બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Congress broke Diu municipality BJP in such majority

કેસરીયો / ભાજપે ફરી કોંગ્રેસના ગઢમાં પાડ્યું મોટું ગાબડુંઃ આ નગરપાલિકામાં કોંગ્રેસ તૂટી, ભાજપ આવી બહુમતીમાં

Published By: Mahadev Dave

Last Updated: 08:09 PM, 7 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દીવ પાલિકાના કોંગ્રેસના સાત સદસ્યો દીવ અને દમણના પ્રભારી વિજ્યાબહેન રાહતકરની હાજરીમાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે.

  • દીવ નગરપાલિકામાં કોંગ્રેસમાં ભંગાણ 
  • કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં જોડાયા
  • 7 સભ્યોએ પાર્ટી છોડતા પાલિકામાં ભાજપની બહુમતી

છેલ્લા 10 વર્ષથી દીવમાં શાસનની ધુરા સંભાળતા કોંગ્રેસ પક્ષનો આંતરિક વિખવાદ આજે ખુલ્લીને બહાર આવ્યો છે. દીવ કોંગ્રેસમાં મોટાપાયે ભંગાણ સર્જાયુ છે. કોંગ્રેસથી નારાજ કોંગ્રેસના 7 સભ્યો આજે કેસરિયા રંગે રંગાતા કોંગ્રેસ ભાંગીને ભુક્કો થઇ છે. મહત્વનું છે કે એક બાજુ ગુજરાત વિધાનસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે આવે ખરે સમયે ભાજપે ફરી કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પાડ્યું છે. કોંગ્રેસમાં આંતરીક ડખ્ખો શાંત થવાનું નામ નહી લે તો કોંગ્રેસને આગામી ચુંટણીમાં માઠા પરિણામ ભોગવવાનો વારો આવી શકે તેમ છે.

  

ભાજપમાં 10 અને કોંગ્રેસ પાસે રહ્યા 3 સદસ્યો 
રાજ્યમાં ચુંટણીના માહોલ વચ્ચે પક્ષના નારાજ કાર્યકારો અને આગેવાનો અન્ય પક્ષમાં જોડાટા હોવાની હોડ જામતી હોય છે. ત્યારે દીવ મ્યુનિસિપલ કાઉન્સિલના કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં જોડાયા છે. આજે કોંગ્રેસના સાત સદસ્યો દીવ અને દમણના પ્રભારી વિજ્યાબહેન રાહતકરની હાજરીમાં કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા છે. કોંગ્રેસના નારાજ જુથના 7 સભ્યો ભાજપમાં જોડાતા હવે દીવ મ્યુનિસિપલ કાઉન્સિલ પર કોંગ્રેસનું શાસન સમાપ્ત થયું છે. દીવ નગર પાલિકામા કુલ 13 બેઠકો છે જેમાં 10 કોંગ્રેસ પાસે અને 3 ભાજપના ફાળે હતી. છેલ્લા 10 વર્ષથી આ પાલિકા પર કોંગ્રેસનું શાશન હતું જો કે આજે 7 સદસ્યો ભાજપમાં જોડાતા હવે કોંગ્રેસ પાસે 3 સદસ્યો જ બાકી રહ્યા છે. સામે પક્ષે ભાજપની બેઠકમાં વધારો થયો છે અને તેની બેઠક વધીને 10 થતા ભાજપ મજબૂત પક્ષ બન્યો છે. નોંધનીય છે કે હવે આગામી જૂન માસમા દીવ પાલિકાની ચૂંટણી યોજવા જઇ રહી છે. આવા ખરે ટાણે જ ભાજપે ખેલ પડી દીધો છે.

કોણ કોણ કોંગ્રેસમાંથી ભાજપમા આવ્યા

  1. હરેશ પાંચા 
  2. રવિ સોલંકી 
  3. દિનેશ સાકાર 
  4. ભાગ્યવન્તિબેન ચુનીલાલ 
  5. નિકિતાબેન દેવાંગ
  6. ભાવનાબેન દુધમલ
  7. રંજનબેન રાજુ

દીવ પાલિકાના પ્રમુખને કરાયા છે સસ્પેન્ડ
મહત્વનું છે કે દીવ પાલિકાના પ્રમુખ હિતેશ સોલંકીને લાંબા સમયથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સીબીઆઈની તપાસનો ધમધમાટ એક મહિના સુધી ચાલ્યો હતો. પરંતુ હિતેશ સોલંકી વિરુદ્ધ કોઈપણ પુરાવા મળ્યા ન હતા. પરંતુ આઇટી વિભાગ દ્વારા તેમના પર આવક કરતાં વધુ સંપત્તિનો કેસ કરવાં આવ્યો હતો જેને પગલે તેઓને સસ્પેન્ડ કરાયા છે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Diu municipality Majority congress diu politics

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ