બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / વિશ્વ / Chinese Long horn Beetle cause havoc in many countries in World

ચિંતાજનક / ચીન ફરીવાર આવ્યું ચર્ચામાં, વિશ્વના અનેક દેશોમાં ચીની કીડાએ મચાવી ભારે તબાહી

Vidhata

Last Updated: 03:42 PM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનના લોન્ગ હોર્ન બીટલ (Chinese Long horn Beetle) નામના કીડાએ વિશ્વના અનેક દેશોમાં ભારે તબાહી મચાવી છે. આ કીડાના કારણે વાંસ ઉદ્યોગને ભારે નુકસાન થઈ રહ્યું છે.

ચીન અવારનવાર તેની અવળચંડાઈને કારણે ચર્ચામાં રહે છે. ક્યારેય તેની સરહદો પરની કાર્યવાહીને પગલે તો ક્યારેક કોરોના જેવા વાયરસને કારણે. આ વખતે ચીન ફરીવાર ચર્ચામાં આવી ગયું છે. જેમાં ચીનની તેના એક જીવજંતુના કારણે ચર્ચા થઈ રહી. વાત એમ છે એક ઉધઈ પ્રકારનાં ચીનના કીડા વિશ્વમાં મોટા પાયે નુકસાન કરી રહ્યા છે. ચીનના આ લોન્ગ હોર્ન બીટલ (Chinese Long horn Beetle) નામના કીડાની ક્ષમતા એટલી વધારે છે કે તે કેટલાક દિવસોમાં જ આખા જંગલને પણ સાફ કરી શકે છે.

ચીનના આ કીડા ગુબરૈલા નામથી પણ જાણીતા છે. આ કીડા ચીન, તાઇવાન, કોરિયન દ્વીપકલ્પમાં મળી આવે છે. પરંતુ હવે આ કીડા અમેરિકા, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ અને ભારતના કેટલાક રાજ્યમાં પણ પહોંચી ગયા છે. આ કીડા એટલા ખતરનાક છે કે એકવાર ઝાડ કે છોડમાં ઘૂસી જાય તો તે સરળતાથી નીકળતા નથી અને તેને કાઢવા માટે આખું ઝાડ જ કાપી નાખવું પડે છે. 

જર્મનીની હેમ્બર્ગ યુનિવર્સિટીના શોધકર્તાઓ પણ આ લોન્ગ હોર્ન બીટલ (Chinese Long horn Beetle) થી ચિંતામાં મુકાઈ ગયા છે. આ શોધકર્તાઓ અનુસાર જો આ લોન્ગ હોર્ન બીટલ એકવાર તમારા ઘરમાં ઘુસી જાય તો તે ઘરની અંદરની લાકડાની તમામ વસ્તુઓ ખાઈ જાય છે. જેમાં ડાઈનિંગ ટેબલ, ખુરશી, બારી-બારણાં અને લાકડાના સોફા જેવી વસ્તુઓ ખાઈ જાય છે. તાજેતરમાં જ આ કીડાએ સ્વિટ્ઝર્લૅન્ડમાં તબાહી મચાવી કે તેને કારણે ત્યાંના જંગલનો એક હિસ્સો કાપી નાખવો પડ્યો. લોન્ગ હોર્ન બીટલ (Chinese Long horn Beetle)થી ઘણા દેશોમાં વાંસ ઉદ્યોગને ભારે નુકસાન પણ થયું છે.

વધુ વાંચો: અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીએ ગુમાવ્યો જીવ, છેલ્લા ત્રણ મહિનામાં 10ના મોત

જણાવી દઈએ કે આ કીડા વાંસના લાકડાને વધારે નુકસાન પહોંચાડે છે. લોન્ગ હોર્ન બીટલ કીડા ઝાડમાં કાણું કરે છે અને તેમાં જ ઈંડા મુકે છે, બચ્ચા પેદા કરે છે અને પછી ફેલાઈ જાય છે. પછી નવી વંશાવલી પણ આ જ કામ કરે છે. ઝાડમાં કાણા થવાને કારણે તેને પોષણ નથી મળતું અને અંતે ઝાડ સુકાઈ જાય છે. આને કારણે વિશ્વભરમાં અબજો ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. યુરોપમાં આ પહેલી વાર 1924માં મળી આવ્યા હતા, ત્યારથી તબાહી મચાવી રહ્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ