બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / Cyclone Jawad: IMD issues red alert for West Bengal, andhra pradesh and odisha today

જવાદ / આ રાજ્યોમાં JAWAD મચાવશે તોફાન, ટ્રેન સહિત શાળા કોલેજો બધુ બંધ, અહીં તો 54 હજાર લોકોનું સ્થળાંતર કરાવવું પડ્યું

ParthB

Last Updated: 10:40 AM, 4 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચક્રવાત જાવાદને ધ્યાનમાં રાખીને, આંધ્ર પ્રદેશ સરકારે શાળાઓ અને કોમ્યુનિટી હોલમાં 197 રાહત શિબિરોની સ્થાપના કરી છે. બે હેલિકોપ્ટરને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

  • ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના દરિયા કિનારે ટકરાશે જવાદ
  • વાવાઝોડમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન
  • શ્રીકાકુલમ,વિજયનગર, અને વિશાખાપટ્ટનમથી 54,028 લોકોનું સ્થળાંતર

ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના દરિયા કિનારે ટકરાશે જવાદ

બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત જવાદ શનિવારે ઉત્તરી આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશામાં ત્રાટકી શકે છે. આવી સ્થિતિમાં, નુકસાનના જોખમને ધ્યાનમાં રાખીને સરકારે, નેવી, NDRF અને SDRFની ટીમોને બચાવ કાર્યમાં તૈનાત કરવામાં આવી છે. IMDએ જણાવ્યું હતું કે શુક્રવારે બપોર સુધીમાં જવાદ ચક્રવાતમાં તીવ્ર બન્યો હતો. ચક્રવાતને કારણે, શનિવારે ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ અને તેની નજીકના દક્ષિણ કોસ્ટલ ઓડિશામાં વરસાદની તીવ્રતા વધવાની આશંકા છે.

વાવાઝોડાના પગલે અત્યાર સુધીમાં 54,028 લોકોને સુરક્ષિત સ્થાને ખસેડાયા  

આંધ્રપ્રદેશમાં ચક્રવાત જવાદને જોતા ત્રણ જિલ્લામાં NDRFની 11 ટીમો, SDRFની 5 ટીમો, કોસ્ટ ગાર્ડની 6 ટીમો અને મરીન પોલીસની 10 ટીમો તૈનાત કરવામાં આવી છે. વિશાખાપટ્ટનમ, વિઝિયાનાગ્રામ અને શ્રીકાકુલમમાંથી 54,008 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

અગામી 12 કલાકમાં જવાદ નબળો પડે તેવી સંભાવના - હવામાન વિભાગ

હવામાન વિભાગે શનિવારે એવી પણ માહિતી આપી છે કે આગામી 12 કલાકમાં ચક્રવાત જવાદ નબળો પડવાની સંભાવના છે. આ દરમિયાન તે ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે. ત્યારપછી, તે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ ઓડિશાના કિનારા તરફ આગળ વધશે અને 5 ડિસેમ્બરની સાંજ સુધીમાં પુરીની નજીક જશે. તે પછી તે નબળી પડી શકે છે અને ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી શકે છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે ચક્રવાત જવાદ હાલ પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં હાજર છે. તે વિશાખાપટ્ટનમથી 230 કિમી દક્ષિણપૂર્વમાં, ગોપાલપુરથી 340 કિમી દક્ષિણે, પુરીથી 410 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ અને પારાદીપથી 490 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં છે.

જવાદ ચક્રવાતને કારણે લગભગ 150 ટ્રેનો રદ કરવામાં આવી 

જવાદ ચક્રવાતને કારણે રેલ વ્યવહાર પણ પ્રભાવિત થઈ રહ્યો છે. રેલવે દ્વારા જણાવવામાં આવ્યું છે કે જવાદ ચક્રવાતને કારણે લગભગ 150 ટ્રેનો રદ કરવામાં આવી છે. આ ચક્રવાત ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશને અસર કરી રહ્યું છે. 

જવાદ ચક્રવાતને કારણે આજે ઓડિશામાં તમામ શાળાઓ બંઘ કરાઈ 

ચક્રવાત જવાદના ખતરાને જોતા ઓડિશામાં આજે શાળાઓ બંધ છે. તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે.ઓડિશામાં ચક્રવાત જાવાદની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ જોવા મળી શકે છે, તેથી ગોપાલપુર, પુરી, પારાદીપ, ધમારા પોર્ટ હાઈ એલર્ટ પર છે. ચક્રવાતની અસરને કારણે દરિયામાં જબરદસ્ત જોરદાર મોજા ઉછળશે. તેઓ બંદરને પણ નુકસાન પહોંચાડી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ