ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / તમારી પાસે છે? રોકાણકારોને સાત મહિનામાં એક શેર પર 11704 રૂપિયાનો નફો

બિઝનેસ / તમારી પાસે છે? રોકાણકારોને સાત મહિનામાં એક શેર પર 11704 રૂપિયાનો નફો

Last Updated: 04:03 AM, 9 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક સમયથી શેર માર્કેટમાં વધ ઘટ જોવા મળી રહી છે. આ વચ્ચે કેટલાક શેરમાં રોકાણકારોને ફાયદો થયો છે તો કેટલાકને નુકસાન સહન કરવું પડ્યું છે. આ વચ્ચે હવે એક શેરમાં રોકાણ કરીને રોકાણકારોને જલસા પડી ગયા છે.

ADVERTISEMENT

છેલ્લા કેટલાક સમયથી શેર માર્કેટમાં વધ ઘટ જોવા મળી રહી છે. આ વચ્ચે કેટલાક શેરમાં રોકાણકારોને ફાયદો થયો છે તો કેટલાકને નુકસાન સહન કરવું પડ્યું છે. આ વચ્ચે હવે એક શેરમાં રોકાણ કરીને રોકાણકારોને જલસા પડી ગયા છે. હિતાચી એનર્જી ઈન્ડિયાએ રોકાણકારોને માત્ર 7 મહિનામાં જ જોરદાર રિટર્ન આપ્યું છે. જાન્યુઆરી 2025માં 52 અઠવાડિયાના નીચલા સ્તર ₹8,801 પરથી આ શેર હાલમાં ₹20,000થી વધુ પર ટ્રેડ થઈ રહ્યો છે એટલે કે દર શેર પર ₹11,704 નો નફો થયો છે અને રોકાણકારોના પૈસા ડબલથી પણ વધુ થઈ ગયા છે.

STOCK-MARKET-1

હિતાચી એનર્જી હવે સ્વિગી, વિશાલ મેગા માર્ટ અને વારી એનર્જીઝ ઈન્ડિયા સાથે મળીને ગ્લોબલ ઈન્ડેક્સ MSCI નો ભાગ બન્યું છે. આ ફેરફારથી કંપનીમાં અંદાજે 230 મિલિયન ડોલરના મોટા વિદેશી રોકાણની અપેક્ષા છે. આ ફેરફારો 26 ઓગસ્ટ 2025ના માર્કેટ બંધ થયા પછી અમલમાં આવશે.

stock-market

રિટર્ન્સ પર નજર

  • 2025માં અત્યાર સુધી દર શેર પર ₹5,000 થી વધુ નફો
  • છેલ્લા એક વર્ષમાં 85% નો ઉછાળો થયો છે અને દર શેર પર આશરે ₹9,500 નો લાભ મળ્યો છે.
  • 6 મહિનામાં 67% નો ઉછાળો થયો છે દર શેર પર આશરે ₹8,200 નો નફો થયો છે.

7 મહિનામાં જ ડબલથી વધુ વેલ્યૂએશન

હાલમાં શેરમાં થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. સવારે 10 વાગ્યે સ્ટોક 1.21% ઘટીને ₹20,460 પર ટ્રેડ થઈ રહ્યો હતો. એક સમયે તે ₹20,295 સુધી આવ્યો હતો.

stock-market-new-logo

ખરીદવા, વેચવા કે હોલ્ડ કરવું?

  • 33% વિશ્લેષકો "સ્ટ્રોંગ બાય"
  • 44% "બાય"
  • 11% "સેલ" અને 11% "સ્ટ્રોંગ સેલ"
  • હોલ્ડની કોઈ ભલામણ નથી કરવામાં આવી

આ પણ વાંચોઃ ઈલેક્ટ્રિક વ્હીકલ સસ્તા ભાવે ખરીદો, સરકાર આટલા રૂપિયાની આપશે સબસિડી

શેરહોલ્ડિંગ પેટર્ન

  • પ્રમોટરોની હિસ્સેદારી: 71.31%
  • FII હોલ્ડિંગ: છેલ્લા ત્રિમાસિકમાં 1.85% નો વધારો
  • મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગ: 1.20% નો ઘટાડો

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

StockMarket MultibaggerStock HitachiEnergyIndia
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ