બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / US-India Tariff : નવા વર્ષે જ ટેરિફને લઈને આવ્યા ગુડ ન્યૂઝ, ટ્રમ્પ ભારતને મોટી રાહત આપી શકે

રિપોર્ટ / US-India Tariff : નવા વર્ષે જ ટેરિફને લઈને આવ્યા ગુડ ન્યૂઝ, ટ્રમ્પ ભારતને મોટી રાહત આપી શકે

Jay Bhatt

Last Updated: 06:54 AM, 23 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વર્ષે જ ટેરિફને લઈને મોટા સમાચાર આવ્યા છે. જેમાં બંને દેશ વચ્ચે એક મોટી ડીલ થવાની સંભાવના છે. આ ડીલથી ટેરિફ ઘટવાની શક્યતા છે .

US-India Tariff: ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં જ ટ્રેડ ડીલ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કરાર ભારતીય નિકાસકારોને નોંધપાત્ર રાહત આપી શકે છે. ડીલ હેઠળ ભારતીય ઉત્પાદનો પર હાલમાં 50 ટકા જેટલો ભારે ટેરિફ ઘટાડવામાં આવી શકે છે.

ટ્રમ્પે લગાવ્યો હતો ભારે ડેરિફ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વાટાઘાટોના મુખ્ય કેન્દ્રોમાં ઊર્જા અને કૃષિનો સમાવેશ થાય છે. ભારત આ ડીલના ભાગ રૂપે રશિયન ક્રૂડ ઓઇલની આયાત ધીમે ધીમે ઘટાડવા માટે સંમત થઈ શકે છે. અમેરિકાએ રશિયન તેલ ખરીદીને કારણે ભારતીય નિકાસ પર 25 ટકા દંડાત્મક ટેરિફ લગાડ્યો હતો, જે હાલના 25 ટકા ટેરિફ ઉપરાંત છે. રશિયામાંથી તેલની આયાત હાલમાં ભારતની કુલ ક્રૂડ ઓઇલ આયાતના આશરે 34 ટકા છે. ભારત હાલમાં તેની વર્તમાન તેલ અને ગેસની જરૂરિયાતોના આશરે 10 ટકા યુએસ પાસેથી આયાત કરે છે.

vtv app promotion

ટેરિફ ઘટીને 15 થી 16 ટકા થઈ શકે

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટેલિફોનિક વાતચીત કરી હતી. આ વાતચીત મુખ્યત્વે ટ્રેડ ડીલ પર કેન્દ્રિત હતી. ટ્રમ્પે કહ્યું કે તેઓએ ઊર્જા પર પણ ચર્ચા કરી, અને મોદીએ તેમને ખાતરી આપી કે ભારત રશિયા પાસેથી તેની તેલ ખરીદી મર્યાદિત કરશે. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે લાંબા સમયથી ચાલી રહેલી વાટાઘાટો હવે અંતિમ તબક્કામાં પહોંચી શકે છે.ભારત પર લાદવામાં આવેલ 50 ટકા ટેરિફ ઘટીને 15 થી 16 ટકા થઈ શકે છે.

વધુ વાંચો : દેશમાં ક્યાંક વરસાદ તો ક્યાંક હિમવર્ષા, દિલ્હી-NCRમાં હવા બની ઝેરી, IMDએ આપ્યું એલર્ટ

ASEAN સમિટમાં ડીલની જાહેરાત થઈ શકે

રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે આ મહિને ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે ASEAN સમિટમાં ડીલને અંતિમ સ્વરૂપ આપવાની જાહેરાત કરી શકે છે. ભારત યુએસથી નોન-GM મકાઈની આયાત માટે ક્વોટા વધારવાનું વિચારી રહ્યું છે, જ્યારે 15 ટકા ડ્યુટી યથાવત રહેશે. રિપોર્ટમાં જણાવાયું છે કે વર્તમાન મર્યાદા વાર્ષિક 500,000 ટન છે. ભારત મરઘાં ફીડ, ડેરી અને ઇથેનોલ ક્ષેત્રોમાંથી વધતી જતી સ્થાનિક માંગને પહોંચી વળવા માટે વધુ યુએસ મકાઈની આયાતને પણ મંજૂરી આપી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Business news us india tariff update us india Trade deal
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ