બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / Politics / Congress attacked BJP on the matter of impact fee

વિધાનસભા સત્ર / ઈમ્પેક્ટ ફી મામલે આમને સામને: અમિત ચાવડાનો દાવો આખી સોસાયટીઓ ગેરકાયદેસર રીતે બંધાઈ જાય છે, મંત્રીએ બતાવ્યો 'અરિસો'

Dinesh

Last Updated: 06:44 PM, 20 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈમ્પેક્ટ ફી મામલે કોંગ્રેસના ભાજપ પર આકરા પ્રહાર; વહીવટી તંત્ર દ્વારા શહેરી વિસ્તારમાં ભ્રષ્ટાચાર ચાલે છે અને આખી સોસાયટીઓ ગેરકાયદેસર રીતે બંધાઈ જાય છે: અમિત ચાવડા

  • ઈમ્પેક્ટ ફી મામલે કોંગ્રેસના ભાજપ પર આકરા પ્રહાર
  • શૈલેષ પરમાર બાદ હવે અમિત ચાવડાએ તંત્ર સામે ઉઠાવ્યા સવાલો
  • અમિત ચાવડાના આક્ષેપો પર મંત્રી ઋષિકેશ પટેલે વળતો જવાબ આપ્યો


ઈમ્પેક્ટ ફી મામલે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યો છે. કોંગ્રેસના શૈલેષ પરમાર બાદ હવે અમિત ચાવડાએ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. ઈમ્પેક્ટ ફી મુદ્દેની ચર્ચા દરમિયાન તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતાં.

અમિત ચાવડાના વહીવટી તંત્ર પર આક્ષેપ
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ વહીવટી તંત્ર પર આક્ષેપ કર્યો છે તેમણે કહ્યું કે, વહીવટી તંત્ર દ્વારા શહેરી વિસ્તારમાં ભ્રષ્ટાચાર ચાલે છે. તેમણે જણાવ્યું કે, આખી સોસાયટીઓ ગેરકાયદેસર રીતે બંધાઈ જાય છે અને 9 વર્ષથી ભાજપની બહુમતી વાળી સરકાર છતાં ગેરકાયદેસર બાંધકામ થયા છે. સંપૂર્ણ બહુમતી વાળી ભાજપની સરકાર ચાલી રહી છે છતા હજૂ પણ લખવું પડે કે યોગ્ય રીતે લાભ આપી ન શક્યા.

અમિત ચાવડાના આક્ષેપો પર મંત્રી ઋષિકેશ પટેલનો જવાબ
અમિત ચાવડાના આક્ષેપો પર મંત્રી ઋષિકેશ પટેલે વળતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, જે કહેવું હોય તે સ્પષ્ટ કહી શકો છો તેમણે જણાવ્યું કે, નગરપાલિકા, કોર્પોર્શન સામે આક્ષેપો થઈ રહ્યા છે અને તમામ નગરપાલિકા, મનપામાં ભ્રષ્ટાચાર હોત તો 156 ધારાસભ્ય ન હોત તેમણે કહ્યું કે, બિલના સંદર્ભેમાં ચર્ચા કરવામાં આવે તે યોગ્ય

ઋષિકેશ પટેલના જવાબ બાદ ફરી અમિત ચાવડાનો ફરી કટાક્ષ
ઋષિકેશ પટેલના જવાબ બાદ અમિત ચાવડાએ ફરી કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, ચૂંટણી ફંડની વાત નથી કરી, વિકાસ માટે ફંડની વાત કરી હોઈ શકે તેમણે કહ્યું કે, નદીની જગ્યામા ખાનગી બિલ્ડરો કોંપ્લેક્ષ બાંધે છે. વડોદરામાં નદીના પટ પર બાંધકામનો મુદ્દો ગૃહમાં ઉઠ્યો હતો. તેમણે કહ્યું કે, વડોદરામાં નદીની જગ્યામાં બાંધકામ થયું છે અને બાંધકામના વિરોધમાં આંદોલન પણ થયું હતુ.

ઈમ્પેક્ટ ફીનો કાયદો સમજો

  • અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવું
  • 1 ઓક્ટોબર 2022 પહેલાના બાંધકામને આ યોજનાનો લાભ મળશે
  • રેરાના કાયદાના કિસ્સામાં ઈમ્પેક્ટ ફીનો વટહુકમ લાગુ નહીં પડે
  • શહેરી વિસ્તારમાં આ નિર્ણય લાગુ થશે
  • ઈમ્પેક્ટ ફીના કાયદામાં 50 ટકા પાર્કિંગ ફરજિયાત રહેશે
  • આંતરમાળખાકીય વિકાસ ભંડોળમાં ઈમ્પેક્ટ ફીની રકમ જમા થશે
  • રહેણાંક અને અનઅધિકૃત બાંધકામ માટે ફી નક્કી કરવામાં આવી
  • 50 થી 100 ચોરસ મીટર સુધી 6 હજાર રૂપિયા ફી નક્કી કરાઈ
  • 100 થી 200 ચોરસ મીટર સુધી 12 હજાર રૂપિયા ફી નક્કી કરાઈ
  • વાણિજ્યિક અને અનઅધિકૃત બાંધકામ માટે રહેણાંક વિસ્તાર કરતા બમણો દર
  • 2011થી અત્યાર સુધી ત્રણ વાર ઈમ્પેક્ટ ફી અંગે વટહુકમ બહાર પડાયો હતો
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ