બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Assembly election 2023 / ભારત / chhattisgarh assembly election 2023 story first phase of chhattisgarh elections today assembly polls in mizoram

Assembly Elections 2023 / આજે જનતા બતાવશે પાવર: મિઝોરમની તમામ 40 બેઠકો પર મતદાન શરૂ, છત્તીસગઢમાં પણ વહેલી સવારથી લોકોમાં ઉત્સાહ

Dinesh

Last Updated: 08:27 PM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Assembly Elections 2023 : આજે છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં 20 બેઠકો પર મતદાન થવાનું છે તો બીજી તરફ મિઝોરમની તમામ 40 બેઠકો મતદાન થવા જઈ રહ્યો છે.

  • આજે છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં 20 બેઠકો પર મતદાન 
  • આજે મિઝોરમની તમામ 40 બેઠકો મતદાન
  • મતદાનને લઈ  60 હજાર સુરક્ષા જવાનો તૈનાત


Assembly Elections 2023 : છત્તીસગઢ અને મિઝોરમમાં આજે મતદાન થઈ રહ્યો છે. એક તરફ છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં 20 બેઠકો પર મતદાન થવાનું છે તો બીજી તરફ મિઝોરમની તમામ 40 બેઠકો મતદાન થવાનું છે. છત્તીસગઢની ઘણી બેઠકો એવી છે જે નક્સલ પ્રભાવિત વિસ્તાર છે. પ્રથમ તબક્કામાં મતદાનને સફળ બનાવવાની જવાબદારી 25,429 ચૂંટણી કર્મચારીઓના આપવામાં આવી છે.

19 બેઠકો પર કોંગ્રેસનો કબજો
છત્તીસગઢમાં મોહલા-માનપુર, અંતાગઢ, ભાનુપ્રતાપપુર, કાંકેર, કેશકાલ, કોંડાગાંવ, નારાયણપુર, દંતેવાડા, બીજાપુર અને કોન્ટાની 10 સીટો પર સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી મતદાન છે. બાકીની 10 બેઠકો ખૈરાગઢ, ડોંગરગઢ, રાજનાંદગાંવ, ડોંગરગાંવ, ખુજ્જી, પંડારિયા, કવર્ધા, બસ્તર, જગદલપુર અને ચિત્રકોટમાં સવારે 8 વાગ્યે મતદાન શરૂ થવાનો અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. જે 20 બેઠકો પર મતદાન થવાનું છે તેમાંથી 19 પર કોંગ્રેસનો કબજો છે. જેમાં પાર્ટીએ પેટાચૂંટણીમાં આ 19માંથી બે બેઠકો જીતી હતી.

223 ઉમેદવારો રાજકીય મેદાનમાં 
પ્રથમ તબક્કામાં 223 ઉમેદવારો રાજકીય મેદાનમાં ઉતર્યા છે, જેમાંથી 25 મહિલાઓ છે. આ તબક્કામાં રાજ્યના 40 લાખ 78 હજાર 681 મતદારો મતદાન કરશે. જેમાં 19 લાખ 93 હજાર 937 પુરૂષો અને 20 લાખ 84 હજાર 675 મહિલાઓ મતદાતાઓ છે. તેમજ 69 થર્ડ જેન્ડર પણ મતદાન કરશે. જેમાં પ્રથમ તબક્કામાં 5,304 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જેમાં 25 હજારથી વધુ ચૂંટણી કાર્યકરો તૈનાત કરવામાં આવ્યા છે. 5,304 મતદાન મથકોમાંથી 2,431 પર વેબ કાસ્ટિંગની સુવિધા કરવામાં આવી છે.

હેલિકોપ્ટર દ્વારા મતદાન ટીમો મોકલા
સુકમા, બીજાપુર, દંતેવાડા, કાંકેર અને નારાયણપુર જિલ્લામાં 156 મતદાન મથક પર  હેલિકોપ્ટર દ્વારા મતદાન ટીમો મોકલવામાં આવી છે. બાકીના જિલ્લાઓમાં 5,148 પોલિંગ બૂથો બસો દ્વારા મોકલવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, નક્સલ પ્રભાવિત બસ્તર ડિવિઝનના 12 વિધાનસભા મતવિસ્તારોમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના 40 હજાર સહિત કુલ 60 હજાર સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ 20 બેઠકોમાંથી 12 અનુસૂચિત જનજાતિ માટે અને એક અનુસૂચિત જાતિ માટે અનામત છે. સૌથી વધુ ઉમેદવારો 29 રાજનાંદગાંવ મતવિસ્તારમાં છે જ્યારે સૌથી ઓછા 7-7 ચિત્રકૂટ અને દંતેવાડા બેઠકો પર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ