ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / c voter survey gujarat opinion poll bjp congress aap pm modi work election
ADVERTISEMENT
ADVERTISEMENT
ભાજપ ગુજરાતમાં ફરી એક વખત સત્તામાં વાપસી કરતી નજરે આવી રહી છે. C-વોટર તરફથી કરવામાં આવેલા સર્વેએ સ્પષ્ટ કર્યું કે અહીંના લોકો ફરીથી ભાજપની સત્તામાં વાપસી નક્કી કરી રહ્યા છે. એબીપી માટે કરવામાં આવેલા સર્વે અનુસાર ભાજપને 182 બેઠકો પર 47 ટકા મત મળવાનું અનુમાન છે. ત્યારે, કોંગ્રેસને 32 ટકા મત મળવાના અનુમાનની શક્યતા છે. આ અંગે પૂરા જોશની સાથે મેદાનમાં ઉતરી રહેલી આમ આદમી પાર્ટીની બેઠકો ભલે ઓછી હોય પરંતુ તેને 17 ટકા મત મળવાનું અનુમાન છે.
ઓપિનિયન પોલમાં રાજ્યની 182 વિધાનસભા બેઠકોમાંથી ભાજપને 135થી 143, કોંગ્રેસને 36થી 44 અને આમ આદમી પાર્ટીને 0-2 બેઠકો મળવાનો અંદાજ છે. અન્ય ખાતામાં પણ 0-2 બેઠકો આવી શકે છે.
ADVERTISEMENT
ભાજપ-કોંગ્રેસ બન્નેને નુકસાન, AAPને ફાયદો
C-વોટરના ઓપિનિયન પોલના સર્વેમાં ગુજરાતમાં ભાજપને આ વખતે વોટ શેયરમાં નુકસાન દેખાઈ રહ્યું છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 49 ટકા મત મળ્યા હતા. આ રીતે આ વખતે ઓપિનિયન પોલમાં ભાજપને અંદાજિત 2 ટકા મતના નુકસાનનું અનુમાન છે. ઓપિનિયન પોલમાં કોંગ્રેસને પણ નુકસાન થતું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસને ગત વખતે 41 ટકા મત મળ્યા હતા. આ રીતે આ વખતે 10 ટકા મતનું નુકસાન થવાનું અનુમાન છે.
60 ટકા લોકો પીએમ મોદીના કામકાજથી ખુશ
ઓપિનિયન પોલમાં ગુજરાતની જનતાએ પીએમ મોદીના કામકાજ પર પણ પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું કે, પ્રધાનમંત્રી તરીકે પીએમ મોદીનું કામકાજ કેવું લાગ્યું. આ સવાલના જવાબમાં 60 ટકા લોકોએ પીએમ મોદીનું કામકાજ સારું લાક્યું. ત્યારે 22 ટકા લોકોને ખરાબ લાગ્યું. આ સિવાય 18 ટકા લોકોએ પીએમ મોદીના કામકાજને સરેરાશ માન્યું.
ADVERTISEMENT
પીએમ મોદીએ ગુજરાતનો કર્યો પ્રવાસ
પીએમ મોદીએ હાલમાં જ ગુજરાતનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન પીએમએ સુરત અને ભાવનગરમાં 3400 કરોડ રૂપિયાની પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો. પીએમ મોદીએ ભાવનગરમાં પણ અનેક પરિયોજનાઓનું ઉદ્ધાટન કર્યું હતું. આ પહેલા પણ પીએમ મોદીએ થોડા સમયથી ગુજરાત પર વિશેષ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. ગુજરાતમાં આ વર્ષના ડિસેમ્બરમાં ચૂંટણી થવાની શક્યતા છે જોકે, ચૂંટણી કાર્યક્રમ હજુ જાહેર નથી થયો.
સંકળાયેલા મુદ્દાઓ