બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Dhoni's style helicopter shot, which was included in Dipendrasingh Airy's six-ball six, became a topic of discussion

સ્પોર્ટસ / 6 બોલમાં 6 સિક્સ, ધોની જેવો માર્યો હેલિકોપ્ટર શોટ અને બોલ સીધો બીજા ગ્રાઉન્ડ પર, જુઓ શાનદાર વીડિયો

Published By: Vishal Dave

Last Updated: 04:54 PM, 14 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોનીએ ક્રિકેટમાં હેલિકોપ્ટર શોટનો ટ્રેન્ડ શરૂ કર્યો, એ પછી તેને ઘણા બેટ્સમેનોએ અપનાવ્યો છે, દિપેન્દ્રસિંહ એરીએ પણ હેલિકોપ્ટર શોટ રમી જબરજસ્ત સિક્ટર ફટકારી હતી

દીપેન્દ્ર સિંહ એરીએ એક ઓવરમાં 6 સિક્સર મારીને માત્ર ઈતિહાસ રચ્યો નથી પરંતુ કેટલાક અદ્ભુત કામ પણ કર્યા છે. આ કરતી વખતે તેણે બે વખત બોલને સ્ટેડિયમની બાજુમાં આવેલા મેદાન પર પહોંચાડ્યો. આ સિવાય હેલિકોપ્ટર શોટ અદભૂત હતો.

ધોની જેવો હેલિકોપ્ટર શોટ

ધોનીએ ક્રિકેટમાં હેલિકોપ્ટર શોટનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો પરંતુ તે પછી તેને ઘણા બેટ્સમેનોએ અપનાવ્યો હતો. દરેક બેટ્સમેને તેને પોતાની રીતે રમવાનું શરૂ કર્યું. આ પ્રભાવશાળી શોટ મારનાર લેટેસ્ટ બેટ્સમેન નેપાળનો દીપેન્દ્ર સિંહ એરી છે, જેણે કતાર સામે આ કારનામું કર્યું હતું. જો કે, તેનો જાદુ માત્ર હેલિકોપ્ટર શોટ પૂરતો જ સીમિત ન હતો, પરંતુ તેણે એક ઓવરમાં 6 સિક્સર મારવાનું બેજોડ કામ પણ કર્યું હતું, જેના પછી દીપેન્દ્ર સિંહ એરીનું નામ ક્રિકેટ ઈતિહાસના પાનાઓ પર  નોંધવામાં વધુ સમય ન લાગ્યો.

T20 ઇન્ટરનેશનલમાં એક ઓવરમાં 6 છગ્ગા મારનાર ત્રીજા બેટ્સમેન

હવે પહેલા જાણો નેપાળના દીપેન્દ્ર સિંહ એરીએ કેવી રીતે ઈતિહાસ રચ્યો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવું 5મી વખત જોવા મળ્યું, જ્યારે કોઈ બેટ્સમેને એક ઓવરમાં 6 સિક્સર ફટકારી હોય. દીપેન્દ્ર સિંહ એરી T20 ઇન્ટરનેશનલમાં એક ઓવરમાં 6 છગ્ગા મારનાર ત્રીજા બેટ્સમેન છે. જો કે, અહીં અમારો ઉદ્દેશ્ય ફક્ત તમને આ કહેવાનો નથી. તેના બદલે, અમે તમને 6 છગ્ગાના તે ચોંકાવનારા વિડિયોનો પણ પરિચય કરાવવા માંગીએ છીએ, જેને જોયા પછી સ્તબ્ધ થઇ જવાય છે. તેનું કારણ એ છે કે તેમાં હેલિકોપ્ટર શોટનો મસાલો તો છે જ પરંતુ બે એવી અદભૂત સિક્સર પણ છે, જેમાં બોલ માત્ર બાઉન્ડ્રી લાઇનને પાર નથી કરતો પરંતુ સ્ટેડિયમની બાજુના મેદાનમાં પડતો જોવા મળે છે.

આ પણ વાંચોઃ ધોનીની સ્ટાઈલમાં સ્ટંમપિંગ, લિવિંગસ્ટનને પેવેલિયન ભેગો કર્યો, ચોમેર વખાણ

હેલિકોપ્ટર શોટ રમ્યો, બોલને બીજા ગ્રાઉન્ડ પર પહોંચાડ્યો

દીપેન્દ્ર સિંહ એરીના પ્રથમ 3 છગ્ગા બાઉન્ડ્રી લાઇનની બહાર પડ્યા હતા. આ પછી, તેણે ચોથા બોલ પર હેલિકોપ્ટર શોટ ફટકારીને દર્શકોને ચોંકાવી દીધા. બીજી તરફ ઓવરના છેલ્લા બે બોલ પર તેની સિક્સર એટલી જોરદાર છે કે બોલ બુલેટની ઝડપે જઈને બાજુના મેદાન પર પડી રહ્યો હોય તેવું લાગે છે. છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા પછી દિપેન્દ્ર સિંહ એરી ક્રિકેટની દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Deependra Singh Nepal batsman dhoni helicopter shot sports

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ