ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / સ્પોર્ટસ / Cricket / chamika karunaratne take catch loses teeth blood come from mouth injury video

ક્રિકેટ / લાઇવ મેચમાં એવું શું બન્યું કે એકાએક ખેલાડીએ ગ્રાઉન્ડ છોડવું પડ્યું? જુઓ ચોંકાવનારો વીડિયો

Published By: MayurN

Last Updated: 09:11 AM, 9 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લંકા પ્રીમિયર લીગમાં કેન્ડી ફાલ્કન્સ અને ગાલે ગ્લેડીયેટર્સ વચ્ચે મેચ રમાઈ હતી. ત્યારે ખેલાડી ચમિકા કરુણારત્ને ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તેના દાંત પણ તૂટી ગયા હતા

ADVERTISEMENT

  • શ્રીલંકા લીગમાં એક ભયાનક હાદસો થયો હતો 
  • મેચ દરમિયાન કેચ પકડતા ખેલાડીના મોઢા પર વાગ્યો બોલ
  • સ્ટાર ખેલાડી ચમિકા કરુણારત્ને ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો

શ્રીલંકામાં આ સમયે, લંકા પ્રીમિયર લીગમાં કેન્ડી ફાલ્કન્સ અને ગાલે ગ્લેડીયેટર્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં કેન્ડી ફાલ્કન્સનો 5 વિકેટે વિજય થયો હતો. પરંતુ આ મેચમાં કેન્ડી ફાલ્કન્સના સ્ટાર ખેલાડી ચમિકા કરુણારત્ને ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તેના દાંત પણ તૂટી ગયા હતા અને તેને લાઈવ મેચમાં જ મેદાનની બહાર જવું પડ્યું હતું. 

ખેલાડીને ઈજા થઈ હતી 
કાર્લોસ બ્રેથવેટના બોલ પર નુવાનિન્દુ ફર્નાન્ડોએ લાંબો સ્ટ્રોક લગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ બેટ પર યોગ્ય રીતે આવ્યો ન હતો. ચમિક કરુણારત્ને બોલને પકડવા પાછળ દોડ્યો હતો. તેણે શાનદાર કેચ લીધો, પરંતુ કેચ લેતી વખતે બોલ સીધો તેના મોં પર વાગ્યો, જેના કારણે તેના ત્રણ-ચાર દાંત તૂટી ગયા અને તે તરત જ મેદાન છોડી ગયો. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે અત્યારે સ્વસ્થ છે અને બાકીની મેચો માટે ઉપલબ્ધ રહેશે. 

 

વાયરલ વિડિયો
ચમિક કરુણારત્નેની ઈજાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચમિકા પર બોલ વાગતાની સાથે જ તેણે બોલ સાથી ખેલાડીને આપી દીધો. વીડિયો જોયા પછી તમે પણ ચમિકાની હિંમતને સલામ કરશો કે તેણે ઈજાગ્રસ્ત થયા પછી બોલ છોડ્યો નહીં. 

કેન્ડી ફાલ્કન્સે મેચ જીતી હતી 
પ્રથમ બેટિંગ કરતા ગેલે ગ્લેડીયેટર્સે ફાલ્કન્સને 122 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે કેન્ડી ફાલ્કન્સે 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ફાલ્કન્સ માટે કાર્લોસ બ્રેથવેટે શાનદાર બોલિંગ કરી હતી. તેણે ચાર ઓવરમાં 14 રન આપીને 4 વિકેટ લીધી હતી. તેના કારણે જ ગાલેની ટીમ મોટો સ્કોર કરી શકી ન હતી અને મેચ હારી ગઈ હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Chamika Karunaratne Cricket Injured Premier League Shrilanka Video viral Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ