બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / congress is ready for a new experiment with induction of kanhaiya kumar and jignesh mewani in party today

રાજકારણ / કન્હૈયા કુમાર અને જિગ્નેશ મેવાણી આજે કોંગ્રેસમાં જોડાશે, જાણો કોંગ્રેસનો શું છે પ્લાન

Dharmishtha

Last Updated: 09:01 AM, 28 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક વાર ફરી ચૂંટણીની હારનો સામનો કરી રહેલી કોંગ્રેસ વધુ એક પ્રયોગ કરવા માટે તૈયાર છે.

  • કન્હૈયા કુમાર અને જિગ્નેશ મેવાણી આજે કોંગ્રેસમાં જોડાશે 
  • આ પગલુ સમગ્ર દેશના યુવાઓને સાથે જોડવાની યોજનાનો ભાગ 
  • સમય જ નક્કી કરશે કે કન્હૈયા અને મેવાણીને જોડાવાનો પ્રયોગ કેટલો સફળ રહેશે

કન્હૈયા કુમાર અને જિગ્નેશ મેવાણી આજે કોંગ્રેસમાં જોડાશે 

પાર્ટી આંદોલનથી નિકળેલા યુવાઓને સંગઠનમાં જગ્યા આપીને ચૂંટણી જીતના ઉંમરે પહોંચવા માંગે છે. જેએનયૂના વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર અને ગુજરાતના ધારાસભ્ય તથા દલિત નેતા જિગ્નેશ મેવાણી પાર્ટી તરફથી રણનીતિનો ભાગ છે. બન્ને યુવા નેતા મંગળવારે કોંગ્રેસમાં જોડાઈ શકે છે.

આ પગલુ સમગ્ર દેશના યુવાઓને સાથે જોડવાની યોજનાનો ભાગ 

કન્હૈયા કુમાર અન જિગ્નેશ મેવાણી પાર્ટીની સમગ્ર દેશના યુવાઓને સાથે જોડવાની યોજનાનો ભાગ છે. પાર્ટી દરેક રાજ્યના યુવાઓને સાથે જોડવા માટે મહાભિયાન ચલાવવાની તૈયારી કરી રહી છે. આ પહેલી તક નથી. જ્યારે કોંગ્રેસે રાજકારણમાં નવો પ્રયોગ કરવાનો પ્રયાસ કર્યો છે. આની પહેલા પણ પાર્ટી અનેક પ્રયોગ કરી ચૂકી છે. જો કે આ તમામ પ્રયોગોના પરિણામ બહું ઉત્સાહ ભર્યા નહોંતા.

આ એક સારો પ્રયાસ હતો

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 2007માં પાર્ટીના મહાસચિવ તરીકે યૂથ કોંગ્રેસ અને એનએસયૂઆઈમાં આંતરિક ચૂંટણીની શરુઆત કરી હતી. આનું લક્ષ્ય સંગઠનમાં જમીની યુવા કાર્યકર્તાઓને આગળ વધવાની તક આપવાનો હતો. આ એક સારો પ્રયાસ હતો. પણ પ્રદેશમાં વરિષ્ઠ નેતાઓ પરિવારોની સાથે સંબંધ રાખનારા યુવા ધનબળના માઘ્યમથી પોતે ચૂંટણી જીતીને પદાધિકારી બની ગયા છે.

સમય જ નક્કી કરશે કે કન્હૈયા અને મેવાણીને જોડાવાનો પ્રયોગ કેટલો સફળ રહેશે

કોંગ્રેસે 2019માં લોકસભા ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવામાં ડેટાનો ઉપયોગ કર્યો હતો . આ પાર્ટીની શક્તિ એપે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. પાર્ટીએ 300 સીટ પર ડેટાનાં વિશ્લેષણના આધાર પર ઉમેદવાર નક્કી કરવાનો પ્રયોગ કર્યો. પણ પ્રયાસ સફળ ન રહ્યો. તેવામાં હવે સમય જ નક્કી કરશે કે કન્હૈયા અને મેવાણીના માધ્યમથી પાર્ટી યુવાઓને જોડાવામાં કેટલી સફળ રહે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Kanhaiya Kumar congress jignesh mewani કન્હૈયા કુમાર કોંગ્રેસ જિગ્નેશ મેવાણી congress
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ