બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 500 પોલીસકર્મી, 40 અધિકારીઓની દેખરેખ હેઠળ મીઠા પોર્ટ પર ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર

કાર્યવાહી / 500 પોલીસકર્મી, 40 અધિકારીઓની દેખરેખ હેઠળ મીઠા પોર્ટ પર ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર

Bharatsinh Chauhan

Last Updated: 12:00 PM, 8 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છમાં કંડલા પોર્ટ પર ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. દરિયાઈ-રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખી દબાણો હટાવાયા છે. 100 એકર જમીન પર થયેલા દબાણો દૂર કરાયા હતા.

કચ્છમાં દિન દયાળ પોર્ટ ના કંડલા નજીક મીઠા પોર્ટ પર આજે વહેલી સવારથી મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ હટાવ કામગીરી કરવામાં આવી રહી છે.

દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA) અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસે સંયુક્ત કામગીરીમાં વહેલી સવારથી દબાણ હટાવ કામગીરી શરૂ થઈ છે, જે સાંજ સુધી ચાલુ રહેશે. દબાણ દૂર કરવા માટે પૂર્વ કચ્છ જિલ્લામાંથી આશરે 40 અધિકારીઓ, 20 JCB અને 100 ટ્રેક્ટર સાથે 500 પોલીસ કર્માચારીઓના ચુસ્ત બદોબસ્ત સાથે આ કાર્યવાહી થઇ રહી છે. સાંજ સુધીમાં 250 કરોડની 100 એકર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવશે.

આ વિસ્તારમાં આશરે 4,000થી 5,000 લોકોની વસ્તી હતી. આ દબાણવાળો વિસ્તાર શરીર સંબંધી, મિલકત સંબંધી ગુનાઓ અને જાણીતા પ્રોહીબિશન બુટલેગરો માટે કુખ્યાત હતો.ખાસ કરીને, આ વિસ્તારમાં પેટ્રોલિયમ એક્ટ અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સંબંધિત ગુનાઓનું પ્રમાણ વધુ જોવા મળતું હતું. આ મેગા ઓપરેશનમાં વીડિયોગ્રાફી માટે ડ્રોન તથા કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દબાણ હટાવતી વખતે પૂર્વ કચ્છ પોલીસ વડા સહિત તમામ પોલીસ અધિકારીઓ, LCB, SOG અને કંડલા પોલીસનો મોટો કાફલો સુરક્ષા માટે ખડકી દેવામાં આવ્યો છે.

(1) મીઠા પોર્ટ દબાણ દૂર કરવા માટે દિન દયાળ પોર્ટ ઓથોરિટી ના અધિકારી / કર્મચારી અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસના અધિકારી/ કર્મચારી દ્વારા સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરવામાં આવેલ છે.

(2) મીઠા પોર્ટ વિસ્તારનું દબાણ દૂર કરવા પૂર્વ કચ્છ જિલ્લામાંથી આશરે 40 અધિકારીઓ અને 500 પોલીસ કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

(3) મીઠા પોર્ટ મેગા ડિમોલેશન દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા ને ધ્યાનમાં રાખી કરવામાં આવી રહેલ છે.

(4) સદર વિસ્તાર આશરે 4,000 થી 5,000 ની વસ્તી વાળો દબાણ વિસ્તાર છે.

(5) આ વિસ્તાર આશરે 100 એકર જમીન જેની કિંમત રૂપિયા 250 કરોડ છે.

(6) મીઠા પોર્ટ દબાણવાળા વિસ્તારમાં *આરોપીઓ દ્વારા શરીર સંબંધી અને મિલકત સંબંધી તથા જાણીતા પ્રોહી બુટલેગરો વાળો વિસ્તાર છે. ખાસ કરીને પેટ્રોલિયમ એક્ટ તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સંબંધી ગુનાઓનું પ્રમાણ વધુ જોવા મળે છે.

આ પણ વાંચોઃ બાપ રે! ચણાની આડમાં સુરતથી કેનેડા મોકલાતી અફીણની ગોળીઓ, રેકેટમાં મોટા માથાઓની સંડોવણી!

(7) આ મેગા ઓપરેશનમાં આશરે 20 જેસીબી 20 હિટાચી 40 લોડર 40 ડમ્ફર 100 ટેક્ટર અને વિડીયોગ્રાફી ફૂટેજ માટે ડ્રોન તથા કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kutch Kandla Port Kutch News
Bharatsinh Chauhan

Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ