ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / રોમાંચક મેચમાં દિલ્લી 1 રને હાર્યું, લાસ્ટ 2 બોલમાં મેચ બદલાઈ

GT vs DC / રોમાંચક મેચમાં દિલ્લી 1 રને હાર્યું, લાસ્ટ 2 બોલમાં મેચ બદલાઈ

Published By: Nirav Kumar

Last Updated: 03:36 AM, 9 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2026ની 14મી મેચ દિલધડક રહી હતી. જેમાં દિલ્હી સામેની આ મેચ ગુજરાતે લાસ્ટ બોલમાં જીતી હતી. આ મેચ લાસ્ટ બે બોલમાં બદલાઈ હતી.

ADVERTISEMENT

ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં 1 રનથી જીત મેળવી છે. દિલ્હીને લાસ્ટ  2 બોલમાં જીતવા માટે 2 રનની જરૂર હતી. જેમાં ડેવિડ મિલર ક્રીઝ પર હતો, પરંતુ ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ બંને બોલને ડોટ કર્યા હતા. જેમાં મિલરે પાંચમા બોલ પર એક પણ સિંગલ લેવાનો ઇનકાર કર્યો હતો, જે દિલ્હીની હારનું સૌથી મોટું કારણ બન્યું. જો તેને એક સિંગલ લીધો હોત તો સ્કોર બરાબર હોત અને પરિણામ અલગ હોત.

આ મેચમાં મિલરની તાબડતોડ ઇનિંગ્સે દિલ્હીને હારી ગયેલી મેચમાં જીતની આશા આપી હતી, પરંતુ પાંચમા બોલ પર એક પણ સિંગલ લેવાના તેના ઇનકારથી મિલરને હીરોથી વિલન બનાવી દીધો.

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં IPL 2026ની 14મી મેચ ઘણી વખત બદલાઈ હતી. જેની શરૂઆતમાં એવું લાગતું હતું કે ગુજરાત સરળતાથી જીતી જશે પરંતુ 19મી ઓવરમાં આખી મેચ પલટી ગઈ હતી. સિરાજે 19મી ઓવરમાં 23 રન આપ્યા હતા. ત્યાંથી,જીતવા માટે લાસ્ટ ઓવરમાં માત્ર 13 રનની જરૂર હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ અંતિમ ઓવરમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ગુજરાતને જીત અપાવી હતી.

vtv app promotion

આ મેચમાં પહેલા બેટિંગમાં ગુજરાત ટાઇટન્સની શરૂઆત કમજોર રહી હતી. મુકેશ કુમારે ત્રીજી ઓવરમાં સાઈ સુદર્શનને આઉટ કર્યો હતો. સાઈએ 12 રન બનાવ્યા હતા. ત્યારબાદ જોસ બટલરે વિસ્ફોટક બેટિંગ કરી હતી. જોકે, કુલદીપ યાદવે 8મી ઓવરમાં બટલરને આઉટ કર્યો હતો. બટલરે માત્ર 27 બોલમાં 52 રન બનાવ્યા હતા. જોકે, ત્યારબાદ કેપ્ટન ગિલે જવાબદારી સંભાળી અને 10મી ઓવરમાં ટીમને 100 રનથી વધુ સ્કોર કર્યો હતો. જેમાં તેમને 211 નો ટાર્ગેટ આપ્યો હતો.

211  રનના જવાબમાં દિલ્હીની શરૂઆત શાનદાર રહી. પથુમ નિસન્કા અને કેએલ રાહુલે ધમાકેદાર શરૂઆત કરી, જેમાં 76 રનની પાર્ટનરશીપ થઈ હતી . નિસન્કાનો વિકેટ 9મી ઓવરમાં પડી ગઈ. નિસન્કા 41 રન બનાવી ચૂક્યો હતો. જોકે, કેએલ રાહુલ ત્યાર બાદ પણ અણનમ રહ્યો. તેણે પોતાનો રન બનાવવાનું ચાલુ રાખ્યું અને ધમાકેદાર ફિફ્ટી ફટકારી.

દિલ્હીને છેલ્લી બે ઓવરમાં જીત માટે 36 રનની જરૂર હતી. સિરાજ 19મી ઓવર બોલિંગ કરવા આવ્યો હતો. મિલરે તેની ઓવરમાં 23 રન બનાવ્યા હતા. દિલ્હીને છેલ્લી ઓવરમાં જીતવા માટે માત્ર 13 રનની જરૂર હતી. દિલ્હીને છેલ્લા બોલ પર 2 રનની જરૂર હતી. પરંતુ કુલદીપ રન આઉટ થયો અને ગુજરાતે મેચ જીતી લીધી હતી.

દિલ્હી કેપિટલ્સ (પ્લેઇંગ ઇલેવન): કેએલ રાહુલ, પથુમ નિસન્કા, નીતિશ રાણા, વિપ્રજ નિગમ, અક્ષર પટેલ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, કુલદીપ યાદવ, લુંગી ન્ગીડી, ટી નટરાજન, મુકેશ કુમાર.

વધુ વાંચો : "થાલા" વગર મુશ્કેલીમાં CSK, ધોનીની ફિટનેસ પર મોટું અપડેટ, હારની હેટ્રિક બાદ ચેન્નાઈની ચિંતા વધી

ગુજરાત ટાઇટન્સ (પ્લેઇંગ ઇલેવન): શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર, વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, શાહરુખ ખાન, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, અશોક શર્મા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2026 Delhi Capitals Gujarat Titans

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ