ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / "થાલા" વગર મુશ્કેલીમાં CSK, ધોનીની ફિટનેસ પર મોટું અપડેટ, હારની હેટ્રિક બાદ ચેન્નાઈની ચિંતા વધી

IPL 2026 / "થાલા" વગર મુશ્કેલીમાં CSK, ધોનીની ફિટનેસ પર મોટું અપડેટ, હારની હેટ્રિક બાદ ચેન્નાઈની ચિંતા વધી

Published By: Pravin Joshi

Last Updated: 06:06 PM, 8 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઈપીએલ 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સની હાલત કફોડી બની છે. ટીમ અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચો હારી ચૂકી છે અને હવે એમએસ ધોનીની ઈજાને લઈને ખરાબ સમાચાર આવ્યા છે.

ADVERTISEMENT

આઈપીએલ 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સની હાલત કફોડી બની છે. ટીમ અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચો હારી ચૂકી છે અને હવે એમએસ ધોનીની ઈજાને લઈને ખરાબ સમાચાર આવ્યા છે. ધોની હજુ પણ પિંડલીની ઈજામાંથી બહાર આવ્યા નથી અને રીહેબિલિટેશન પ્રક્રિયામાં છે. રિપોર્ટ્સ મુજબ, ધોની 11 એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ અને કદાચ 14 એપ્રિલના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં પણ રમી શકશે નહીં. ધોનીની ગેરહાજરીમાં સીએસકેનું પ્રદર્શન કથળ્યું છે, જેનાથી ચાહકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.

MS-DHONI-1

સીઝનની શરૂઆત પહેલા જ સીએસકે મેનેજમેન્ટે સ્પષ્ટ કર્યું હતું કે ધોની ઈજાને કારણે રિહેબિલિટેશન હેઠળ છે અને ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી રમી શકશે નહીં. અપેક્ષા હતી કે ત્રણ મેચના વિરામ બાદ ધોની ચોથી મેચમાં વાપસી કરશે, પરંતુ ક્રિકબઝના અહેવાલો મુજબ સ્થિતિ હજુ સુધરી નથી. 44 વર્ષીય ધોની હાલમાં ચેન્નાઈમાં પોતાના પરિવાર સાથે છે અને ટીમની મેડિકલ ટીમ તેમજ ફિઝિયોની સતત દેખરેખ હેઠળ રિકવરી કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા તેમણે નેટ્સમાં બેટિંગ પ્રેક્ટિસ ચોક્કસ કરી હતી, પરંતુ મેચ રમવા માટે જરૂરી દોડવાની અને વિકેટકીપિંગ કરવાની સંપૂર્ણ ફિટનેસ તેઓ હજુ મેળવી શક્યા નથી.

csk

ધોનીની ગેરહાજરીની સીધી અસર ટીમના આત્મવિશ્વાસ અને મેદાન પરના પ્રદર્શન પર પડી રહી છે. સીએસકેએ ટુર્નામેન્ટની શરૂઆતની સતત ત્રણ મેચ ગુમાવી છે, જે તેમના આઈપીએલ ઈતિહાસમાં હારની બીજી સૌથી લાંબી શ્રેણી છે. મધ્યક્રમમાં ધોનીના અનુભવ અને અંતિમ ઓવરોમાં મેચ ફિનિશ કરવાની તેમની ક્ષમતાની ખોટ ટીમને સાલી રહી છે. ચાહકો જે 'થાલા'ને જોવા માટે સ્ટેડિયમમાં ઉમટી પડતા હોય છે, તેમની ગેરહાજરીને કારણે ચેપોક સ્ટેડિયમમાં પણ ઉત્સાહ થોડો ઓછો જોવા મળી રહ્યો છે.

મેડિકલ રિપોર્ટ્સ અનુસાર, ધોનીને મેચ ફિટ થવામાં હજુ ઓછામાં ઓછું એક અઠવાડિયું લાગી શકે છે. આનો અર્થ એ છે કે 11 એપ્રિલ 2026ના રોજ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ખાતે દિલ્હી કેપિટલ્સ સામેની ઘરેલું મેચમાં ધોની રમે તેવી શક્યતા નહિવત્ છે. આ સિવાય 14 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની હાઈ-વોલ્ટેજ મેચમાં પણ તેમની વાપસી પર સસ્પેન્સ યથાવત છે. મેનેજમેન્ટ ધોનીને લઈને ઉતાવળ કરવા માંગતું નથી કારણ કે ઉંમરના આ તબક્કે ઈજા ફરી ઉથલો મારે તો આખી સીઝન જોખમમાં મુકાઈ શકે છે.

આ પણ વાંચોઃ વિવાદનો અંત / 'ગુજરાતીઓ અભણ' આખરે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે ને ભાન થયું, માગી માફી

ટીમ માટે માત્ર ધોની જ નહીં પણ અન્ય ખેલાડીઓની ઈજા પણ માથાનો દુખાવો બની છે. યુવા આક્રમક બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસ પણ સાઈડ સ્ટ્રેઈનની સમસ્યાને કારણે પ્રથમ ત્રણ મેચ રમી શક્યો નથી. જોકે, બ્રેવિસ માટે રાહતના સમાચાર એ છે કે તેની રિકવરી ઝડપથી થઈ રહી છે અને તે આગામી મેચ માટે ઉપલબ્ધ થઈ શકે છે. સીએસકેના ચાહકો હવે માત્ર એટલી જ પ્રાર્થના કરી રહ્યા છે કે ધોની જલ્દી ફિટ થાય અને મેદાન પર પરત ફરીને ટીમને જીતના માર્ગે લઈ જાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MSDhoni IPL2026 CSK

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ