બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:28 PM, 20 April 2026
India US Trade: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની નવું શરૂઆત થવામાં છે. આજે એટલે કે 20 એપ્રિલથી અમેરિકામાં શરૂ થનારી ચર્ચામાં ઘણા મોટા પરિવર્તનની આશા રાખવામાં આવી રહી છે. ખાસ કરીને ટેરિફને લઈને ફરીથી વાતચીત થઈ શકે છે કારણ કે અમેરિકાનો કોર્ટે ટેરિફને ગેર કાનૂની ગણાવીને રદ્દ કરી દીધું હતું.
ADVERTISEMENT
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધોને લઈને મહત્વપૂર્ણ ચર્ચાઓ શરૂ થવા જઈ રહી છે. મુખ્ય વાટાઘાટકાર દર્પણ જૈનના નેતૃત્વમાં લગભગ એક ડઝન ભારતીય અધિકારીઓનું પ્રતિનિધિમંડળ અમેરિકન અધિકારીઓ સાથે ત્રણ દિવસ સુધી ચર્ચા કરશે. આ બેઠક ખાસ મહત્વ ધરાવે છે કારણ કે ફેબ્રુઆરીમાં યોજાનારી ચર્ચાઓ મુલતવી રાખવામાં આવી હતી અને હવે આ પ્રથમ ઔપચારિક બેઠક બની રહી છે. આ પ્રતિનિધિમંડળમાં વાણિજ્ય, કસ્ટમ્સ અને વિદેશ મંત્રાલયના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. જે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે.
ADVERTISEMENT
આ ચર્ચાઓ એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફને લઈને પરિસ્થિતિ બદલાઈ છે. યુએસ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ટ્રમ્પ વહીવટીતંત્રે 24 ફેબ્રુઆરીથી 150 દિવસ માટે તમામ દેશો પર એકસરખો 10% ટેરિફ લાગુ કર્યો હતો. આ પગલાએ વૈશ્વિક વેપાર વ્યવસ્થામાં નોંધપાત્ર ફેરફાર લાવ્યો છે અને ભારતને મળતી ખાસ ટેરિફ છૂટછાટોમાં ઘટાડો થયો છે. પરિણામે હવે બંને દેશો વચ્ચે નવા ટેરિફ માળખા પર ચર્ચા થવાની સંભાવના છે.
ADVERTISEMENT
7 ફેબ્રુઆરીએ જાહેર કરાયેલા બેઝિક ટ્રેડ એગ્રિમેન્ટ હેઠળ અમેરિકાએ ભારતીય માલ પરનો ટેરિફ 50%માંથી ઘટાડીને 18% કર્યા હતો. સાથે જ ભારત દ્વારા રશિયન તેલની ખરીદી પર લાગતા 25% દંડાત્મક ટેરિફને પણ દૂર કરવામાં આવ્યો હતો. જેના બદલામાં ભારતે અમેરિકાના કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનો જેમ કે બદામ, ફળો, સોયાબીન તેલ, વાઇન અને સ્પિરિટ પરના ટેરિફમાં છૂટછાટ આપી હતી. આ ઉપરાંત ભારતે આગામી પાંચ વર્ષમાં 500 બિલિયન ડોલર સુધીના અમેરિકન માલ ખરીદવાની તૈયારી દર્શાવી હતી. જેમાં ઊર્જા, વિમાન, ટેકનોલોજી અને કોકિંગ કોલ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
પરંતુ હવે અમેરિકાએ તમામ દેશો માટે એકસમાન ટેરિફ નીતિ અમલમાં મૂકી હોવાથી ભારતને મળતો તુલનાત્મક ફાયદો ઓછો થયો છે. આ કારણે બંને દેશોને હાલના કરાર પર ફરીથી વિચાર કરવાની જરૂર પડી છે. ઉપરાંત સેકશન 301 હેઠળ અમેરિકાના ટ્રેડ પ્રતિનિધિ દ્વારા શરૂ કરાયેલી બે તપાસોએ ચર્ચાઓને વધુ જટિલ બનાવી છે. ભારતે આ આરોપોને ફગાવી દીધા છે અને જણાવ્યું છે કે આ તપાસનો કોઈ મજબૂત આધાર નથી જેને કારણે આ મુદ્દા ચર્ચામાં કેન્દ્રસ્થાને રહેવાની શક્યતા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ચર્ચાઓ એવા સમયે થઈ રહી છે જ્યારે વૈશ્વિક વેપાર ગતિશીલતા ઝડપથી બદલાઈ રહી છે. અંદાજ મુજબ ચીન 2025-26 સુધીમાં અમેરિકાને પાછળ છોડીને ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર બની શકે છે. ગયા નાણાકીય વર્ષમાં ભારતની અમેરિકામાં નિકાસ 0.92% વધીને $87.3 બિલિયન થઈ હતી. જ્યારે આયાત લગભગ 16% વધી 52.9 બિલિયન સુધી પહોંચી હતી. જોકે ભારતનો વેપાર સરપ્લસ 40.89 બિલિયનથી ઘટીને 34.4 બિલિયન રહ્યો હતો. હાલ બેઝિક ટ્રેડ એગ્રિમેન્ટ (BTA) પર હજી સહી થવાની બાકી છે અને ભારતીય અધિકારીઓ આ કરારમાં જરૂરી ફેરફારો માટે પ્રયાસ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.