ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / Dayaram Sahu eating glass since last 45 years in Madhya Pradesh

OMG! / લ્યો બોલો, આ ભાઇ છેલ્લાં 45 વર્ષથી નાસ્તામાં પાપડની જેમ ખાય છે કાચનાં ટુકડાં

Published By: Dhruv

Last Updated: 08:27 PM, 16 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણે ઘણી વાર એવાં અનેક લોકોની આદતોને વિશે જાણતા હશું કે જેને જોઇને આપ સૌ કોઇ આશ્ચર્યમાં મૂકાઇ જતા હશો. તમે લોઢાનાં ચણા ચાવવા જેવી કહેવત તો સાંભળી હશે પરંતુ એક શખ્સ એવો છે કે જે કાચમાંથી બનેલી વસ્તુઓને ચણાની જેમ ચાવી જાય છે.

ADVERTISEMENT

  • છેલ્લાં 45 વર્ષથી કાચ ખાનાર અન્યને આપે છે કંઇક આવી સલાહ
  • દયારામ જીવનમાં કંઇક નવું કરવા માંગતા હતાં
Glass
કાચનાં ટુકડાં

મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લાના દયારામ સાહુ (Dayaram Sahu) કે જે કાંચમાંથી બનેલી બોટલો, બલ્બ અને બીજી વસ્તુઓ ખૂબ જ આરામથી ખાઇ જાય છે. તેમની ટેવો જાણીને આપ અનેક વાર વિચારોમાં પડી જશો કે આખરે કોઇ વ્યક્તિ આવું કેવી રીતે કરી શકે? શું આ શક્ય છે. સામાન્ય રીતે આપણે સવારે નાસ્તામાં રોટલી કે ભાખરી ખાતા હોઇએ છીએ. પરંતુ ડિંડોરીનાં રહેવાસી દયારામ સાહુ દરરોજ સવારનાં નાસ્તામાં કાચનાં કટકા (Pieces of glass) ખાય છે.

હકીકતમાં દયારામ સાહુ કાંચ ખાતા જોવા મળી રહ્યાં છે. આપને આ સાંભળીને થોડુંક અજીબ લાગશે પરંતુ આ હકીકત છે. થોડું વિચારો કે આખરે કોઇ કાંચ કેવી રીતે ખાઇ શકે. જો થોડોક કાંચ કદાચ વાગી જાય તો આપનાં મોમાંથી અચાનક ચીસ નીકળી જાય છે. પરંતુ આને કોઇ માનવી કેવી રીતે ખાઇ શકે. પરંતુ એ જોઇને તમે પણ આશ્ચર્યમાં મૂકાઇ જશો.

Glass
કાચનાં ટુકડાં

મધ્યપ્રદેશનાં રહેનારા દયારામ થોડાંક દિવસોથી નહીં પરંતુ છેલ્લાં 45 વર્ષોથી કાચ ખાઇ રહ્યાં છે અને તેઓ બિલકુલ સ્વસ્થ પણ છે. જો કે તેમની આ આદતને કારણથી તેમનાં દાંત જરૂર ખરાબ થઇ ગયા છે. દયારામ વ્યવસાયે વકીલ છે.

Eating glass
કાચનાં ટુકડાં ખાતા દયારામ

આ અંગે દયારામે જણાવ્યું કે,

'આ મારા માટે એક લતની જેમ છે.આ આદતે મારા દાંતોને નુકસાન પહોંચાડ્યું છે. હું જો કે બીજા લોકોને આવું કરવાની સલાહ નહીં આપું. કેમ કે આ સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. મેં હવે આને ખાવાનું પણ ઓછું કરી દીધું છે. જો કે દયારામની આ આદત ખતરનાક તો છે પરંતુ પોતાની આ આદતને કારણ તેઓને લોકો વધારે ઓળખે પણ છે.'

સંકળાયેલા મુદ્દાઓ

Dayaram Sahu Madhya Pradesh OMG OMG NEWS eating glass glass કાચ કાચનાં કટકા દયારામ સાહુ મધ્ય પ્રદેશ OMG!

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ