ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / DA 61 ટકા, ફિટમેન્ટ 1.92 ટકા, જ્યારે HRA 9331, કંઇક આવું હશે 8મું પગારપંચ?

ખાસ કામનું / DA 61 ટકા, ફિટમેન્ટ 1.92 ટકા, જ્યારે HRA 9331, કંઇક આવું હશે 8મું પગારપંચ?

Published By: Shilpa Parmar

Last Updated: 02:28 PM, 12 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

8મું પગારપંચ ક્યારે લાગુ થશેની ચર્ચાઓ વચ્ચે પગારપંચમાં ફિક્સ સુધારા અંગેની માહિતી મળી રહી છે. જાણો કેવું હશે 8મું પગારપંચ?

ADVERTISEMENT

8માં પગારપંચને લઈને સતત વધતી જતી ચર્ચાઓને અંતે ખાસ માહિતી મળી રહી છે. જ્યારે 8મું પગારપંચ લાગુ થશે ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો થવાની શક્યતા છે. પગાર વધારાના હિસાબની ગણતરી પણ ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહી છે.

અંદાજિત 1 જાન્યુઆરી 2026 સુધી મોંઘવારી ભથ્થું (DA) 61% સુધી થઈ જશે, જેને નવી પગાર ગણતરીમાં હાલના બેઝિક પગાર સાથે મર્જ કરવામાં આવશે.

કર્મચારીઓના પ્રશ્નો

8માં પગારપંચને લઈને દરેક સરકારી કર્મચારીના મનમાં અનેક સવાલો ચાલી રહ્યા છે. એમાં સૌના કોમન સવાલ એ જ હશે કે, "આ વખતે પગાર કેટલો વધશે?" ફિટમેન્ટ ફેક્ટર શું રહેશે? ડીએ કેટલું મળશે? અને આખરે હાથમાં કેટલા પૈસા આવશે? હાલ ઘણી ચર્ચાઓ વચ્ચે અમુક જાણકારી મળી રહી છે જેના પરથી પગાર વધારાનો અપેક્ષિત ડ્રાફ્ટ વિચારી શકાય.

આ વખતે શું હશે ગણતરી?

આ વખતે 61% DA એક મોટો ફેરફાર લાવશે. ચાલો હવે એક સરળ ઉદાહરણથી 8માં પગારપંચની ગણતરી સમજીએ.

ઉદાહરણ તરીકે, કોઈ સરકારી કર્મચારીની સેલરી લેવલ-1 મુજબ 1800રૂપિયા છે તેને હાલના ફિટમેન્ટ ફેક્ટર 2.57 મુજબ હાલના બેઝિક પગાર સાથે ગુણાકાર કરીએ તો સેલેરી 41,000 જેટલી થાય છે. 8મા માટે પગારપંચ માટે ફિટમેન્ટ ફેક્ટર 1.83થી 3.68ની વચ્ચે હોવાની ચર્ચા ચાલી રહી છે.

  • 1.92 – સૌથી વધુ શક્યતા
  • 2.57 – હાલનો દર
  • 2.86 – કર્મચારીઓની માંગ

વિશેષજ્ઞોના મતે સરકાર 1.92નો ફિટમેન્ટ ફેક્ટર અપનાવી શકે છે. જો સરકાર 1.92નો ફિટમેન્ટ ફેક્ટર આપે છે તો પગારની ગણતરી સમજીએ.

નવા બેઝિક પગારની ગણતરી

  • ઉદાહરણ : 1

61% ડીએને મર્જ કરવામાં આવે તો રૂપિયા 18,000 (બેઝિક સેલેરી) + રૂપિયા 10,980 (61% ડીએ) = 28,980 રૂપિયા (રિવાઇઝ્ડ બેઝિક પે)

ફિટમેન્ટ ફેક્ટર સાથે ગણતરી કરતાં,

28,980 (રિવાઇઝ્ડ બેઝિક પે) × 1.92 (અંદાજિત ફિટમેન્ટ ફેક્ટર )= 55,641 રૂપિયા (નવો બેઝિક પગાર)

  • ઉદાહરણ : 2

61% ડીએ મર્જ કર્યા વગર સીધી ગણતરી:

રૂપિયા 18,000 (બેઝિક સેલેરી )× 1.92 (અંદાજિત ફિટમેન્ટ ફેક્ટર ) = 34,560 રૂપિયા (નવો બેઝિક પગાર)

આ પરિસ્થિતિમાં બેઝિક પગાર રૂપિયા 34,560 થશે. બંનેમાં વધારો તો છે, પણ ડીએ મર્જ કરવાથી વધુ ફાયદો થાય છે.

HRA અને TA શું થશે?

નવો પગારપંચ લાગુ થાય ત્યારે ભથ્થાં પણ રિવાઇઝ થાય છે. ડીએ શૂન્ય થતાં HRAના દર બદલાય છે. માની લઈએ કે HRA દર 27% છે તો,

34,560 (ડીએ મર્જ કર્યા વગર મળતો બેઝિક પગાર 34,560) × 27% = 9,331 રૂપિયા

TA અંદાજે 1,350 રૂપિયા છે. તો નેટ પગારની ગણતરી :

  • નવી બેઝિક સેલેરી : 34,560 રૂપિયા
  • HRA: રૂપિયા 9,331
  • TA: રૂપિયા 1,350

કુલ નેટ પગાર: 41,535 રૂપિયા પ્રતિ મહિનો

જો સરકાર ઉદાહરણ 1 મુજબ ડીએ મર્જર સાથે નવું પગારપંચ અપનાવે, તો કર્મચારીને વધુ ફાયદો થશે.

વધુ વાંચો: ICICI બેન્કમાં 50,000 મિનિમમ બેલેન્સ પર RBI ગર્વનરે કર્યું મોટું એલાન, બોલશો 'આવું પણ હોય'

ડીએ મર્જર અને નવો ફિટમેન્ટ ફેક્ટર મળીને પગારમાં મોટો ઉછાળો લાવશે. ફાઇનલ ફોર્મ્યુલા કંઈ પણ હોય, 2026માં કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોટી ભેટ મળવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fitment Factor Government Employee Basic Salary 8th pay commission

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ