બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Lalo મુવીની સ્ટારકાસ્ટ જ્યાં હાજર હતી ત્યાં અફરાતફરી સર્જાઇ, નાના બાળકો ફસાતા ભાગદોડ
Last Updated: 10:07 PM, 2 December 2025
Lalo movie star cast : રાજકોટના ક્રિસ્ટલ મોલ ખાતે ગુજરાતી ફિલ્મ લાલો ના પ્રમોશન દરમ્યાન ભારે અફરાતફરી સર્જાતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. પ્રમોશન ઈવેન્ટ માટે મોટી સંખ્યામાં લોકો, ખાસ કરીને બાળકો અને તેમનાં માતાપિતા ઉપસ્થિત હતા. ભીડ અચાનક વધી જતા નિયંત્રણની સ્થિતિ બગડી અને ભાગદોડ જેવી પરિસ્થિતિ બની ગઈ.
ADVERTISEMENT
એસ્કેલેટર પર બાળકીનો જીવ જોખમમાં મુકાયો
આ દરમિયાન મોલની ઈલેક્ટ્રિક સીડી (એસ્કેલેટર) પાસે સૌથી જોખમી સ્થિતિ ઉભી થઈ. ભીડના દબાણ વચ્ચે એક નાની બાળકી પગથિયા પરથી પટકાઈ ગઈ હતી. ઘટના એટલી અચાનક બની કે આસપાસના લોકો ભયભીત થઈ ગયા. જો કે હાજર રહેલા બે સજાગ વ્યક્તિઓએ તરત જ આગળ આવી બાળકીનો હાથ પકડી તેને નીચે સરકી જવાથી બચાવી લીધી. સમયસર મળી આવેલી મદદના કારણે બાળકીનો જીવ માંડ માંડ બચ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો: સચિન GIDC નજીકની સોસાયટીના મકાનમાં ફ્લેશ ફાયર થતા અફરાતફરી, 4 લોકો દાઝ્યાં
બાળકો અને લોકો થોડા સમય માટે ફસાઇ ગયા
ADVERTISEMENT
પ્રમોશન દરમિયાન મોલના અનેક બાળકો અને લોકો થોડા સમય માટે ફસાઈ ગયા હતા, જેના કારણે વધુ ગભરાટ ફેલાયો હતો. આંખો સામે બાળકો પડતા જોવા મળતા ઘણા માતાપિતાનો હૈયો કંપાઈ ગયો હતો. ઘટનાના વીડિયો અને દ્રશ્યો સોશિયલ મીડિયામાં પણ ઝડપથી વાયરલ થયા છે, જેમાં ભીડનો દબાણ અને ભાગદોડ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.
આયોજકે ઇવેન્ટનું આયોજન યોગ્ય રીતે ન કર્યું
ADVERTISEMENT
પ્રમોશન ઈવેન્ટના આયોજનમાં યોગ્ય વ્યવસ્થા ન કરવા બદલ લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. ભીડ નિયંત્રણ, સુરક્ષા ગાર્ડ અને એન્ટ્રી-એક્સિટ મેનેજમેન્ટ પૂરતું ન હોવાથી અફરાતફરી સર્જાઈ હોવાનું લોકો કહે છે. પરિસ્થિતિ ખરાબ બનતી જોઈ લાલો ફિલ્મના કલાકારો એ પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને જનસમૂહ વધુ અકળાઈ ન જાય એ હેતુથી ત્યાંથી ચાલતા થયા હતા.
ક્રિસ્ટલ મોલ અને આયોજકો સામે પ્રશ્નાર્થ
ADVERTISEMENT
ક્રિસ્ટલ મોલ મેનેજમેન્ટ અને આયોજકો સામે પ્રશ્નો ઊભા થયા છે કે મોટી ભીડવાળી ઈવેન્ટ માટે પૂરતી તૈયારીઓ કેમ કરવામાં આવી ન હતી. સૌભાગ્યે કોઈ મોટા જાનહાનિ સર્જાઈ નહીં, પરંતુ ઘટનાઓએ સુરક્ષા વ્યવસ્થાની ખામીઓ સ્પષ્ટ કરી દીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.