બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Politics / Defence minister held talks with kangana ranaut for her upcoming movie Tejas

બોલીવુડ / સંરક્ષણમંત્રી રાજનાથ સિંહની કંગના રનૌત સાથે મુલાકાત; આ હતું મુલાકાત પાછળનું કારણ

Published By: Shalin

Last Updated: 10:33 PM, 13 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેત્રી કંગના રનૌત તેની આગામી ફિલ્મ 'તેજસ'ને કારણે ચર્ચામાં છે. ફિલ્મનું પહેલું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે અને અભિનેત્રીનો બદલાયેલ લુક બધાને ઈમ્પ્રેસ કરી રહ્યો છે.

ફિલ્મ તેજસમાં કંગના પાયલોટની ભૂમિકા નિભાવી રહી છે. આ ફિલ્મ સાચી ઘટનાઓ પર આધારિત છે તેથી ફિલ્મને રીલીઝ કરતા પહેલા ઘણી પ્રકારની મંજૂરીઓ લેવી પડે તેમ છે.

હવે આ સંબંધમાં કંગના દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને મળી છે. અભિનેત્રી તેની તેજસ ફિલ્મની ટીમ સાથે રાજનાથસિંહને મળવા પહોંચી હતી. સોશિયલ મીડિયા પર તેના ફોટા વાયરલ થયા છે.

આ તસવીરો શેર કરીને કંગના જણાવે છે કે તેણે રાજનાથ સિંહ પાસેથી આશીર્વાદ લીધા છે. તે લખે છે - તેજસ ફિલ્મની ટીમ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને મળી. તેમના આશીર્વાદ લીધા.

કંગનાએ કહ્યું છે કે તેણે તેજસ ફિલ્મની સ્ક્રિપ્ટ ઇન્ડિયન એરફોર્સ સાથે શેર કરી હતી. તેણે શૂટિંગ પહેલા એકવાર આખી પટકથા એરફોર્સને બતાવી દીધી હતી. તેમના મતે આ ફિલ્મ રીલીઝ થતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ મંજૂરીઓની જરૂર છે.

નોંધનીય છે કે 2016માં ભારતીય વાયુસેનાએ મહિલાઓને લડાઇની ભૂમિકામાં પણ સામેલ કરવાનો નિર્ણય કર્યો હતો. કંગનાની ફિલ્મ તેજસ આ જ ઐતિહાસિક ઘટનાથી પ્રેરાયેલી છે.

આ સાથે અભિનેત્રી તેની આવી રહેલી ફિલ્મ થલાઈવી માટે પણ ચર્ચામાં છે. આ ફિલ્મનું શૂટિંગ હાલમાં જ પૂર્ણ થયું છે અને આવતા વર્ષે ફિલ્મ રીલીઝ થવા જઈ રહી છે. 

થલાઈવીમાં કંગના રનૌત રાજકીય નેતા જયલલિતાની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મ માટે કંગનાએ ખૂબ મહેનત કરી છે. તેના લૂક્સથી બધા ચકિત થઇ ગયા છે. તેણે આ ફિલ્મ માટે ઘણું વજન પણ વધાર્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Kangana Ranaut Rajnath Singh કંગના રનૌત બોલીવુડ રાજનાથ સિંહ Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ