બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / રૂપિયા તૈયાર રાખજો! આ સપ્તાહે એક-બે નહીં 6 કંપનીના IPOમાં કમાણીની તક

ફાયદાની વાત / રૂપિયા તૈયાર રાખજો! આ સપ્તાહે એક-બે નહીં 6 કંપનીના IPOમાં કમાણીની તક

Chintan Chavda

Last Updated: 09:43 PM, 15 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Business News: ગયા અઠવાડિયે વૈશ્વિક તણાવ વચ્ચે બજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. પરંતુ આગામી અથવડિયામાં IPO બજાર જબરદસ્ત રહેશે. 6 નવા IPO લિસ્ટિંગ માટે ખુલશે.

ગત અઠવાડિયે બજારમાં સુસ્તી રહી. ઈરાન-ઇઝરાયલના તણાવની અસર બજાર પર જોવા મળી હતી. પરંતુ આગામી અઠવાડિયામાં માર્કેટની રોનક રહશે. બજારમાં 6 IPO ખુલશે અને 5 ની લિસ્ટિંગ થશે. ઓપન થતાં શેરમાં એક મેનબોર્ડ સેગમેન્ટનો IPO હશે અને 5 SME સેગમેન્ટના છે. તો ચાલો તેમના વિશે સંપૂર્ણ ડિટેલ્સ જાણીએ.

ipo-final

Arisinfra Solutions

રિયલ એસ્ટેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ અને કોન્ટ્રાક્ટરોને બાંધકામ સામગ્રી સપ્લાય કરતી એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડ શેરબજારમાંથી રૂપિયા ભેગા કરવાની યોજના બનાવી રહી છે. કંપનીની વેબસાઇટ અનુસાર, તે સ્ટીલ પાઇપ, વાયર, ટીએમટી બાર, માટી, રેતી, સિમેન્ટ અને વોલ પુટ્ટી જેવી સામગ્રી વેચે છે. IPOમાં 2.25 કરોડ નવા શેરનો સમાવેશ થાય છે, જેના દ્વારા કંપની લગભગ 499.60 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. તેમાં જૂના શેર (OFS) નું કોઈ વેચાણ નથી.

સમય પ્રોજેક્ટ સર્વિસ IPO

સમય પ્રોજેક્ટ સર્વિસીસ, જે એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (EPC) સેવાઓ પૂરી પાડે છે, તે 43.20 લાખ નવા શેર દ્વારા 14.69 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના ધરાવે છે. IPO ની કિંમત 32 થી 34 રૂપિયા પ્રતિ શેર છે, અને એક લોટમાં 4,000 શેર હોય છે. નાના રોકાણકારોએ ઓછામાં ઓછા 1.28 લાખનું રોકાણ કરવું પડશે.

ipo-new

પાટિલ ઓટોમેશન IPO

વેલ્ડીંગ અને લાઇન ઓટોમેશન સોલ્યુશન્સ ઓફર કરતી પાટિલ ઓટોમેશન, 58.01 લાખ નવા શેર દ્વારા 69.61 કરોડ રૂપિયા ભેગા કરશે. આ IPO ની કિંમત 114 થી 120 રૂપિયા પ્રતિ શેર છે, અને એક લોટમાં 1,200 શેર હોય છે. નાના ઇન્વેસ્ટરોને ઓછામાં ઓછા 1.368 લાખનું રોકાણ કરવું પડશે. આ IPO 16 જૂન, 2025 ના રોજ ખુલશે અને 18 જૂન, 2025 ના રોજ બંધ થશે.

એપલટન એન્જિનિયર્સનો IPO

એપલટન એન્જિનિયર્સ 34.34 લાખ નવા શેર દ્વારા 43.96 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના ધરાવે છે. આ IPO ની કિંમત 125 થી 128 રૂપિયા પ્રતિ શેર છે, અને એક લોટમાં 1000 શેર છે. આ IPO NSE SME ઇન્ડેક્સ પર લિસ્ટેડ થશે. નાના રોકાણકારોએ ઓછામાં ઓછા 1.25 લાખનું રોકાણ કરવું પડશે. આ IPO ના બુક-રનર એક્સપર્ટ ગ્લોબલ કન્સલ્ટન્ટ્સ છે, સ્કાયલાઇન ફાઇનાન્શિયલ સર્વિસિસ રજિસ્ટ્રાર છે અને પ્રભાત ફાઇનાન્શિયલ સર્વિસિસ માર્કેટ મેકર છે. આ IPO 17 જૂન, 2025 ના રોજ ખુલશે અને 19 જૂન, 2025 ના રોજ બંધ થશે.

app promo3

ઇન્ફ્લુક્સ હેલ્થટેક IPO

ઇન્ફ્લુક્સ હેલ્થટેક 50 લાખ નવા શેર અને 11 લાખ જૂના શેર (OFS) ની ઓફર દ્વારા કુલ 58.57 કરોડ રૂપિયા ભેગા કરશે. આ IPO ની કિંમત પ્રતિ શેર 91 થી 96 રૂપીયા છે, અને એક લોટમાં 1200 શેરનો સમાવેશ થાય છે. નાના રોકાણકારોએ ઓછામાં ઓછા 1.092 લાખનું રોકાણ કરવું પડશે. રીવર ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ બુક-રનર છે. માશીટલા સિક્યોરિટીઝ રજિસ્ટ્રાર છે, અને આર.કે. સ્ટોક હોલ્ડિંગ માર્કેટ મેકર છે. IPO 18 જૂન, 2025 ના રોજ ખુલશે અને 20 જૂન, 2025 ના રોજ બંધ થશે.

આ પણ વાંચો : તેઓ મારા માટે પિતાતુલ્ય હતા..મારાથી ભૂલ થતી તો...ડ્રાઇવરે વિજય રૂપાણી સાથેની યાદોને વાગોળી

માયાશીલ વેન્ચર્સનો IPO

માયાશીલ વેન્ચર્સ 55.14 લાખ નવા શેર દ્વારા 27.28 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ IPO ની કિંમત પ્રતિ શેર 44 થી 47 છે અને એક લોટમાં ૩,૦૦૦ શેર હોય છે. નાના રોકાણકારોએ ઓછામાં ઓછા 1.32 લાખનું રોકાણ કરવું પડશે. નાર્નોલિયા ફાઇનાન્શિયલ સર્વિસિસ બુક-રનિંગ લીડ મેનેજર છે. માશીતલા સિક્યોરિટીઝ રજિસ્ટ્રાર છે, અને પ્રભાત ફાઇનાન્શિયલ સર્વિસિસ માર્કેટ મેકર છે. IPO 20 જૂન, 2025 ના રોજ ખુલશે અને 24 જૂન, 2025 ના રોજ બંધ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPO Stock Market Business News
Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ