ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:32 PM, 15 June 2025
ADVERTISEMENT
આ ઘટના સિદ્ધાર્થનગર જિલ્લાના લોટન પોલીસ સ્ટેશન વિસ્તારના તારઘોના ગામની છે. લગ્નની ના પાડતા નારાજ પ્રેમી મંગેતરના ઘરે પહોંચ્યો. મંગેતર પ્રિયંકાને ખબર નહોતી કે જેને તે પ્રેમ કરતી હતી તે તેનો જીવ લેવા આવ્યો છે. આ ઘટના 12 એપ્રિલની રાત્રે બની હતી. પ્રમીએ અચાનક પ્રિયંકા પર ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. જ્યારે યુવકે તેની મંગેતરનું ગળું કાપીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રિયંકાની ચીસો સાંભળી પરિવાર ગભરાઈ ગયો અને ખબર પડતા જ પ્રેમી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.
ADVERTISEMENT

સંબંધમાં તિરાડ પડતા હુમલો
ADVERTISEMENT
મળતી માહિતી અનુસાર, પ્રિયંકાના લગ્ન પસંદ કુમાર નામના યુવક સાથે સાથે નક્કી થયા હતા. આ યુવક મહારાજગંજ જિલ્લાના કોલહુઈ પોલીસ સ્ટેશન વિસ્તારના બેલવા બકનિહાવા ગામના રહેવાસી છે. આ બંને લોકો વચ્ચે સારા સબંધ હતા. પરંતુ કોઈ કારણોસર આ સંબંધમાં તિરાડ પડી હતી. ગુસ્સે ભરાયેલા, પસંદ કુમાર રાત્રે મંગેતરના ઘરે પહોંચ્યો અને ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો.

ADVERTISEMENT
પ્રિયંકાની ચીસોથી ઘરના સભ્યોના શ્વાસ અદ્ધર થયા
પ્રિયંકાની ચીસો સાંભળીને પરિવારના સભ્યો જાગી ગયા અને તરત જ તેના રૂમમાં પહોંચી ગયા. પરિવારજનોએ ઘાયલ પ્રિયંકાને પહેલા લોટન સ્થિત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર લઈ ગયા, ત્યાંથી તેને સિદ્ધાર્થનગર મેડિકલ કોલેજમાં દાખલ કારવામાં આવી હતી. હાલમાં પ્રિયંકાની હાલત ખતરાથી બહાર હોવાનું કહેવાય છે.
ADVERTISEMENT
વધુ વાંચો : દેરાણી-જેઠાણી વચ્ચે પ્રેમ પાંગર્યો, બન્ને ફરાર થયા, પાછા આવતા પતિઓએ કરી આ ડિમાન્ડ
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, છોકરીના પિતા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની ટીમ આરોપીને શોધી રહી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ