બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Budget 2026-27 / GST કલેક્શનમાં જોરદાર ઉછાળો, બજેટ પહેલા જ સરકારના ખજાનામાં કરોડો આવી ગયા

Budget 2026 / GST કલેક્શનમાં જોરદાર ઉછાળો, બજેટ પહેલા જ સરકારના ખજાનામાં કરોડો આવી ગયા

Ajitsinh Jadeja

Last Updated: 11:48 AM, 1 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Union Budget 2026 Gujarati Analysis: બજેટ 2026 રજૂ થતા પહેલા સરકારને મોટી રાહત આપતા સમાચાર મળ્યા છે.

Union Budget 2026 Gujarati Analysis: બજેટ 2026 રજૂ થતા પહેલા સરકારને મોટી રાહત આપતા સમાચાર મળ્યા છે. જાન્યુઆરીમાં ભારતનો જીએસટી કલેક્શન 6.2 ટકા વધીને રૂપિયા 1.93 લાખ કરોડ થયો છે.

બજેટ 2026 રજૂ થતા પહેલા સરકારને મોટી રાહતના સમાચાર મળ્યા છે. જાન્યુઆરીમાં ભારતનો જીએસટી કલેક્શન 6.2 ટકા વધીને રૂપિયા 1.93 લાખ કરોડ થયો છે. સરકારે રવિવારે જાહેરાત કરી હતી કે જાન્યુઆરીમાં ભારતનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સંગ્રહ 1,93,384 કરોડ પર પહોંચ્યો છે, જે ગયા વર્ષના સમાન મહિનાની તુલનામાં 6.2 ટકાનો વધારો છે. આ વધારો મજબૂત સ્થાનિક પ્રવૃત્તિ અને આયાત આવકમાં નોંધપાત્ર વૃદ્ધિને કારણે થયો છે. જાન્યુઆરી 2025 માં કુલ જીએસટી કલેક્શન રૂપિયા 1,82,094 કરોડ હતો.

GST-income

વાર્ષિક ધોરણે એપ્રિલ-જાન્યુઆરી 2025-26 માટે કુલ કલેક્શન 18,43,423 કરોડ પર પહોંચ્યો છે, જે 8.3 ટકાની મજબૂત વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. જાન્યુઆરીમાં ચોખ્ખી જીએસટી આવક રૂપિયા 1,70,719 કરોડ રહી, જે ગયા વર્ષના સમાન મહિના કરતાં 7.6 ટકા વધુ છે. વાર્ષિક ધોરણે ચોખ્ખી આવક 15,95,752 કરોડ થઈ, જે વાર્ષિક 6.8ટકા વૃદ્ધિ દર્શાવે છે. રિફંડમાં મિશ્ર વલણ જોવા મળ્યું, જાન્યુઆરીમાં કુલ રિફંડ 22,665 કરોડ થયા, જે ગયા વર્ષની સરખામણીમાં 3.1 ટકાનો થોડો ઘટાડો દર્શાવે છે. સ્થાનિક રિફંડ 7.1 ટકા ઘટીને રૂપિયા 13,119 કરોડ થયું, જ્યારે એક્સપોર્ટ રિફંડ 2.9 ટકા વધીને રૂપિયા 9,546 કરોડ થયું.

ઘરેલુ જીએસી વસૂલાતમાં વધારો ચાલુ રહ્યો, જે રૂપિયા 1,41,132 કરોડ થયો, જે ગયા વર્ષની સરખામણીમાં 4.8 ટકા વધુ છે. ઇપોર્ટ જીએસટી કલેક્શન મજબૂત રહ્યું, કુલ આયાત આવક 52,253 કરોડ થઈ, જે જાન્યુઆરી 2025 ની સરખામણીમાં 10.1 ટકાનો વધારો દર્શાવે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ બજેટ 2026 / સિનીયર સિટીઝનને આજના બજેટથી શું શું છે અપેક્ષાઓ? કયા ટેક્સમાં જોઈએ છે છૂટ?

રાજ્યવાર કલેક્શન

રાજ્યવાર સેટલમેંટ પછી GST આવક મિલી-જુલી રહી છે. ઇંડસ્ટ્રિયલ રાજ્યોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો, જ્યારે નાના રાજ્યોમાં ઘટાડો જોવા મળ્યો.

પોઝિટિવ ગ્રોથ - હરિયાણા (27%), મહારાષ્ટ્ર (15%), ગુજરાત (13%), હિમાચલ પ્રદેશ (18%), પંજાબ (12%)

સામાન્ય ગ્રોથ - તમિલનાડુ (5%), કર્ણાટક (7%), ઉત્તર પ્રદેશ (2%), દિલ્હી (3%), પશ્ચિમ બંગાળ (1%)

ઘટાડો - મધ્યપ્રદેશ (-15%), ઝારખંડ (-6%), ઓડિશા (-10%), છત્તીસગઢ (-23%), લદ્દાખ (-30%), લક્ષદ્વીપ (-30%)

કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રદર્શન અલગ-અલગ રહ્યું, જેમાં ચંદીગઢમાં 15% વધારો, પુડુચેરીમાં 11% વધારો, જ્યારે લક્ષદ્વીપમાં 30 ટકાનો ભારે ઘટાડો જોવા મળ્યો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Budget 2026 Today News Gujarati budget gst Budget 2026 Highlights in Gujarati
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ