બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / cheapest bajaj pulsar 125 sales crosses 40000 units within two months launch
ADVERTISEMENT

ખુબ જ આકર્ષક લુક અને દમદાર એન્જિન ક્ષમતાથી લેસ આ બાઇકની શરૂઆતી કિંમત માત્ર 64,000 રૂપિયા નક્કી કરાઇ છે. આ બાઇક ડ્રમ અને ડિસ્ક બંને વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. તેના ટોપ વેરિએન્ટની કિંમત 66,118 રૂપિયા નક્કી કરાઇ છે. લુક અને ડિજાઇનના મામલામાં આ બાઇક Bajaj Pulsar 150 જેવી જ છે. કંપનીએ તેના એન્જિનમાં બદલાવ કર્યો છે.
ADVERTISEMENT
Bajaj Pulsar 125માં 124.38 CCની ક્ષમતાનો સિંગલ સિલિન્ડર યુક્ત, ટૂ વોલ્વ એયર કૂલ્ડ એન્જિનનો પ્રયોગ કર્યો છે. જોકે, 12hpની પાવર અને 11 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેના ફ્રન્ટમાં કંપનીએ ટેલેસ્કોપિક સસ્પેન્શન અને પાછલા ભાગમાં ટ્વીન શોકનો પ્રયોગ કર્યો છે. આ બાઇકમાં કંપનીએ 17 ઇન્ચના એલોય વ્હીલ આપ્યા છે.

ADVERTISEMENT
જોકે, કંપનીએ આ બાઇકમાં એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમની જગ્યાએ કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ (CBS) નો પ્રયોગ કર્યો છે. જે તેની કિંમતને ઓછામાં ઓછી રાખવામાં મદદ કરે છે. તેનું કુલ વજન 139.5 કિલોગ્રામ છે. જે પલ્સર 150ની તુલનામાં લગભગ 4.5 કિલોગ્રામ ઓછું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.