બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વગર ડિગ્રીએ નોકરી જોઇએ છે? તો અપનાવો આ સિક્રેટ ટિપ્સ, જૉબ તમારા હાથમાં!
Last Updated: 03:13 PM, 24 October 2025
જેન Z એટલે કે આજના યુવાનો જોબ માર્કેટમાં આવેલા ફેરફારથી કંટાળ્યા છે. કરિયર કાઉન્સલનું માનવું છે કે હવે માત્ર કોલેજની ડિગ્રી નોકરીની ગેરંટી નથી. AIએ જોબ માર્કેટનો ચહેરો બદલી દીધો છે.જેનાથી હજારો એન્ટ્રી લેવલની જોબ જોખમમાં છે. પણ સારા સમાચાર છે કે આ પડકાર સામે લડવા માટેનો એક સિકરેટ કોડ છે. એક્સપર્ટ્સે એવા સ્કીલ શોધ્યા છે, જે આ પેઢીને AI સામે મજબૂત બનાવશે.
ADVERTISEMENT

હવે માત્ર ભણતર જ કામમાં નહીં આવે પણ એવા સ્કીલ કામ આવશે જે કંપનીને તાત્કાલિક ફાયદો પહોંચાડી શકે. એક વાત સમજી લો કે AI રોબોટ્સ આપણું દરરોજનું કામ છીનવી શકે છે. પણ તે માણસના ત્રણ સૌથી મોટા સ્કીલ વિચારવાની ક્ષમતા, તાલમેલ બેસાડવાની રીત અને નવી વસ્તુ શીખવાની ધગશ ક્યારેય નહીં છીનવી શકે. એટલા માટે સફળતાનો નવો ફોર્મ્યુલા એ નથી કે તમે AIને કેટલું ઓળખો છો પણ એ છે કે તમે AI સાથે કેવી રીતે કામ કરો છો.
ADVERTISEMENT

ADVERTISEMENT
જોબ માર્કેટ હવે એવા સ્માર્ટ યુવાનોને શોધી રહ્યું છે, જે ટેક્નોલોજીને હથિયાર બનાવીને પ્રોબ્લેમ્સને અલગ રીતે સોલ્વ કરી શકે. હવે સમય આવી ગયો છે કે Gen Z તેના સ્માર્ટફોન અને લેપટોપમાંથી બહાર નીકળીને સોફ્ટ સ્કીલને સુપરપાવર બનાવે જે તેમને એક બેસ્ટ ટીમ લીડર, એક સારો કોમ્યુનિકેટર અને એક કુશળ પ્રોમ્બલેમ સોલ્વર બનાવી શકે. જાણો એ ત્રણ સિકરેટ મંત્ર, જે તમને નોકરીના સંકટમાથી કાઢીને કારકિર્દીના શિખર પર પહોંચાડી શકે છે.
ADVERTISEMENT
Gen Z ડિજિટલ દુનિયામાં મોટા થયા છે, પરંતુ હવે તેમના માટે ફક્ત ટેકનોલોજીનો યુઝ કરવાનું જ નહીં, પણ તેની સાથે કામ કરવાનું શીખવાનો સમય છે.
જનરેટિવ AI (GenAI) ને સમજવું: જોબ માર્કેટ હવે એવા લોકોની શોધમાં છે જે AI નો ઉપયોગ કરીને તેનું પ્રોડક્શન 10 ગણી વધારી શકે. ઉદાહરણ તરીકે, ChatGPT ને યોગ્ય કમાન્ડ (પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ) આપીને ડ્રાફ્ટ અથવા ડેટા બનાવવો.
ADVERTISEMENT
ડેટા અને એનાલિટિક્સ: દરેક કંપનીને ડેટાની જરૂર હોય છે. જો તમે ડેટાને સમજીને કહી શકો અને કંપનીને આગળ શું કરવું તે કહી શકો (એટલે કે, ડેટાને એક્શન-લેવલ ઇનસાઇટ્સમાં રૂપાંતરિત કરો), તો તમારી વેલ્યુ કોઈપણ ડિગ્રી કરતાં વધુ હશે.
ફાયદો: જ્યારે HR અથવા AI સ્ક્રીનીંગ સ્ટાફ તમારા રિઝ્યુમનો રિવ્યૂ કરે તો તમે માત્ર યુઝર જ નહીં પણ ટેક્નોલોજી પાર્ટનર પણ છો.
ADVERTISEMENT
AI બધા રૂટિન કામોને ખતમ કરી રહ્યું છે. તેથી હવે વેલ્યુ એવી રીતે થશે જેમાં મશીન જે ન કરી શકે એવા કામ તમે કરી શકો- ઊંડાણપૂર્વક વિચારવું અને નવી સમસ્યાઓનું નિરાકરણ કરવું.
એનાલિટિક્સ સ્કીલ: સવાલ એ નથી કે શું થયું પણ એ છે કે કેમ થયું અને આપણે હવે પછી શું સારું કરી શકીએ. આ પ્રકારના સવાલોના જવાબ આપવાની ક્ષમતા જ તમને ભીડથી અલગ કરે છે.
શીખવાની ધગશઃ આજે એક ટેકનોલોજી કામ કરે છે, કાલે બીજી કોઈ આવશે. જો કર્મચારી નવી વસ્તુઓને ઝડપથી શિખી લે તો તે નોકરીમાંથી કાઢી મુકવાની બીકમાંથી મુક્ત રહે છે.
ફાયદાઃ કંપનીઓ હવે શું જાણો છો નહીં પણ તમે શું કરી શકો છો એની પર જ ધ્યાન આપે છે. આ સ્કીલ તમને મેનેજીરિયલ અને લિડરશીપના રોલ માટે તૈયાર કરે છે.
ભલે Gen Z ડિજીટલ નેટિવ છે, પણ સામ સામે વાતચીત અને ટીમવર્કમાં નબળી છે. પણ આ એ સ્કીલ છે જે AI ક્યારેય નથી શીખવાડતું.
સ્પષ્ટ કોમ્યુનિકેશનઃ ઈમેલ, પ્રેજેન્ટેશન અને મીટિંગમાં તમારી સ્પષ્ટ વાત, સ્પષ્ટ અને વિનમ્ર રીતે રજુ કરવી. ખાસ કરીને અલગ અલગ પેઢીના લોકો સાથે મળીને કામ કરવું.
ઈમોશન ઈન્ટેલિજેન્સઃ માત્ર પોતાનું જ નહીં પણ બીજા લોકોના મૂડ અને ભાવનાને પણ સમજવી. ટીમની અંદર તણાવને શાંતિથી સંભાળવી અને એકબીજાની મદદ કરવી.
ફાયદોઃ આ સ્કીલ તમને સારો લીડર અને વિશ્વાસપાત્ર સહયોગી બનાવે છે. જ્યારે સૌ AIની જેમ બોલવા લાગે તો તમારો નેચર જ તમારી અલગ ઓળખ બનાવશે.

આ પણ વાંચોઃ વાવાઝોડું આવી રહ્યું છે ગુજરાત તરફ? તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલ જાહેર
ડિગ્રી ચોક્કસપણે જરૂરી છે, પરંતુ તે આજના રોજગાર બજારમાં માત્ર એક એન્ટ્રી ટિકિટ છે. સફળ થવા માટે, Gen Z એ આ સ્કીલ પર કામ કરવું પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.