બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:57 AM, 20 April 2026
Gold Silver Rate : સોના-ચાંદીના ભાવને લઈ ફરી એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં અઠવાડિયાની શરૂઆત સાથે જ Multi Commodity Exchange of India પર સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો નોંધાયો છે. ગયા અઠવાડિયે તેજી બાદ આ અચાનક આવેલી મંદીએ રોકાણકારોને ચોંકાવી દીધા છે.
ADVERTISEMENT
ચાંદીમાં સૌથી મોટો ઘટાડો
સૌથી મોટો ઝટકો ચાંદીના બજારમાં આવ્યો છે. વાસ્તવમાં આજે ટ્રેડિંગ શરૂ થતા જ ચાંદીના ભાવમાં એક જ દિવસમાં ₹5,000થી વધુનો ઘટાડો થયો. પરિણામે પ્રતિ કિલો ચાંદીનો ભાવ નોંધપાત્ર રીતે નીચે આવી ગયો છે. ખાસ વાત એ છે કે, ચાંદી હવે તેના ઉચ્ચતમ સ્તરથી લાખો રૂપિયાની ઘટ સાથે ટ્રેડ થઈ રહી છે, જે બજારમાં ભારે અસ્થિરતાનો સંકેત આપે છે.
ADVERTISEMENT
સોનાના ભાવમાં પણ ઘટાડાનો માહોલ
આ તરફ સોનાના ભાવમાં પણ ઘટાડાનો માહોલ રહ્યો. 24 કેરેટ સોનાના વાયદા ભાવમાં શરૂઆતમાં જ ₹1,700થી વધુનો ઘટાડો જોવા મળ્યો. આ ઘટાડા પછી સોનું તેના સર્વોચ્ચ સ્તરથી લગભગ ₹50,000 સુધી સસ્તું થઈ ગયું છે. એટલે કે, થોડા સમય પહેલાં જે ભાવ પર સોનું વેચાતું હતું, તે હવે રોકાણકારોને વધુ સસ્તું મળી રહ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : પાકિસ્તાનથી શ્રીલંકા સુધી..., પેટ્રોલના ભાવ ભડકે બળ્યાં, જાણો ભારતના રેટ
આ ઘટાડા પાછળ આંતરરાષ્ટ્રીય પરિબળો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ખાસ કરીને મધ્ય પૂર્વમાં વધતા તણાવ, જેમાં ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષનો સમાવેશ થાય છે, તેના કારણે બજારમાં અનિશ્ચિતતા વધી છે. સામાન્ય રીતે આવા સંજોગોમાં સોનામાં તેજી જોવા મળે છે, પરંતુ હાલના સમયમાં નફાખોરી અને વૈશ્વિક બજારના દબાણને કારણે કિંમતો નીચે આવી રહી છે. ગયા અઠવાડિયે જોકે સ્થિતિ બિલકુલ વિપરીત હતી. ચાંદી અને સોનાના ભાવમાં સતત વધારો નોંધાયો હતો, જેમાં થોડા જ દિવસોમાં હજારો રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. પરંતુ નવા અઠવાડિયાની શરૂઆતમાં જ આ તેજી ઠંડી પડી ગઈ છે.
ADVERTISEMENT

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.