બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ક્રૂડ ઓઈલ ભાવમાં તેજી, ભારતની આયાતમાં ઘટાડો; મોંઘવારીનો ખતરો વધ્યો

બિઝનેસ / ક્રૂડ ઓઈલ ભાવમાં તેજી, ભારતની આયાતમાં ઘટાડો; મોંઘવારીનો ખતરો વધ્યો

Jinal Chauhan

Last Updated: 02:28 PM, 20 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ભારતની તેલ આયાતમાં 17% ઘટાડો થયો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો ફુગાવાનું જોખમ ઊભું કરી શકે છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવની સીધો અસર તેલના બજાર પર જોવા મળી રહ્યો છે. હોર્મુઝ જળમાર્ગમાં વેપારી જહાજો પર થયેલા હુમલાઓને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે અને અથડામણની શક્યતા પણ વધી ગઈ છે. આ ઘટનાનો સીધો પ્રભાવ કાચા તેલના ભાવ પર પડ્યો છે. આજે, સોમવાર 20 એપ્રિલે કાચા તેલની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. સાથે સાથે દેશમાં તેલની આયાતમાં લગભગ 17 ટકા ઘટાડો પણ નોંધાયો છે.

કાચા તેલની કિંમતોમાં વધારો

વિશ્વના તેલ બજાર પર મધ્યપૂર્વમાં ચાલી રહેલા તણાવની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે. વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ફ્યુચર્સમાં લગભગ 6% નો વધારો થયો છે અને તેની કિંમત 88.93 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે. તે જ રીતે બ્રેન્ટ ક્રૂડના જૂન ડિલિવરી કોન્ટ્રાક્ટમાં પણ લગભગ 5.63% નો વધારો નોંધાયો છે જેના કારણે તેની હાલની કિંમત 95.48 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.

India-bought-Iranian-oil

કાચા તેલની આયાતમાં ઘટાડો

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવની અસર ભારતના તેલ આયાત પર પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. હાલની સ્થિતિને કારણે દેશમાં કાચા તેલની ખરીદીમાં ઘટાડો થયો છે જેના કારણે સપ્લાય સંબંધિત મુશ્કેલીઓ પણ ઉભી થઈ રહી છે. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC)ના પ્રાથમિક આંકડા મુજબ માર્ચ મહિનામાં ભારતનો કાચા તેલનો આયાત ગયા વર્ષની તુલનામાં લગભગ 17% જેટલો ઘટ્યો છે. જે આ ક્ષેત્રમાં વધતા સંકટનો સંકેત આપે છે.

મોંઘવારી વધવાનો ખતરો

કાચા તેલની કિંમતો વધવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધી શકે છે. જો ઈંધણ મોંઘું થાય, તો તેની સીધી અસર સામાન્ય લોકોના ખર્ચ પર પડે છે. પરિવહન ખર્ચ વધવાથી રોજિંદા ઉપયોગની વસ્તુઓના ભાવ પણ વધી શકે છે. જેના કારણે મોંઘવારીનો દબાણ વધુ વધવાની શક્યતા રહે છે.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ India-US ટ્રેડ પર ફરીથી ચર્ચાઓ શરૂ, ડીલમાં થઇ શકે અનેક મોટા ફેરફાર

ખાડી વિસ્તારમાં તણાવ વધ્યો

મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધુ વધી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump એ જણાવ્યું છે કે ઓમાનની ખાડીમાં અમેરિકન નૌસેનાએ એક ઈરાની કન્ટેનર જહાજ સામે કાર્યવાહી કરી છે અને તેને પોતાના કબજામાં લઈ લીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ જહાજ અમેરિકાની નાકાબંધી તોડવાનો પ્રયાસ કરી રહ્યું હતું. સાથે જ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી છે કે જો કોઈ સમજૂતી નહીં થાય તો તેના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India oil import decline Iran US tension Crude oil price rise
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ