બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / વિશ્વ / canada sets two year limit for international student permits effect on india student

તમારા કામનું / કેનેડા ભણવા જનારા ભારતીય વિદ્યાર્થીઓને મોટો ફટકો! સ્ટુડન્ટ વિઝાના નિયમમાં કરાયો ફેરફાર, જાણો શું

Manisha Jogi

Last Updated: 02:53 PM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડા સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે બે વર્ષની સીમાની જાહેરાત કરી છે. આ વર્ષે અંદાજે 3,60,000 માન્ય સ્ટડી પરમિટ મળવાની ધારણા છે.

  • કેનેડા ભણવા જનારા ભારતીય વિદ્યાર્થીઓને મોટો ફટકો!
  • આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે બે વર્ષની સીમાની જાહેરાત
  • 60,000 માન્ય સ્ટડી પરમિટ મળવાની ધારણા

કેનેડા સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે બે વર્ષની સીમાની જાહેરાત કરી છે. જેથી આ વર્ષે અંદાજે 3,60,000 માન્ય સ્ટડી પરમિટ મળવાની ધારણા છે. આ પરમિટનો આંકડો વર્ષ 2023 કરતા 35 ટકા ઓછો છે. ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરે જણાવ્યું કે, ‘હમણાં થોડા વર્ષોથી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતા કેનેડેમાં હાઉસિંગ સંકટ વધતા સરકારે ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો હતો.’

માર્ક મિલરે સોશિયલ મીડિયા હેન્ડલ X પર જણાવ્યું તે,  ‘2024થી શરૂ થતી નવી સ્ટડી પરમિટ પર બે વર્ષની સીમા જાહેર કરી છે. જેથી આ વર્ષે અંદાજે 3,60,000 માન્ય સ્ટડી પરમિટ મળવાની ધારણા છે. જે પ્રાંતો અને ક્ષેત્રોને તેમની DLIs (નિયુક્ત શિક્ષણ સંસ્થાઓ) વચ્ચે વિતરણ કરવા માટે ફાળવવામાં આવશે." કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા 10 લાખથી પણ વધુ છે. નવેમ્બર 2023 સુધીમાં જાહેર કરેલ 5,79,075 પરમિટમાં 2,15,190 ભારતીયો છે.’

કોલેજો સામે કાર્યવાહી

માર્ક મિલરે વધુમાં જણાવ્યું કે,  ‘કાર્યક્રમની અખંડિતતાને સુનિશ્ચિત કરવા અને શૈક્ષણિક અનુભવ જળવાઈ રહે તે માટે કેનેડા સુધારાઓ અમલમાં મુકશે. વર્ષ 2025માં જે પરમિટ જાહેર કરવામાં આવશે, તેનું આ વર્ષના અંતમાં પુનઃમૂલ્યાંકન કરવામાં આવશે. પરમિટ પર સીમા લાગુ કરીને સરકાર તરફથી ખાનગી કોલેજો સામે પગલાં લેવામાં આવ્યા છે. જે ખાનગી કોલેજ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પાસેથી મર્યાદિત સંસાધન સાથે ઊંચી ટ્યુશન ફી વસૂલે છે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. કોર્સ લાઇસન્સિંગ વ્યવસ્થા હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને PGWPs આપવામાં નહીં આવે. 

વધુ વાંચો: સુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતિ: આજેય તેમના મોત પાછળની કહાની છે ગૂંથાયેલી, ખુદ INAએ કર્યો હતો દુર્ઘટનાનો ઇનકાર

કેનેડાએ અગાઉ પણ લીધા હતા પગલાં

હવેથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના જીવનસાથીઓને વર્ક પરમિટ આપવામાં નહીં આવે. અગાઉ, જાહેરાત કરવામાં આવી હતી કે, વર્ષ 2024થી વિદ્યાર્થીઓએ તેમની એક વર્ષની ટ્યુશન ફી ઉપરાંત તેમના ખાતામાં ઓછામાં ઓછા 20,635 કેનેડિયન ડોલર દર્શાવવાના રહેશે. જો તેમની સાથે કોઈ પરિવારનું કોઈ હશે તો વધુ ચાર હજાર ડોલર દર્શાવવાના રહેશે. કેનેડામાં સ્ટડી વિઝા મેળવવા માટે, વિદ્યાર્થીએ ખાતામાં 10 હજાર ડોલર દર્શાવવાના રહેશે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કેનેડાના અર્થતંત્રમાં વાર્ષિક 22 અરબ કેનેડિયન ડોલર (16.4 અરબ US ડોલર)નું યોગદાન આપે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ