બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
વિદેશમાં આ નાનકડી પ્રોપર્ટી સાવ ઓછી કિંમતમાં વેચાઈ રહી છે. લોકો તેમાં ઘણો ઈન્ટરસ્ટ દેખાડી રહ્યાં છે, કારણ કે તેને ઘણાં પ્રકારથી મોડિફાઈ કરી શકાય છે.
યુકેના વેલ્સમાં હાજર આ સંપત્તિ માત્ર 1 યુરો એટલે કે ભારતીય ચલણ મુજબ માત્ર 103 રૂપિયામાં વેચાઇ રહી છે. આ મકાનમાં બે બેડરૂમ છે. વેલ્સ ઓનલાઇનમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, આમાં એક રૂમ ઉપર અમે એક રૂમ નીચે છે. આનાથી ઘરનું ઈન્ટિરિયર સરળતાથી બદલી શકાશે. એવું માનવામાં આવે છે કે જે આ ઘર ખરીદશે, તે તેના માટે ખૂબ ફાયદાકારક રહેશે. જોકે, હરાજીમાં મૂકાયેલું આ ઘર કેટલામાં વેચાશે તે હજી ફાઈનલ નથી.
ADVERTISEMENT
ઘરની સાથે છત ફ્રી
આ ઘર વેચવા માટે Paul Fosh Auctionsએ જવાબદારી લીધી છે. તેના ઈન્ચાર્જ સીન રોપરે જણાવ્યું કે આમ તો ઘરમાં બે રૂમ છે અને બહુ નાના રૂમ છે, પરંતુ તેની સાથે મોટી છત પણ અટેચ છે. તેના પર ઘરનો માલિક ઘણું બધું ઈનોવેટ કરી શકે છે. ઘરના બે રૂમ બે ફ્લોર પર છે. તેનાથી સારો સ્પેસ નીકળી શકે છે. અત્યારે વેલ્સમાં પ્રોપર્ટીના ભાવ આસમાને છે એવામાં આ સસ્તી ઓફર કામની છે.
ADVERTISEMENT
ઘરની ટૂર લઈ શકો છો
જો તમે યુકેમાં રહો છો, તો તમે ઘર ખરીદતા પહેલા તેની ટૂર કરી શકો છો. બીજી બાજુ, જો તમે ક્યાંક બહાર રહો છો તો વીડિયો કોલમાં ઘરની સ્થિતિ જોઈ શકો છો. તમે ઓનલાઇન Paul Fosh Auctions સાઇટ પર આ પ્રોપર્ટી ખરીદવા માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. આ હરાજીની બોલી લગાવીને કોઈ પણ આ ઘરનો માલિક બની શકે છે. ઘરમાં બે માળ છે જે પાતળી સીડીથી જોડાયેલા છે.
ADVERTISEMENT
જોકે, આ મકાનમાં એક મોટી ખામી છે, જે ખરીદદારોથી છુપાઇ નથી. એટલે કે, તેમાં કોઈ રસોડું અને બાથરૂમ નથી. રસોડું હજી પણ બેડરૂમમાં મેનેજ કરવામાં આવશે, સૌથી મોટી સમસ્યા બાથરૂમની છે. તેમ છતાં, ઘણા લોકો આ મકાન ખરીદવામાં રસ બતાવી રહ્યાં છે. જો તમને પણ આ ઘર લેવામાં રસ છે, તો તમે તેની સાઈટ પર વિઝિટ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.