ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Budget 2026-27 / AIIMS જેવી 3 સંસ્થાઓ બનશે આયુર્વેદિક ચિકિત્સાને મોટી ભેટ, બજેટમાં એલાન

Budget 2026 Live Updates / AIIMS જેવી 3 સંસ્થાઓ બનશે આયુર્વેદિક ચિકિત્સાને મોટી ભેટ, બજેટમાં એલાન

Published By: Ajitsinh Jadeja

Last Updated: 12:14 PM, 1 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Budget 2026 Highlights in Gujarati: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રવિવારે ભારતનું સામાન્ય બજેટ રજૂ કર્યુ છે. બજેટમાં આયુર્વેદિક ચિકિત્સાને મોટી ભેટ મળી છે.

ADVERTISEMENT

Budget 2026 Highlights in Gujarati: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રવિવારે ભારતનું સામાન્ય બજેટ રજૂ કર્યુ છે. બજેટમાં આયુર્વેદિક ચિકિત્સાને મોટી ભેટ મળી છે. AIIMS જેવી 3 સંસ્થાઓ બનાવવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારણે આજે બજેટ રજૂ કર્યુ છે. કેન્દ્રીય મંત્રીમંડળે બજેટને મંજૂરી આપી દીધી છે. આ પહેલા તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. નોંધપાત્ર રીતે આ તેમનું સતત નવમું બજેટ રજૂ કર્યુ છે, જેમાં વચગાળાનું બજેટ પણ સામેલ છે. મધ્યમ વર્ગ મોંઘવારીમાંથી રાહત મેળવવાની આશા રાખી રહ્યો છે, તો વેપારી સમુદાય પણ કર ઘટાડાની આશા રાખી રહ્યો છે.

ભારતમાં 3 નવા AIIA સ્થાપિત કરવામાં આવશે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આરોગ્ય ક્ષેત્રે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી હતી કે ભારતમાં 3 નવા ઓલ ઈન્ડિયા આયુર્વેદ સંસ્થાનો સ્થાપિત કરવામાં આવશે. આયુષ ફાર્મસીઓમાં સુધારો કરવામાં આવશે. વધુમાં ઉચ્ચ-ગુણવત્તાવાળી પરીક્ષણ પ્રયોગશાળાઓ બનાવવામાં આવશે.

બજેટ 2026 ની અત્યાર સુધીની મુખ્ય જાહેરાતો

આત્મનિર્ભર ભારત ફંડમાં 2000 કરોડનો વધારો કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. 10000 કરોડના ખર્ચે SME વિકાસ ભંડોળનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. નાણામંત્રીએ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ત્રણ કેમિકલ પાર્ક અને એક મોટા ટેક્સટાઇલ પાર્કની સ્થાપનાનો પ્રસ્તાવ મૂક્યો છે. સેમિકન્ડક્ટર મિશન 2.0 નો મુખ્ય ઉદ્દેશ્ય પૂર્ણ-સ્તરીય ભારતીય આઇપી પાઇપલાઇન માટે તૈયાર સાધનો અને સામગ્રીનું ઉત્પાદન કરવાનો રહેશે.

vtv app promotion

આ પણ વાંચોઃ GST કલેક્શનમાં જોરદાર ઉછાળો, બજેટ પહેલા જ સરકારના ખજાનામાં કરોડો આવી ગયા

છેલ્લા ચાર વર્ષની જેમ આ વર્ષનું બજેટ પણ પેપરલેસ ફોર્મેટમાં રજૂ કરવામાં આવ્યુ. નોંધનીય છે કે વર્ષ 2019માં જ્યારે સીતારમણે તેમનું પહેલું બજેટ રજૂ કર્યું હતું, ત્યારે તેમણે ચામડાની બ્રીફકેસને બદલે પરંપરાગત લાલ કપડામાં લપેટી પારંપરિક ખાતા લેકર પહોચ્યા હતા. 2017થી બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે.

સંસદનું વર્તમાન બજેટ સત્ર 28 જાન્યુઆરીએ શરૂ થયું હતું. તેનો પહેલો તબક્કો 13 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. ત્યારબાદ બેઠકનો બીજો તબક્કો 9 માર્ચથી શરૂ થશે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ બજેટ સત્ર 2 એપ્રિલના સમાપ્ત થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે સંસદમાં બજેટ રજૂ કર્યુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Union Budget 2026 Gujarati Analysis Budget 2026 Gujarati News Budget 2026 Key Announcements Gujarati

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ