બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / coronavirus pandamic record new cases reported in maharashtra

Coronavirus / મહારાષ્ટ્રમાં કોરોના સંકટ વધ્યું, 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ કેસ નોંધાયા, 34 લોકોના મોત

Published By: Mehul

Last Updated: 11:08 PM, 6 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારીથી મહારાષ્ટ્ર ભારતમાં સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના આકંડા ડરાવનારા છે. બુધવારે જાહેર કરાયેલ રિપોર્ટમાં પ્રદેશમાં 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધારે 1233 કેસ સામે આવ્યા છે. જ્યારે 34 લોકોના ઘાતક વાયરસથી મોત થયા છે. તેમાંથી 25 એકલા મુંબઇના થયા હતા.

  • કોરોના મહામારીથી મહારાષ્ટ્ર ભારતમાં સૌથી વધારે પ્રભાવિત રાજ્ય
  • મહારાષ્ટ્રમાં 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધારે 1233 કેસ સામે આવ્યા 

જ્યારે મહારાષ્ટ્રના ઠાણેમાં 46 અને ધારાવીમાં 68 નવા કેસ સામે આવ્યા છે. પ્રદેશમાં સ્થિતિની ભયાનકતાને જોતા પ્રદેશ સરકારે કેન્દ્ર પાસેથી મદદ માંગી હતી, તેના માટે કેન્દ્રની મંજૂરી પણ મળી ગઇ છે. 

સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે બુધવારે આવેલા 1233 કેસ સહિત મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ કેસ 16,758 થઇ ચૂક્યા છે. તેમાંથી 651 દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. 34 લોકોના મોત બુધવારે થયા, જેમાંથી 25 મુંબઇના દર્દીઓ હતા. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે એવુ પહેલીવાર બન્યું છે કે જ્યારે પ્રદેશમાં 24 કલાકમાં નવા આવેલા કેસની સંખ્યા 4 ડિજિટમાં નોંધવામાં આવી હોય. દિવસેને દિવસે વધી રહેલા કેસ જોતા પ્રદેશમાં કોરોનાથી રાહત મળતી દેખાઇ રહી નથી. 

મુંબઇમાં આંકડો 10,000ને પાર

બુધવારની રિપોર્ટ મુજબ, મુંબઇમાં આજે નવા 769 કેસ નોંધાયા છે. આ મુંબઇમાં એક દિવસમાં કોરોના પોઝિટિવ નોંધાયેલા કેસનો સૌથી મોટો આંકડો છે. માત્ર મુંબઇમાં જ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 10,527 થઇ ગઇ છે. જ્યારે અત્યાર સુધીમાં 412 લોકોના મુંબઇમાં કોરોનાથી મોત થઇ ચૂક્યા છે. મુંબઇમાં આજે 159 દર્દીઓ સ્વસ્થ થયા છે. મુંબઇમાં અત્યાર સુધીમાં કુલ 2287 લોકો આ બીમારીથી સાજા થયા છે. 

જ્યારે મહારાષ્ટ્રના ઠાણેમાં આજે નવા 46 કેસ નોંધાયા છે. અહીં અત્યાર સુધીમાં કુલ 496 કેસ નોંધાયા છે. જ્યારે 19ના મોત થયા છે. મુંબઇમાં આવેલી ધારાવીમાં બુધવારે નવા 68 કોરોનાના કેસ સામે આવ્યા છે. આ સાથે અહીં કુલ 733 કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. જ્યારે 21 લોકોના મોત થઇ ચૂક્યા છે. 

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સતત વધી રહેલા કેસને જોતા મહારાષ્ટ્ર સરકારે રેલવે, ભારતીય સેના અને અન્ય કેન્દ્રીય એકમોની હોસ્પિટલોને આગ્રહ કર્યો હતો કે તે રાજ્યમાં હાજર પોતાની સેવાઓને સરકાર માટે ઉપલબ્ધ કરાવે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Maharashtra Mumbai National News covid 19 કોરોના વાયરસ coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ