બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO: દિલ્હી બ્લાસ્ટનો લાઈવ વીડિયો આવ્યો સામે, કાચી સેકન્ડમાં વાહનોથી ભરેલા રસ્તો બન્યો 'સ્મશાન'
Last Updated: 12:39 PM, 12 November 2025
દિલ્હીના લાલ કિલ્લા પાસે બનેલી ભયાનક દુર્ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે જેમાં આ બ્લાસ્ટ કેવી રીતે થયો તે ચોખ્ખુ જોવા મળી રહ્યું છે. જેમાં વાહનોની હીલચાલ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ વીડિયોમાં એક i20 કાર જોવા મળી રહી છે જે પાર્કિંગમાંથી બહાર નીકળતી હતી એવામાં જ જોરદાર બ્લાસ્ટ થઈ ગયો.
ADVERTISEMENT
ચાંદની ચોકનું મોનિટરિંગ કરતા સીસીટીવી કંટ્રોલ રૂમમાં કેદ થયેલા આ ફુટેજમાં વિસ્ફોટના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. સાંજે લગભગ 6:50 વાગ્યે બનેલી આ ઘટનામાં રસ્તા પર લોકોની અવરજવર અને સામાન્ય ચહલપહલ વચ્ચે અચાનક જ એક શક્તિશાળી વિસ્ફોટ થતો નજરે પડે છે. હાલમાં સુરક્ષા એજન્સીઓ આ ફૂટેજની વિગતવાર તપાસ કરી રહી છે.
VIDEO | CCTV footage captures the exact moment of the blast near Delhi's Red Fort.
— Press Trust of India (@PTI_News) November 12, 2025
A blast took place in a slow-moving car at a traffic signal near the Red Fort metro station on Monday evening, killing 12 people, injuring many and gutting several vehicles.
(Source: Third Party)… pic.twitter.com/xjpScNpJ5Y
ADVERTISEMENT
લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે પાર્ક કરેલી એક કારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી. તેનાથી નજીકના ત્રણ-ચાર અન્ય વાહનો પણ ચપેટમાં આવી ગયા હતા. વિસ્ફોટ સાંજે 7 વાગ્યા પહેલાં, અંદાજે 6.50 વાગ્યે થયો હતો
ADVERTISEMENT

આ પણ વાંચોઃ 26 જાન્યુઆરી અને દિવાળી પર હતો વિસ્ફોટનો પ્લાન, આતંકીની પૂછપરછમાં મોટો ખુલાસો
ADVERTISEMENT
વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે નજીકમાં પાર્ક કરેલા પાંચથી છ વાહનો ચકનાચૂર થઈ ગયા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ અચાનક એક ઈકો વાન પાસે થયો હતો, જેનાથી નજીકની દુકાનો અને વાહનોની બારીઓ તૂટી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં વિસ્ફોટનું કારણ ખૂબ જ તીવ્ર હોવાનું જણાયું છે.
ADVERTISEMENT
દિલ્હી વિસ્ફોટમાં મૃતકોનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ, વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઘણા લોકોના કાનના પડદા, ફેફસાં અને આંતરડા ફાટી ગયા હતા. કેટલાક લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા, જ્યારે કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા બાદ હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો. મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાં 8 પીડિતોની ઓળખ થઈ ગઈ છે અને તેમના મૃતદેહો પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. હજી પણ કેટલાક મૃતદેહોની ઓળખ બાકી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.