બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર રોજ ઘણા વીડિયો વાયરલ થતા જ રહેતા હોય છે. અમુક વીડિયો જોઈને આપણે પણ વિચારમાં પડી જતા હોઈએ છીએ કે આવા લોકો આવે છે ક્યાંથી? સોશિયલ મીડિયા પર જેટલા અજીબ વીડિયો વાયરલ થાય છે અમુક તેટલાં જ ક્યૂટ વીડિયો પણ વાયરલ થતા હોય છે. અમુક વાયરેલ થયેલા વીડિયો લોકોને મુશ્કેલીમાં પણ મુકી દે છે.
વાયરલ થયા બાદ ઘમા વીડિયો મુશ્કેલીમાં પણ મુકી દે છે
હમણાં જ ખૂબ વાયરલ થયેલા એક વીડિયોએ એક યુટ્યુબરને મુશ્કેલીમાં મુકી દીધો અને તેને જેલની હવા પણ ખવડાવી દીધી છે. વીડિયો પર વ્યૂઝ લેવાના ચક્કરમાં એક વ્યક્તિએ પોતાના શ્વાનને ફૂગ્ગાઓ સાથે બાંધીને હવામાં ઉડાવી દીધો. ખેર આ વીડિયોને વ્યૂઝ તો મળ્યા પરંતુ સાથે સાથે આ વીડિયોના કારણે તે વ્યક્તિ અને તેની માતા બન્નેને જેલની હવા પણ ખાવી પડી છે. તેમના વિરૂદ્ધ ફરીયાદ દાખલ થઈ અને પોલીસે તે મામલે તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
લગ્ન મંડપમાં કપલે ગેમ રમવાનું શરૂ થઈ ગયું
હાલ સોશિયલ મીડિયા પર એક કપલનો ક્યૂટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે લગ્ન મંડપમાં બેઠા છે. નવવધૂ અને વરરાજા અગ્ની કુંડની સામે બેઠા છે અને બન્ને પાણીની બોટલ સાથે રમી રહ્યા છે. આ વીડિયોને કેપ્શન આપવામાં આવ્યું છે કે, 'જ્યારે પંડિતજી મંત્ર વાંચતા થાકી જાય તો ગેમ રમવી તો બને જ છે'. વીડિયોમાં વર અને વધૂના મોઢા પર કંટાળો અને થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો છે માટે કંટાળાને દૂર કરવા માટે તે બન્ને પાણીની બોટલને ફેંકીને તેને સીધી ઉભી કરવાની રમત રમી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ કપલને રમતા જોઈને અલગ અલગ કમેન્ટ્સ પણ કરી રહ્યા છે સાથે લાઈક અને શેર પણ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.