બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / commonwealth games 2022 bindyarani devi silver medal in 55 kg weightlifting team india
ADVERTISEMENT
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતને ચોથો મેડલ પ્રાપ્ત થયો છે. બિંદિયારાની દેવીએ વૂમેન્સ વેટલિફ્ટિંગના 55 કિલો ભારવર્ગમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. બિંદિયારાની સ્નેચમાં 86નો સ્કોર કર્યો હતો. તો વળી ક્લીન એન્ડ જર્કમાં 116નો સ્કોર બનાવ્યો હતો એટલે કે, તેમણે કુલ 202 કિલોનો સ્કોર કરતા રજત પદક પોતાના નામે કર્યો હતો.
ADVERTISEMENT
Birmingham, UK | I'm very happy to get a #silver in the first time of playing #CWG. Today was my life's best performance... gold slipped out of my hand; when I was at podium, I wasn't at the center; will do better next time: Indian weightlifter Bindyarani Devi on winning a silver pic.twitter.com/E1DEOmEFIO
— ANI (@ANI) July 30, 2022
વેઈટલિફ્ટિંગમાં સિલ્વર જીતવા પર બિંદિયારાની ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું કે, હું પહેલી વાર કોમનવેલ્થ ગેમ્સમાં રમી અને સિલ્વર જીતીને ખુશ છું. આજે મારી જીંદગીનું સૌથી બેસ્ટ પરફોર્મેંસ હતું. જો કે, મારા હાથમાં ગોલ્ડ નિકળી ગયો. જ્યારે હું પોડિયમ પર હતી, ત્યારે સેન્ટરમાં નહોતી. આગામી વખતે વધુ સારુ પ્રદર્શન કરવાની કોશિશ કરતી રહીશ.
ADVERTISEMENT
SUPER SENSATIONAL SILVER FOR BINDYARANI 🔥🔥
— SAI Media (@Media_SAI) July 30, 2022
Bindyarani Devi 🏋♀️wins 🥈in the Women's 55kg with a total lift of 202kg, after an amazing come back 💪💪
Snatch - 86 kg (PB & Equalling NR)
Clean & Jerk - 116 kg (GR & NR)
With this 🇮🇳 bags 4️⃣🏅 @birminghamcg22#Cheer4India pic.twitter.com/iFbPHpnBmK
ADVERTISEMENT
ખાસ વાત એ છે કે, કોમનવેલ્થ 2022માં ભારતને ચાર પદક અત્યાર સુધીમાં વેઈટલિફ્ટોરે જ અપાવ્યા છે. જ્યાં ટોક્યો ઓલંપિકની રજક પદત વિજેતા મીરાબાઈ ચનૂએ 49 કિલો ભારવર્ગમાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તો વળી સંકેત મહાદેવ અને ગુરુરાજા પૂજારી ક્રમશ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યા હતા.
CWG 2022: Indian weightlifter Bindyarani Devi wins silver medal in Women's 55kg final
— ANI Digital (@ani_digital) July 30, 2022
Read @ANI Story | https://t.co/zNwtnf1UKn#CWG2022 #BindyaraniDevi #SilverMedal #CommonwealthGames2022 pic.twitter.com/iihJe25qhX
ADVERTISEMENT
આવી રહી છે બિંદિયારાનીની સફર
ADVERTISEMENT
મણિપુરની બિંદિયારાની દેવી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) કેન્દ્રમાં તાલીમ લઈ રહ્યા હતા. પરંતુ જ્યારે કોરોનાકાળના કારણે સેન્ટર બંધ થઈ ગયું ત્યારે બિંદિયારાનીએ અનિતા ચાનુના માર્ગદર્શન હેઠળ તાલીમ લીધી, જેઓ સ્ટાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુની કોચ રહી ચૂક્યા છે.
"My next targets are national games, World Championship, Asian Games & then the 2024 Paris Olympics. I'll do better in them," said Bindyarani Devi Sorokhaibam on winning a #silver medal in Women's 55 Kg weightlifting pic.twitter.com/C9VyRVdnXa
— ANI (@ANI) July 30, 2022
બિંદિયારાની દેવીએ મલેશિયાના પેનાંગમાં આયોજીત 2016માં વિશ્વ યુવા ચેમ્પિયનશિપમાં ઈંટરનેશનલ ડેબ્યૂ કર્યુ અને 10માં સ્થાન પર રહ્યા હતા. 23 વર્ષિય બિંદિયારાની દેવી વર્ષ 2019માં સાઉથ એશિસન ગેમ્સમાં તેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2019માં બિંદિયારાનીએ કોમનવેલ્થ ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.