બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Tech & Auto / China all set to begin researching for 6G telecom technology

Technology / ભારતના ગ્રામ્યવિસ્તારોમાં હજી 4Gના ફાંફા અને ચીને 6G ટેક્નોલોજીમાં રિસર્ચ શરુ કરી દીધું

Published By: Shalin

Last Updated: 05:56 PM, 7 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં રિલાયન્સ Jioએ દેશને 4G ટેકનોલોજીની ભેટ આપી છે. જો કે દુનિયા ટેકનોલોજી ક્ષેત્રે ભારતથી 2 કદમ આગે ચાલે છે. ચીને 6G ટેકનોલોજીના અતિશય ઝડપી ઇન્ટરનેટ માટે તૈયારીઓ આદરી છે. આ ટેકનોલોજીનું રીસર્ચ પણ ચીન અને અમેરિકા જેવા હરીફ દેશો માટે એક રેસ બની ગયું છે.

 

ચીને સત્તાવાર રીતે Sixth Generation ટેલિકોમ ટેક્નોલોજીનું પરીક્ષણ શરુ કરી દીધું છે. ચીનની મીડિયાના અહેવાલ મુજબ આ ટેક્નોલોજી લેટેસ્ટ વાયરલેસ ઇનોવેશન ઉપર કેન્દ્રિત હશે. 

ચીનની સરકારના મંત્રાલયો અને રિસર્ચ સેન્ટરોએ આ અઠવાડિયે ભેગા મળીને દેશમાં 6G ટેક્નોલોજી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ગ્રુપના શ્રી ગણેશ કર્યા હતા. આ રિપોર્ટ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડેઇલીમાં પ્રકાશિત થયો હતો જે ચીનના સાયન્સ અને ટેક્નોલોજી મંત્રાલયના નેજા હેઠળ પબ્લિશ થાય છે. 

ચીનનું અખબાર સાયન્સ એન્ડ ટેકનોલોજી ડેઈલી

નોંધનીય છે કે અતિ ઝડપી મોબાઈલ સેવાઓ માટે અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા થોડા મહિનાઓથી હરીફાઈ જામી છે. 

દુનિયાના તમામ દેશો 5G ટેક્નોલોજી અપનાવવાની કોશિશ રહ્યા છે જે 4G કરતા 20 ગણી વધુ ઝડપ પ્રદાન કરે છે. આ ટેક્નોલોજી સેલ્ફ ડ્રાઈવિંગ કાર અને ઑગમેન્ટેડ રિયાલિટી જેવી અદ્યતન સુવિધાઓ માટે મદદરૂપ થાય તેમ છે. 
 
એપ્રિલ મહિનામાં સાઉથ કોરિયાએ વિશ્વનું સૌપ્રથમ કોમર્શિયલ 5G ટેલિકોમ નેટવર્ક લોન્ચ કર્યાનો દાવો કર્યો હતો. જો કે USAએ આ દાવો ખોટો ગણાવ્યો હતો. ત્યારબાદ આ રેસમાં ચીન સામેલ થયું હતું જેમાં તેણે તેના મોટા ખેલાડી Huawei Technologiesને મેદાનમાં ઉતાર્યો હતો. 

અમેરિકાને ડર છે કે Huawei Technologiesનો ઉપયોગ ચીન અમેરિકા ઉપર જાસૂસી રાખવા માટે કરતું હોઈ શકે છે. આ કારણોસર મે મહિનામાં અમેરિકાએ Huawei Technologiesને અમેરિકાથી બનેલા સાધનો વાપરવા ઉપર પ્રતિબંધ લાદી દીધો અને અમેરિકાના મિત્ર રાષ્ટ્રોને પણ Huawei Technologiesને 5G નેટવર્ક્સથી બાકાત રાખવાની અપીલ કરી. 

આ ઉપરાંત અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફેબ્રુઆરીમાં ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેઓ USAમાં 6G ટેક્નોલોજી શક્ય હોય તેટલી જલ્દી લોન્ચ કરવા ઈચ્છે છે. 

ચીને આ પહેલા નિવેદન આપ્યું હતું કે તેઓ અલ્ટ્રા ફાસ્ટ મોબાઈલ ઈન્ટરનેટ સર્વિસ આવતા વર્ષથી ચાલુ કરવાનું વિચારે છે પરંતુ USA સાથેના ચાલી રહેલા તણાવના કારણે તેમણે આ પ્લાન ઝડપથી લોન્ચ કરવાનું નક્કી કર્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

4G 4G Internet 5G 5g network China china telecom huawei Technology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ