ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / CM Rupani Inaugurates The High tech studio of VTV gujarati News

અમદાવાદ / CM રૂપાણીએ ગુજરાતની સૌથી લોકપ્રિય ચેનલ VTV Newsના હાઈટેક સ્ટુડિયોનું ઉદ્ધાટન કર્યું

Published By: Hiren

Last Updated: 08:40 PM, 29 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની સૌથી લોકપ્રિય ચેનલ VTV Newsના હાઈટેક સ્ટુડિયોનું ઉદ્ધાટન કર્યું છે. અમદાવાદના સમભાવ હાઉસ ખાતે સાંજે 7.30 કલાકે CM રૂપાણીએ હાઈટેક સ્ટુડિયોનું ઉદ્ધાટન કર્યું છે. સમભાવ ગ્રુપના CMD કિરણ વડોદરિયા, ડિરેકટર જગદીશ પાવરા, COO નીરજ અત્રી અને VTV Newsના એડિટર ઇસુદાન ગઢવી સહિતના અનેક મહાનુભવો હાજર રહ્યા હતા.

ADVERTISEMENT

આદ્યશક્તિ માઁની આરાધનાના પ્રથમ દિવસે અર્થાત્ પ્રથમ નોરતાના શુભ દિવસે CM રૂપાણીએ સમભાવ ગૃપના VTV Newsના હાઈટેક સ્ટુડિયોનું ઉદ્ધાટન અને TOP FMના 8 સ્ટેશન પરથી નવરાત્રિની શુભેચ્છાનો પ્રજાજોગ સંદેશ પાઠવ્યો હતો. 



VTV  News ગુજરાતની સૌથી લોકપ્રિય ચેનલ

VTV News ગુજરાતની સૌથી લોકપ્રિય ચેનલ છે. જેમાં પ્રજાનો અવાજ અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં આવે છે. VTV Newsમાં પ્રસારિત થતો ગુજરાતનો સૌથી લોકપ્રિય પ્રાઈમ ટાઈમ શૉ (મહામંથન) છે.  


TOP FMના સ્ટેશનોથી નવરાત્રિની શુભેચ્છા પાઠવી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમભાવ TOP FMના 8 સ્ટેશનોથી ગુજરાતની પ્રજાને નવરાત્રિનો શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે. અમદાવાદના સમભાવ હાઉસ ખાતે આવેલા TOP FMના હેડક્વાર્ટર પરથી CM રૂપાણીએ ગુજરાતની પ્રજાને સંબોધિત કરી હતી. વિજય રૂપાણીએ ગુજરાતની પ્રજાને નવરાત્રિનો શુભેચ્છા સંદેશ આપ્યો હતો.

CM રૂપાણી VTV ના સ્ટુડિયોના ઉદ્ધાટન પ્રસંગે 

મુખ્યમંત્રીએ TOP FMના સ્ટેશન પરથી પ્રજાજોગ સંદેશ પાઠવ્યો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ TOP FMના માધ્યમથી ગુજરાતની પ્રજા સંદેશ પાઠવ્યો હતો. જેમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં માગ્યા મેઘ વરસ્યા છે અને આજે સવારે મેં પ્રાર્થના કરી હતી કે હવે ખમૈયા કરે. પરંતુ ઘણા વર્ષ પછી આટલો સારો વરસાદ પડ્યો છે. રાજ્યનો કોઇપણ જિલ્લો-તાલુકો બાકી નથી રહ્યો. એવરેજ કરતા બધે જ સારો વરસાદ પડ્યો છે. ત્યારે આપણા માટે તે આનંદની વાત છે. 

આ સાથે જ પહેલી વખત રાજ્યનો નર્મદા ડેમ પણ છલોછલ ભરાયો છે. દર વર્ષે દરવાજા નહીં હોવાને કારણે પાણી દરિયામાં વહી જતું હતું પરંતુ ચાલુ વર્ષે પાણીનો સંગ્રહ કરી શકાયો છે.  આ સાથે છેલ્લા એક વર્ષમાં આપણે જળસંચયના 30 હજારથી વધુ કામો આપણે કર્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

TOP FM VTV gujarati News cm rupani gujarat વીટીવી ન્યૂઝ સીએમ રૂપાણી ahmedabad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ