ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / Deepak Singh, The Hottest Bodyguard Of Katrina Kaif

બોલિવૂડ / આ છે બોલિવૂડનો સૌથી હોટ બોડીગાર્ડ, શાહરુખ સહિત સેલેબ્સની કરી ચુક્યો છે સુરક્ષા

Published By: Noor

Last Updated: 03:03 PM, 10 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ફિલ્મસ્ટાર્સ પ્રત્યે લોકોનો ક્રેઝ ઘણીવાર હદ પાર કરી દે છે. કેટલીકવાર તો ફેન્સ તેમના ફેવરિટ સ્ટાર્સ માટે ઘણી મુશ્કેલીઓ પણ ઊભી કરી દે છે. આ બધી સમસ્યાઓથી બચવા માટે તમામ બોલિવૂડ સેલેબ્સ જ્યાં જાય ત્યાં તેમની સાથે બોડીગાર્ડ્સ રાખે છે. ફિલ્મસ્ટાર્સના બોડીગાર્ડ્સની વાત કરીએ તો સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા ખૂબ જ લોકપ્રિય છે. તે સલમાન ખાનની સાથે ફિલ્મ બોડીગાર્ડમાં પણ કામ કરી ચૂક્યો છે. પણ એક બોડીગાર્ડ એવો પણ છે જેને ઘણીવાર ફિલ્મોની ઓફર્સ મળી છે પણ તેણે સ્વીકારી નથી. અમે વાત કરી રહ્યા છે કેટરિના કૈફના બોડીગાર્ડ દીપક કુલભૂષણની, જે દેખાવમાં ફિલ્મસ્ટાર જેવો લાગે છે. તેનો અલગ જ સ્વેગ અને સ્ટાઈલ છે અને રોનિત રૉય તેનો બનેવી છે. દીપકની મોટી બહેન નીલમ રોનિતની પત્ની છે.

ADVERTISEMENT

  • બોલિવૂડનો હોટ અને હેન્ડસમ બોડીગાર્ડ
  • અનેક સેલેબ્સનો ગાર્ડ રહી ચૂક્યો છે
  • ફિલ્મોની પણ મળી છે ઓફર્સ

દીપક ઉત્તરપ્રદેશનો છે. તેના પિતા આર્મી ઓફિસર હતા. તે મુંબઈ ક્રિકેટ સમર કેમ્પ અટેન્ડ કરવા આવ્યો હતો. તેણે ચંદ્રકાંત પંડિત પાસેથી તાલીમ લીધી હતી. પણ કોલેજમાં તેણે ક્રિકેટ રમવાનું છોડી દીધું અને મોટી લીગમાં ભાગ લઈ શક્યો નહીં. પછી રોનિતે તેને ગાર્ડ બનવાની સલાહ આપી અને 2004માં ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ તેણે સિક્યુરિટી કંપની જોઈન કરી હતી. 

દીપક પોતાની એક સિક્યોરિટી એજન્સી પણ ચલાવે છે. જેનું નામ દીપક ડોમ સિક્યોરિટી સર્વિસિઝ છે. દીપકના લગ્ન થઈ ગયા છે અને તેને એક દીકરી પણ છે. દીપક ઘણીવાર પત્ની અને દિકરી સાથે સોશિયલ મીડિયા પર ફોટોઝ શેર કરે છે. 

છેલ્લા ઘણાં વર્ષોથી દીપક કેટરિના કેફનો બોડીગાર્ડ છે. કેટરિના સિવાય તે શાહરૂખ ખાનથી લઈને માધુરી દીક્ષિત, અનિલ કપૂર, રણવીર સિંહ, સચિન તેંડુલકરથી લઈને રાની મુખર્જી અને ઈન્ટરનેશનલ એલિબ્રિટીઝને પણ સેવાઓ આપી ચૂક્યો છે. દીપક કહે છે કે તે અત્યારે જે કામ કરી રહ્યો છે તેમાં ખુશ છે. તેને ફિલ્મસ્ટાર નથી બનવું.

સંકળાયેલા મુદ્દાઓ

Bodyguard Bollywood Deepak Singh Katrina Kaif કેટરિના કૈફ દીપક સિંહ બોડીગાર્ડ બોલિવૂડ Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ