બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:42 AM, 20 April 2026
Petrol Diesel Price : વિશ્વભરમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવનો સીધો પ્રભાવ હવે પેટ્રોલ અને ડીઝલના દર પર જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં મધ્ય પૂર્વમાં વધતી તણાવપૂર્ણ પરિસ્થિતિઓ અને ઇરાન દ્વારા અમેરિકાએ વધુ ચર્ચા ન કરવાની જાહેરાતને કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ફરી તેજી આવી છે. તાજેતરમાં બ્રેન્ટ ક્રૂડમાં નોંધપાત્ર ઉછાળો આવીને તે લગભગ $95.89 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું છે, જે વૈશ્વિક બજારમાં ચિંતા વધારતું સૂચક છે.
ADVERTISEMENT
પાકિસ્તાન-નેપાળ અને શ્રીલંકામાં પેટ્રોલના ભાવમાં ભડકો
આ વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે ઘણા દેશોમાં ઇંધણના ભાવોમાં તેજ વધારો નોંધાયો છે. ભારતના પડોશી દેશોની વાત કરીએ તો પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ અને ચીનમાં પેટ્રોલના ભાવ નોંધપાત્ર રીતે ઊંચા છે. શ્રીલંકામાં પેટ્રોલનો ભાવ ₹134થી વધુ છે, જ્યારે નેપાળમાં તો તે ₹136ને પાર પહોંચી ગયો છે. મ્યાનમાર અને ચીનમાં પણ ભાવ ઊંચા સ્તરે છે, જે દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં થયેલા ફેરફારોનો વ્યાપક પ્રભાવ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
આ તરફ ભારતે ગ્રાહકોને રાહત આપવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લીધા છે. કેન્દ્ર સરકારે અગાઉ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર ₹10નો ઘટાડો કરીને સામાન્ય જનતાને રાહત પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આ કારણે અન્ય દેશોની સરખામણીએ ભારતમાં ભાવ નિયંત્રિત રહ્યા છે.

ADVERTISEMENT
હવે જાણો ભારતમાં કેટલો છે પેટ્રોલનો ભાવ ?
હાલના દર મુજબ, દિલ્હીમાં પેટ્રોલ ₹94.77 પ્રતિ લિટર અને ડીઝલ ₹87.67 પ્રતિ લિટર પર સ્થિર છે. જોકે દેશના અલગ-અલગ શહેરોમાં ટેક્સના તફાવતને કારણે ભાવોમાં ફેરફાર જોવા મળે છે. ઉદાહરણ તરીકે, કોલકાતામાં પેટ્રોલનો ભાવ ₹104.99 સુધી પહોંચી ગયો છે, જે દિલ્હીની સરખામણીએ લગભગ ₹10 વધુ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : 5 વર્ષમાં આ શેરે આપ્યું 900 ટકા રિટર્ન, સોમવારે ફોકસમાં રહેશે સ્ટોક
ADVERTISEMENT
ભારતમાં સૌથી સસ્તું પેટ્રોલ વેચતા શહેરો (સ્ત્રોત: ઇન્ડિયન ઓઇલ)
ADVERTISEMENT
ભારતમાં સૌથી સસ્તું ડીઝલ વેચતા શહેરો (સ્ત્રોત: ઇન્ડિયન ઓઇલ)
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.