બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ટ્રમ્પના ટેરિફની અસર ગાયબ! રોકાણકારોનું ટેન્શન હળવું થયું, જાણો કેમ?

Stock market / ટ્રમ્પના ટેરિફની અસર ગાયબ! રોકાણકારોનું ટેન્શન હળવું થયું, જાણો કેમ?

Published By: Jay Bhatt

Last Updated: 02:46 PM, 31 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે (30 જુલાઈ) ભારત પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. જેની અસર આજે (31 જુલાઈ) ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. જો કે હવે રોકાણકારોને થોડી રાહત આપતા સમાચાર સામે આવ્યા છે.

Stock Market: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય નિકાસ પર 25 ટકા ટેરિફની જાહેરાતથી આજે (31 જુલાઈ) ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. સવારે માર્કેટ ખુલતાની સાથે 700થી વધુ પોઈન્ટ ગગડી ગયો હતો. સેનસેક્સ અને નિફ્ટીના શેરોમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. રોકાણકારોમાં ભયનો માહોલ સર્જોયો હતો. માર્કેટ નેગેટિવમાં ખુલતા જ કોરોડો રુપિયાનું ધોવાણ થયું હતું. ત્યારે હવે ફરી એક વખત શેર બજારમાંથી રોકાણકારોને રાહત આપતા સમાચાર આવ્યા છે.

Vtv App Promotion 1

શું છે માર્કેટના હાલ?

ભારતીય શેરબજારમાં જે સવારે ટેન્શનનો માહોલ જોવા મળી રહ્યો હતો. તે હવે ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. કેમકે બજારમાં હરિયાળી પાછી આવી છે. સવારની ખરાબ શરુઆત પછી હવે સેનસેક્સ અને નિફટી ગ્રીન ઝોનમાં આવી ગયા છે. નિફ્ટી 50 હાલ 70 અંકના ઉછાળા સાથે 24900ની ઉપર પહોંચી ગયો છે. જ્યારે સેનસેક્સ 200થી વધારે અંકોની તેજી જોવા મળી છે.

આ શેરોમાં તેજી જોવા મળી

જો કે હજુ પમ મિડ અને સ્મોલકેપ શેરો ઘટાડા પર ટ્રેડ કરી રહ્યા છે. જો BSE ટોપ 30 શેરોની વાત કરવામાં આવે તો 18 શેર લીલા નિશાનમાં જ્યારે 12 શેર લાલ નિશાન પર ટ્રેડ કરી રહ્યા છે. સૌથી વધુ હિન્દુસ્તાન યૂનિલીવરમાં 3.90 ટકા, જોમેટોમાં લગભગ 2 ટકા અને કોટક મહિદ્રામાં 1.59 ટકા તેજી જોવા મળી રહી છે.

વધુ વાંચો : ગ્રે માર્કેટમાં તોફાન બન્યો આ IPO, ખુલ્યાના બીજા દિવસે પણ જબદસ્ત ઉછાળ

લાર્જ કેપ શેરોમાં મોટો ઉછાળો

HEG સ્ટોકમાં સૌથી વધુ 15 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ પછી, ગ્રીવ્સ કોટન 11 ટકા, કેન્સ ટેકનોલોજી ઇન્ડિયા 10 ટકા, સેગિલિટી ઇન્ડિયા સ્ટોકમાં 8 ટકા, ડિલિવરી સ્ટોકમાં 5 ટકા અને ડેટા પેટર્ન સ્ટોકમાં 2.31 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, સવારે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં નિફ્ટી 200 પોઈન્ટથી વધુ જ્યારે સેન્સેક્સ લગભગ 800 પોઈન્ટ ઘટ્યો હતો, પરંતુ ધીમે ધીમે તેમાં રિકવરી આવી અને હવે બજાર રેડ ઝોનથી ગ્રીન ઝોન તરફ ટ્રેડ કરી રહ્યું છે. કેટલાક લાર્જ કેપ શેરોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stock market nifty sensex

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ