથી લઈને લ્યારીની સાંકડી શેરીઓ સુધી  સેટિંગ એટલી બધી ડીટેલમાં  ડિઝાઇન કરવામાં આવી હતી કે ફેંસને અસલી અને રીલ સ્થાનો વચ્ચે મૂંઝવણમાં મુકાઈ ગયા. બેંગકોકમાં 6 એકરનો લ્યારી સેટ બનાવવામાં આવ્યો હતો.

વધુ વાંચો : Dhurandhar 2ની સફળતા વચ્ચે ગરમાયો Kantara વિવાદ, રણવીર સિંહની હાઈકોર્ટમાં માફી માંગવાની તૈયારી

લ્યારી સેટ પણ ન્યુઝપેપરના કટિંગનો  ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો, અને તે ઘણા ભારતીય અને થાઈ કલાકારો દ્વારા બનાવવામાં આવ્યો હતો. બેંગકોક સિવાય ધુરંધરના સેટ ભારતમાં વિવિધ સ્થળોએ સેટ કરવામાં આવ્યા હતા. ફિલ્મનું શૂટિંગ લુધિયાણા, મુંબઈ, અમૃતસર, લેહ અને લદ્દાખમાં કરવામાં આવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Box Office Dhurandhar 2 Pakistani People

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ