બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / DCGI grants emergency use authorisation to Corbevax for children between age of 5-12 years

BIG BREAKING / 5થી 12 વર્ષના બાળકોને અપાશે કોરોના વેક્સિન, DCGIએ આપી મંજૂરી

Dhruv

Last Updated: 01:46 PM, 26 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવેથી દેશમાં 5થી 12 વર્ષના બાળકોને પણ કોરોના વેક્સિન અપાશે. DCGIએ એ માટે Corbevax અને Covaxin ને મંજૂરી પણ આપી દીધી છે.

  • હવેથી દેશમાં 5થી 12 વર્ષના બાળકોને પણ અપાશે કોરોના વેક્સિન
  • બાયોલોજિકલ-ઇની Corbevax વેક્સિનને મંજૂરી મળી ગઇ
  • ભારત બાયોટેકની કોવેક્સિન (Covaxin) ને પણ મંજૂરી મળી ગઇ

બાળકો માટે કોરોના વેક્સિનને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એટલે કે, હવેથી દેશમાં 5થી 12 વર્ષના બાળકોને પણ કોરોના વેક્સિન અપાશે. મળતી માહિતી અનુસાર, DCGI દ્વારા ભારતની કંપની બાયોલોજિકલ-ઇની Corbevax વેક્સિનને મંજૂરી મળી ગઇ છે.

તાજેતરમાં જ સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ 5થી 12 વર્ષના બાળકોને Corbevax વેક્સિન લગાવવામાં આવે તેવી ભલામણ કરી હતી. તમને જણાવી દઇએ કે, ભારતની કંપની બાયોલોજિકલ-ઇ દ્વારા બનાવવામાં આવેલી વેક્સિનને 12થી 14 વર્ષના બાળકોને સરકારી સેન્ટરોમાં આપવામાં આવી રહી છે.

6થી 12 વર્ષના બાળકોને અપાશે કોવેક્સિન (Covaxin)

બીજી બાજુ દેશમાં 6થી 12 વર્ષના બાળકોને Covaxin પણ અપાશે. એ માટે DCGI દ્વારા ભારત બાયોટેકને કોવેક્સિન (Covaxin) માટેની મંજૂરી મળી ગઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

જાણો બાળકો વિશે શું કહે છે નિષ્ણાંતો?

નોંધનીય છે કે, કોરોનાની અગાઉની લહેરમાં બાળકોની હાલત ગંભીર ન હોતી, પરંતુ આ વખતે કોરોનાના નવા XE વેરિઅન્ટના બાળકો પણ શિકાર થઇ રહ્યાં છે એટલે કે તેની ઝપેટમાં આવી રહ્યાં છે. એમાંય ખાસ કરીને શાળા ખુલ્યા બાદ તો સતત આ કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ખુદ આરોગ્ય નિષ્ણાતોનું પણ કહેવું છે કે, છેલ્લાં ત્રણ સપ્તાહમાં બાળકોમાં ફ્લુ જેવાં લક્ષણોમાં વધારો થયો છે.

આવી સ્થિતિમાં, જો બાળકને કોરોના હોય તો પણ માતા-પિતાએ ગભરાવાની જરૂર નથી, કારણ કે બાળકોમાં કોરોનાના લક્ષણો ખૂબ જ હળવા હોય છે અને સમયસર સારવારને કારણે બાળકો ઝડપથી સાજા પણ થઈ રહ્યાં છે. જો કે, આ લક્ષણોને સમયસર ઓળખવા ખાસ જરૂરી છે.

12 થી 15 વર્ષના બાળકોને ક્યારે અપાશે રસી?

અગાઉ માર્ચ મહિનામાં, કોરોનાથી રક્ષણ મેળવવા માટે 12 થી 15 વર્ષના બાળકોને રસી આપવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ત્યારે હવે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ 5થી 12 વર્ષની વયના બાળકોને પણ કોરોના વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે.

બાળકોમાં કોરોનાના XE વેરિઅન્ટના લક્ષણો

XE વેરિઅન્ટ કોવિડ-19ના અગાઉના વેરિઅન્ટ કરતાં વધુ સંક્રમિત હોવાનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, બાળકોને આ નવા પ્રકારના સંક્રમણથી સુરક્ષિત રાખવા ખાસ જરૂરી છે. બાળકોમાં જો આ પ્રકારનાં લક્ષણો દેખાય તો તુરંત ડૉક્ટરનો સંપર્ક કરો.

- તાવ આવવો
- નાક વહેવા લાગવું
- ગળામાં દુખાવો થવો
- શરીરમાં દુખાવો થવો
- સૂકી ઉધરસ આવવી
- ઉલટી આવવી
- લૂઝ મોશન

સંકળાયેલા મુદ્દાઓ

Biological E Corbevax DCGI ZycovD covaxin zydus cadila vaccine children vaccination
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ