ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / businessman 40 crore rupees in gambling

ભારે કરી / જુગારમાં 40 કરોડ હારી જતાં ભોપાળું બોલાવ્યું, મને રમતા શું કામ ન અટકાવ્યો, કોર્ટમાં ઠોકી દીધો કેસ

Published By: Pravin

Last Updated: 06:52 PM, 2 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક શખ્સ કસીનોમાં જુગાર રમતા 1-2 લાખ નહીં પણ પોતાના 40 કરોડ રૂપિયા હારી ગયો હતો, તેમ છતાં પણ તેણે પોતાની ભૂલ માની નહીં ઉલ્ટાનું દોષનો ટોપલો કસીનો પર ઢોળ્યો હતો.

ADVERTISEMENT


આ દુનિયામાં દરરોજ નીત નવા બનાવો બનતા હોય છે. ઘણી વખત આ કિસ્સાઓ સોશિયલ મીડિયા પર વાયરલ પણ થતાં હોય છે. જો કે, તાજેતરમાં એક રસપ્રદ મામલો લંડનમાંથી સામે આવ્યો છે. જે આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. હકીકતમાં જોઈએ તો, એક શખ્સ કસીનોમાં જુગાર રમતા 1-2 લાખ નહીં પણ પોતાના 40 કરોડ રૂપિયા હારી ગયો હતો, તેમ છતાં પણ તેણે પોતાની ભૂલ માની નહીં ઉલ્ટાનું દોષનો ટોપલો કસીનો પર ઢોળ્યો હતો. તેણે પોતાની હાર માટે કસીનોને જવાબદાર ઠેરવ્યું અને તેના પર કોર્ટમાં કેસ પણ ઠોકી દીધો. આમ તો આ મામલો 2015નો છે. પણ તેનો ચુકાદો હવે આવ્યો છે. આ ખૂબ જ વિચિત્ર મામલો છે. જેને જાણીને આપ હૈરાન રહી જશો.

40 કરોડ હારી ગયા પછી ભાન આવી

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર જુગારમાં કરોડો રૂપિયા હારી જનારો આ શખ્સનું નામ છે જોહ લિમ. તે મલેશિયાનો એક બિઝનેસમેન છે. હકીકતમાં આ મામલા કંઈક આવો છે કે, હાન જોહ વર્ષ 2015માં બિઝનેસ ટ્રિપ પર લંડન ગયો હતો. જો કે, તેણે અગાઉ 2014માં જ એક પ્રાઈવેટ કસીનો જોઈન કર્યું હતું. આ કસીનોમાં તે જુગાર રમવા ગયો અને રમતા રમતા ભાન ભૂલ્યો અને 40 કરોડ રૂપિયા હારી ગયો. ત્યાર બાદ લીમ કસીનો પર બગડ્યો અને તેના પર કેસ ઠોકી દીધો.

કસીનો પર હારનું ઠીકરુ ફોડતા કોર્ટમાં કેસ ઠોકી દીધો 

તેણે ગૈંબલિંગ એક્ટ 2005 અંતર્ગત કસીનો પર કેસ કરતા કહ્યું કે, તેણે જે પૈસા હાર્યા, તેમાં કસીનો વાળાની ભૂલ છે. તેમનું કહેવું હતું કે, કસીનોવાળાએ જોયું કે, તે હારી રહ્યો છે તો, તેમણે મને રોક્યો કેમ નહીં ? કસીનો વાળાએ મને જુગાર રમતા રોકવો જોઈએ.

કસીનોમાં 40 કરોડ હારી ગયા બાદ કસીનો પર હારનું ઠીકરુ ફોડતા બોલ્યો, તેમણે મને લાલચમાં ફસાવી દીધો હતો અને જુગાર રમવા માટે ઉકસાવ્યો. જેમાં તે વારંવાર હારતો ગયો અને કરોડો રૂપિયાનું ભોપાળું બોલાવી દીધું. 

કોર્ટમાં કેસ કર્યો તો કેસ પણ હારી ગયો

જો કે, હવે કોર્ટનો ચુકાદો આવી ચુક્યો છે અને આ મામલામાં કસીનોની જીત થઈ છે. એટલે કે, હાન જોહ લિમ કેસ પણ હારી ગયો અને તેણે બધું ધોળું કરી નાખ્યું. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર હાન જોહની કુલ સંપત્તિ 400 કરોડની આસપાસ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Judgment London VTV News court gambling ગુજરાતી ન્યૂઝ gambling

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ