બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગ્રે માર્કેટમાં તોફાન બન્યો આ IPO, ખુલ્યાના બીજા દિવસે પણ જબદસ્ત ઉછાળ

બિઝનેસ / ગ્રે માર્કેટમાં તોફાન બન્યો આ IPO, ખુલ્યાના બીજા દિવસે પણ જબદસ્ત ઉછાળ

Published By: Jay Bhatt

Last Updated: 02:19 PM, 31 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના ટેરિફ બોમ્બને લઈને આજે માર્કેટ ભલે ડાઉન હોય પરંતુ એક IPO છે જેને રોકાણકારો તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. અને ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે.

NSDL IPO Allotment Status: અમેરિકાએ બુધવારે (30 જુલાઈ) એક સમચારા આવ્યા હતા. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. જો કે આ જાહેરાતના એક દિવસ બાદ એટલે કે આજે (31 જુલાઈ) શેર માર્કેટમાં જબરદસ્ત કડાકો જોવા મળ્યો હતો. આ કડાકાથી અનેક રોકાણકારોએ રુપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. જો કે ટેરિફની અસર વચ્ચે શેરબજારમાંથી એક સારા સમાચાર પણ સામે આવ્યા છે.

શેરબજારમાં IPOનો ક્રેઝ

શેરબજારમાં હાલના સમયમાં રોકાણકારોમાં IPOનો ક્રેઝ જોવા મળી રહ્યો છે અને તેમાં વધુને વધુ રુપિયાનું ઈનવેસ્ટમેન્ટ કરી રહ્યાં છે. IPOમાં પણ લોકો સારુ એવું રિટર્ન મેળવી રહ્યાં છે. જો કે તે કોઈપણ કંપનીના IPO પર ડિપેન્ડ છે. હાલ બજારમાં નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL)ના IPOને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. બુધવારે (30 જુલાઈ 2025) સબ્સ્ક્રિપ્શન ખોલવાના પહેલા જ દિવસે, આ IPO ફક્ત ત્રણ કલાકમાં સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ થઈ ગયો હતો. NSEના ડેટા અનુસાર, બપોરે 1:09 વાગ્યા સુધીમાં, NSDLના 3.51 કરોડ શેરની સામે 3.52 કરોડથી વધુ શેરની બિડ મળી હતી.

IPOની ગ્રે માર્કેટ પ્રીમિયમમાં તેજી

આજે બીજા દિવસે પણ IPO ખુલ્યાના થોડા કલાકોમાં જ 100 ટકા સબસ્ક્રાઈબ થઈ ગયો હતો. કંપનીએ પોતાના આઈપીઓની પ્રાઈસ બેન્ડ 760થી 800 રુપિયા પ્રતિ શેર નક્કી કરી છે. આ પબ્લિક ઈશ્યુથી કંપનીએ 4,011.60 કરોડ રુપિયા એકત્ર કરવાની યોજના બનાવી છે જે સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) છે. NDDL IPOના આજે બીજા દિવસે સવારે 10.57 વાગ્યા સુધી 2.37 સબસ્ક્રાઈબ પ્રાપ્ત થયા હતા. જ્યારે ગ્રે માર્કેટમાં પણ તેજી જોવા મળી રહી છે.

શેરની કિંમત આટલી થઈ શકે

આજે કંપનીના શેર 126 રુપિયા પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. એનો મતલબ એ થયો કે જો આઈપીઓ ઉપર પ્રાઈસ બેન્ડ 800 રુપિયાના આધાર લેવામાં આવે તો, લિસ્ટિંગના સમયે શેરની કિંમત 926 રુપિયા સુધી જઈ શકે છે. એટલે કે રોકાણકારોને લગભગ 16 ટકા સુધી લિસ્ટિંગ ગેન મળી શકે છે. જો કે રોકાણકારોને ફક્ત ગ્રે માર્કેટ પ્રીમિયમના ભરોસે રોકાણ કરવાની સલાહ આપી શકાય નહીં.

વધુ વાંચો : ટ્રમ્પે ટેરિફ બૉમ્બ ફોડતા જ શેર માર્કેટ ક્રેશ, સેન્સેક્સ 700થી વધુ અંક તૂટ્યો, નિફ્ટી પણ લપસ્યો

આ દિવસે શેરનું એલોટમેન્ટ મળી શકે

શેરના એલોટમેન્ટ આવતીકાલે એટલે કે 2 ઓગસ્ટના રોજ ફાઈનનલ થવાની અપેક્ષા છે. જ્યારે શેર 5 ઓગસ્ટના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટેડ થશે. ઇશ્યૂમાં બોલી લગાવવા માટે, રોકાણકારોએ ઓછામાં ઓછા 18 શેરના લોટ માટે રોકાણ કરવું પડશે, જેના માટે ઓછામાં ઓછું 13,680 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPO NSDL Business

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ