ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / મેમાં ફરી વધશે સિગારેટના ભાવ, ખબર આવતાં જ આ 2 શેરોમાં તોફાની તેજી

બિઝનેસ / મેમાં ફરી વધશે સિગારેટના ભાવ, ખબર આવતાં જ આ 2 શેરોમાં તોફાની તેજી

Published By: Nirav Kumar

Last Updated: 11:04 PM, 29 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિગારેટ પર સંસદે એક્સાઇઝ ડ્યુટી વધારી હોવાથી કંપનીઓ ભાવ વધારવા જઈ રહી છે. આથી દેશની 2 સિગારેટ બનાવતી કંપનીઓના શેરમાં મોટો વધારો જોવા મળ્યો છે.

ADVERTISEMENT

સિગારેટ કંપનીઓ ભાવ વધારવા જઈ રહી છે. આ સમાચાર આવ્યા બાદ 2 કંપનીઓના શેરમાં મોટો વધારો જોવા મળ્યો છે. આ સિગારેટ મેન્યુફેક્ચરર શેરમાં લગભગ 8 ટકાનો વધારો થયો છે. આ અંગેના રિપોર્ટ અનાવે છે કે કંપનીઓ સિગારેટના ભાવમાં 17 ટકા સુધીનો વધારો કરી શકે છે. આમ જે 2 કંપનીઓએ ભાવ વધારાનો અહેવાલ આપ્યો છે તેમાં ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયા અને આઇટીસીનો સમાવેશ થાય છે.

ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયાના શેર ઇન્ટ્રાડે લગભગ 8 ટકા વધ્યા હતા અને 2280 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા હતા. આ સ્ટોક એક મહિનામાં 21 ટકા વધ્યો છે. પણ 6 મહિનામાં તે હજુ પણ 27 ટકા ઘટ્યો છે. આ રીતે આઇટીસીના શેર 4 ટકા વધ્યા છે. જે 315.95 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા છે. આ સ્ટોક એક મહિનામાં 10 ટકા વધ્યો છે, પણ6 મહિનામાં તે 25 ટકા ઘટ્યો છે.

VTV DIGITAL
  • સિગારેટના ભાવમાં વધારો કેમ ?

મીડિયા રિપોર્ટ મુજબ આઇટીસી માટ મે 2026 માં ગોલ્ડફ્લેક પ્રીમિયમ પેકની કિંમત 115 રૂપિયાથી વધીને આશરે 135 રૂપિયા થવાની શક્યતા છે. તેનાથી એક સિગારેટની કિંમત પણ વધશે. આ ભાવ વધારાથી કંપનીના પ્રોફિટ પરનો બોજ ઘટશે.

આ વધારો સરકાર દ્વારા લગાવવામાં આવેલા વધારાના ટેક્સને સરભર કરવા માટે કરવામાં આવી રહ્યો છે. આ વર્ષની શરૂઆતમાં સંસદે સેન્ટ્રલ એક્સાઇઝ (સુધારા) બિલ 2025 ને મંજૂરી આપી હતી. આ બિલમાં સિગારેટ અને બીજી તમાકુ પ્રોડક્ટ પર ડ્યુટીમાં મોટો વધારો કરવામાં આવ્યો હતો.

સંસદના આ આદેશ મુજબ GST સિવાય સિગારેટ પર 40 ટકા એક્સાઇઝ ડ્યુટી લગાવવામાં આવશે. નાણા મંત્રાલયે સૂચના આપી છે કે સિગારેટની લંબાઈના આધારે 2050 થી 8500 રૂપિયા પ્રતિ 1,000 સ્ટીક સુધીની એક્સાઇઝ ડ્યુટી 1 ફેબ્રુઆરીથી લાગુ થશે.

વધુ વાંચો : ગેસ સિલિન્ડર થશે મોંઘું? સરકારી સબસિડી પર અસર, લોકોની વધી ચિંતા

  • 2 થી 3 રૂપિયા વધશે

ICICI સિક્યોરિટીઝના એનાલિસ્ટોએ જણાવ્યું હતું કે આ ડ્યુટી 75-85 મીમી સિગારેટની કુલ કિંમતમાં 22-28 ટકાનો વધારો કરશે. તેમને જણાવ્યું હતું કે ITCના કુલ પ્રોડક્શનના આશરે 16% ભાગમાં 75 મીમીથી વધુ લાંબી સિગારેટનો સમાવેશ થાય છે, અને તેના પરિણામે સિગારેટના ભાવમાં 2 થી 3 રૂપિયાનો વધારો થશે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Excise Duty ITC Cigarette Companies

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ