બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Crew Box Office Collection 100 crore club kareena kapoor tabu kriti sanon

મનોરંજન / કરીના કપૂરનો જલવો: 'ક્રૂ' 100 કરોડી થઈ, રજાના રવિવારે આટલા કરોડ બનાવ્યા

Published By: Arohi

Last Updated: 10:03 AM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Crew Box Office Collection: કરિના કપૂર ખાન, તબ્બૂ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ 'ક્રૂ'ને રિલીઝ થયે 10 દિવસ થઈ ગયા છે. સિનેમાઘરોમાં ફિલ્મ શાનદાર પ્રદર્શન કરી રહી છે.

રાજેશ એ કૃષ્ણનના નિર્દેશનમાં બનેલી 'ક્રૂ'ને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. અનિલ કપૂર ફિલ્મ એન્ડ કોમ્યુનિકેશન નેટવર્ક, બાલાજી મોશન પિક્ચર્સની આ ફિલ્મને રિલીઝ થયે 10 દિવસ થઈ ચુક્યા છે. કરીન કપૂર ખાન, તબ્બૂ અને કૃતિ સેનન મહત્વની ભુમિકામાં છે. બોલિવુડની આ ત્રણ એક્ટ્રેસનો જલવો દુનિયાભરમાં છે. 

રિલીઝના પહેલા અઠવાડિયે આ ફિલ્મને શાનદાર રિસ્પોન્સ મળ્યો હતો. ત્યાં જ હવે બીજા અઠવાડીયે કોમેડી ડ્રામા ફિલ્મ ફેંસને એન્ટરટેઈન કરી રહી છે. જાણો આખરે 'ક્રૂ'ને 10માં દિવસે એટલે કે સેકન્ડ સંડેએ કેટલા કરોડનું કલેક્શન કર્યું છે? 

'ક્રૂ' બોક્સ ઓફિસ કલેક્શન 
'ક્રૂ'ને સિનેમાઘરોમાં ખૂબ ઓડિયન્સ મળી રહી છે. ફિલ્મની કમાણીની વાત કરીએ તો 'ક્રૂ'એ રિલીઝના પહેલા દિવસે 9.25 કરોડથી વધારેની ઓપનિંગ કરી હતી. ફિલ્મના પહેલા એઠવાડીયાનું કલેક્શન 43.75 કરોડ રૂપિયા રહ્યું. 

ત્યાં જ આ ફિલ્મ બીજા અઠવાડિયામાં પણ શાનદાર વેપાર કરી રહી છે. ફિલ્મે શુક્રવારે 25 ટકાના ઉછાળ સાથે 3.75 કરોડની કમાણી કરી હતી. શનિવારે ફિલ્મની કમાણીમાં 40 ટકાની તેજી આવી અને તેણે 5.25 કરોડનો વેપાર કર્યો છે. 

વધુ વાંચો: Pushpa 2 Teaser: નવા પોસ્ટરમાં પુષ્પા 2ની ટીઝર રીલીઝ ડેટનું એલાન, ઝુકેગા નહીં સાલા

હવે ફિલ્મના 10માં દિવસ એટલે કે સેકન્ડ સંડેની કમાણીના શરૂઆતી આંકડા આવી ગયા છે. રિપોર્ટ અનુસાર 'ક્રૂ'એ રિલીઝના 10માં દિવસે 5.75 કરોડની કમાણી કરી છે. તેની સાથે જ ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મની અત્યાર સુધી કુલ કમાણી 58.50 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ રીતે જો આ ફિલ્મ કમાણી કરે છે તો જલ્દી જ ઘરેલૂ બોક્સ ઓફિસ પર પણ 100 કરોડના ક્લબમાં શામેલ થઈ જશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Crew Kareena Kapoor Kriti Sanon Tabu box office collection ક્રૂ Crew Box Office Collection

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ