ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / deepika padukone mother ranveer singh

બોલીવુડ / માતા બનવાને લઇને અભિનેત્રી દીપિકા પદુકોણે આપ્યો આ જવાબ

Published By: Divyesh

Last Updated: 03:53 PM, 11 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દીપિકા પદુકોણે તાજેતરમાં મેઘના ગુલઝારના નિર્દેશનમાં બનેલી ચર્ચિત ફિલ્મ 'છપાક'નું શૂટિંગ પૂરું કર્યું છે. હવે તે બીજી ફિલ્મ '૮૩'નું શૂટિંગ કરી રહી છે. દીપિકા દરેક વાત પર પોતાનો સ્પષ્ટ મત આપવા માટે જાણીતી છે.

ADVERTISEMENT

થોડા દિવસ પહેલાં તેણે પોતે પ્રેગ્નન્ટ હોવાની અટકળ પર સ્પષ્ટ કર્યું કે હું માતા બનવા ઇચ્છું છું, પરંતુ હાલમાં હું અને રણવીર અમારી કરિયરને લઇ સ્વાર્થી છીએ. તેથી હજુ માતા-પિતા બનવાનો કોઇ ઇરાદો નથી. તેણે એમ પણ કહ્યું કે સિનેમા ખોટી ધારણાઓ તોડવા અને કહાણીઓ દ્વારા લોકોની આંખ ખોલવાની ક્ષમતા ધરાવે છે.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Hello!💕#jiomamimumbaifilmfestival

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

 

દીપિકાએ કહ્યું કે હું જે કામ કરી રહી છું તે માટે લોકો મને મુખ્ય ધારામાં અથવા કોઇ યુવા તરીકે જોઇ શકે છે, પરંતુ મારો ઉદ્દેશ સમાજના લોકો પાસેથી શીખવાનો અને તેમને કંઇક આપવાનો છે. ડિજિટલ સ્ક્રીનિંગ અને સોશિયલ મીડિયાનો યુગ ધીમે ધીમે આપણને અલગ કરી રહ્યો છે.

 

 


આવા સમયમાં સિનેમા છે કે જે આપણને કોઇ ડર, સીમાઓ અને અવરોધો વગર એકબીજા સાથે બાંધી રાખે છે. આ માટે અમારે એવા કલાકારોની જરૂર છે, જે સિનેમાની તાકાતમાં વિશ્વાસ ધરાવતા હોય. દીપિકા પદુકોણ ક્યારેક પોતાના અભિનય તો ક્યારેક ફેશનને લઇ ચર્ચામાં રહે છે. આ વખતે તેને બિઝનેસ ઓફ ફેશનના ટોપ ૫૦૦ લિસ્ટમાં સામેલ કરાઇ. આ લિસ્ટમાં સામેલ થનાર તે પહેલી ભારતીય અભિનેત્રી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Deepika Padukone Ranveer singh દીપિકા પાદુકોણ બોલીવુડ રણવીર સિંહ Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ